રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

બુધવારે સંસદનું બજેટ સત્રમાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતના હિતોને વેચવાનો આરોપ લગાવ્યો હતો. આ આકરા હુમલાના જવાબમાં, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર હનનની નોટિસ દાખલ કરવાની જાહેરાત કરી છે.

rahul gandhi
thehindu.com

બજેટ પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશ અને આર્થિક નીતિઓ પર હુમલો કર્યો. રાહુલે આરોપ લગાવ્યો કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતના હિતો સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘જો INDIA ગઠબંધન સરકાર હોત, તો અમે બરાબરી પર વાત કરતા. અમે અમેરિકન રાષ્ટ્રપતિને કહેતા કે અમે તમારા નોકર નથી.

તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકા હવે નક્કી કરી રહ્યું છે કે ભારત કોની પાસેથી તેલ ખરીદશે. રાહુલ ગાંધીના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ નિર્ણય લઈ રહ્યા નથી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વર્તમાન નીતિઓએ ભારતીય ખેડૂતોને કચડવાનો માર્ગ ખોલી દીધો છે.

રાહુલ ગાંધીના ભાષણ બાદ તરત જ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ આરોપોને પાયાવિહોણા અને બિનસંસદીય ગણાવ્યા. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી કોઈ પુરાવા કે પૂર્વ નોટિસ વિના ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

kiren rijiju
livehindustan.com

રિજિજૂએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કોઈએ ભારત વેચી દીધું છે. કોઈ ભારતને ખરીદવા કે વેચવાનું વિચારી પણ નહીં શકે. આ વિશેષાધિકાર હનનનું ગંભીર ઉલ્લંઘન છે. એટલે, હું સ્પીકર સમક્ષ જરૂરી નોટિસ દાખલ કરવાનો માંગુ છું. કિરેન રિજિજૂએ એમ પણ કહ્યું કે, તેમણે વડાપ્રધાન અને મંત્રી હરદીપ સિંહ પુરી વિરુદ્ધ જે પણ જૂઠાણું બોલ્યું છે તેને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખવું જોઈએ.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.