9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પ્રેમ કહાનીનો ભયાનક અંત આવ્યો. 33 વર્ષીય જીતેન્દ્ર કુમાર યાદવે તેની 9 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ જ્યોતિ સાથે બે મહિના અગાઉ જ લગ્ન કર્યા હતા. શહેરના ઇજ્જતનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જિતેન્દ્રનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તેને આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. તેમાં મૃત્યુનું કારણ ગળું દબાવવાનું જણાવાયું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ‘જ્યોતિએ તેના પિતા-માતા અને ભાઈ સાથે મળીને જિતેન્દ્રનો જીવ લઈ લીધો હતો. સાસરિયાઓએ જિતેન્દ્રના હાથ-પગ પકડી રાખ્યા હતા અને જ્યોતિએ તેનું ગળું દબાવી દીધું હતું. આ ઘટનાને આત્મહત્યા બતાવવા માટે, મૃતદેહને મફલરના સહારે બારીની ગ્રીલ પર લટકાવી દેવામાં આવી હતી.

UP Police
livemint.com

શું વિવાદ હતો?

જિતેન્દ્ર અને જ્યોતિ જ્યારે ભણતા હતા, ત્યારથી જ સંબંધમાં હતા. તેમણે 25 નવેમ્બર, 2025ના રોજ તેમના પરિવારોની સહમતિથી લગ્ન કર્યા હતા. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જિતેન્દ્રએ કથિત રીતે જ્યોતિના બેંક ખાતામાંથી ₹20,000 ઉપાડ્યા અને ઓનલાઈન જુગારમાં હારી ગયો. 26 જાન્યુઆરીના રોજ આ વાતને લઈને ઝઘડો એટલો વધી ગયો કે જ્યોતિએ તેના પિયરના લોકોને ફોન કરીને બોલાવી લીધા અને બધાએ મળીને ઘટનાને અંજામ આપ્યો. પોલીસે પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જ્યોતિના ભાઈની શોધખોળ ચાલી રહી છે.

UP Police
etvbharat.com

જિતેન્દ્ર બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI)માં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરતો હતો. જ્યોતિ ઉત્તર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ પર બસ કંડક્ટર તરીકે કામ કરતી હતી. જ્યોતિએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે તેમના લગ્ન બાદ, પૈસાને લઈને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે તેમની વચ્ચે કડવાશ વધુ વધી ગઈ હતી. તેણે દાવો કર્યો કે તે દિવસે બહેસ કાબૂથી બહાર થઈ ગઈ હતી, જેના કારણે તેણે તેના પરિવારને ફોન કરીને બોલાવ્યો હતો.

About The Author

Related Posts

Top News

બજેટ બાદ, જૂની કે નવી ટેક્સ રિજીમ? કંઈ છે તમારા માટે ફાયદાકારક?

સામાન્ય ટેક્સપેયર્સને 2026ના કેન્દ્રીય બજેટથી ઇનકમ ટૅક્સ સ્લેબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા ટૅક્સ દરોમાં થોડી રાહત મળશે તેવી ઘણી...
Business 
બજેટ બાદ, જૂની કે નવી ટેક્સ રિજીમ? કંઈ છે તમારા માટે ફાયદાકારક?

9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પ્રેમ કહાનીનો ભયાનક અંત આવ્યો. 33 વર્ષીય જીતેન્દ્ર કુમાર યાદવે તેની 9 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ જ્યોતિ...
National 
9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું

સિલક્યારા ટનલ, ચારધામ યાત્રાને બનાવશે સરળ; દોઢ કલાકની મુસાફરી ઘટીને 15 મિનિટની થઇ જશે

જેની ખુબ જ ચર્ચા થઇ રહી હતી તે સિલક્યારા-પોલગાંવ ટનલ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટનલની આ...
National 
સિલક્યારા ટનલ, ચારધામ યાત્રાને બનાવશે સરળ; દોઢ કલાકની મુસાફરી ઘટીને 15 મિનિટની થઇ જશે

સોનમ વાંગચુક લદ્દાખને 'બાંગ્લાદેશ' બનાવવા માંગે છે, તેમના નિવેદનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ સરકાર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની અટકાયતનો બચાવ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે વાંગચુકના...
National 
સોનમ વાંગચુક લદ્દાખને 'બાંગ્લાદેશ' બનાવવા માંગે છે, તેમના નિવેદનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ સરકાર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.