- Tech and Auto
- આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ
જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા ટ્રાફિકને કારણે ઓટોમેટિક વાહનો હંમેશાં લોકોની પસંદ રહ્યા છે, કારણ કે તે ટ્રાફિક જામમાં વારંવાર ક્લચ દબાવવા અને ગિયર બદલવાની ઝંઝટ રહેતી નથી. તમે પણ સૌથી સસ્તી ઓટોમેટિક SUV શોધી રહ્યા છો, તો ચાલો તમને જણાવી દઈએ કે 8 થી 10 લાખ રૂપિયાની રેન્જમાં તમને કઇ ગાડીઓ મળી શકે છે જે 5-સ્ટાર રેટિંગ સાથે આવે છે. આ 5-સ્ટાર રેટેડ વાહન ખૂબ જ ટકાઉ અને સલામતીમાં શ્રેષ્ઠ છે.
Nissan Magnite Visia AMT Price
આ નિસાન SUVનું Visia AMT વેરિયન્ટ 6.21 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)માં ઉપલબ્ધ છે. આ 1.0-લીટર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ સૌથી સસ્તી ઓટોમેટિક SUV છે. AMT ટ્રાન્સમિશન સાથે શહેરમાં સરળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. સ્પર્ધાની વાત કરીએ તો, આ વાહન ટાટા પંચ, નેક્સન અને હ્યુન્ડાઇ એક્સેન્ટ જેવા મોડેલોને ટક્કર આપે છે.
નિસાન મેગ્નાઈટ માઈલેજ અને ફીચર્સ
CarDekhoના મતે, આ વાહન એક લીટર ઇંધણમાં 19.7 કિલોમીટર સુધીની માઇલેજ આપે છે. ફીચર્સની વાત કરીએ તો, આ SUVમાં સલામતી માટે 6 એરબેગ્સ મળે છે. નોંધનીય છે કે, બધા વેરિયન્ટ્સમાં 60:40 સ્પ્લિટ રીયર સીટ, રીઅર પાર્કિંગ સેન્સર અને હેલોજન હેડલેમ્પ્સ મળે છે. સેફ્ટી રેટિંગની વાત કરીએ તો, ગ્લોબલ NCAPએ આ SUVના ક્રેશ ટેસ્ટિંગ બાદ છ એરબેગ વેરિયન્ટને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપી છે.
આ ગાડીમાં 360-ડિગ્રી અરાઉન્ડ-વ્યૂ મોનિટર, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, L-શેપ LED DRLs સાથે LED ફોગ લેમ્પ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ, 336 લિટરથી 690 લીટર (પાછળની સીટો ફોલ્ડ) સુધીની બૂટ સ્પેસ અને 10-લિટર કૂલ્ડ ગ્લોવ કમ્પાર્ટમેન્ટ પણ મળે છે. કંપનીની સાઇટ પર, આ SUV સાથે 55 હજાર રૂપિયા સુધીના એક્સચેન્જ બેનિફિટ્સ અને 5 હજાર રૂપિયા સુધીના કોર્પોરેટ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે.

