'જા રાની જા, જી લે અપની જિંદગી...' પોતાના ત્રણ બાળકોની માતાના કોર્ટ મેરેજમાં પતિ બન્યો સાક્ષી!

બિહારના વૈશાલી જિલ્લામાંથી બહાર આવેલી આ વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. જ્યાં સંબંધોની સીમાઓ તૂટી ગઈ છે, સોશિયલ મીડિયા પર ઘણી પ્રેમકથાઓ લખાતી હોય છે અને છેવટે એક એવો ચોંકાવનારો વળાંક આવે છે જે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. આ કેસ ફક્ત લગ્ન કે છૂટાછેડાનો નથી, પરંતુ તે વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે જેને સમાજ ઘણીવાર સ્વીકારવામાં અચકા તો હોય છે.

રાની કુમારીનું જીવન એક સમયે એકદમ સામાન્ય હતું. 2011માં, તેણે કોર્ટ મેરેજ દ્વારા આહિરપુરના રહેવાસી કુંદન કુમાર સાથે લગ્ન કર્યા. પરિવારને ટેકો આપવા માટે કુંદન ઘરે ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) ચલાવતો હતો. લગ્ન પછી, પરિવાર ધીમે ધીમે વધતો ગયો, અને દંપતી ત્રણ બાળકોના માતાપિતા બન્યા. લગભગ પાંચ વર્ષ પહેલાં, રાનીના જીવનમાં કંઈક એવું બન્યું જેણે બધું બદલી નાખ્યું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા, તેણે તેના પિતરાઈ ભાઈ ગોવિંદ કુમાર સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. શરૂઆત કૌટુંબિક ખબર અંતર પૂછવાથી થઇ, પછી જૂની વાતો, પછી લાંબી લાગણીશીલ વાતો અને અંતે, લાગણીઓ ઉડી ઉતરતી ગઈ. નાના મોબાઇલ સ્ક્રીન પરના શબ્દોએ તેમના સંબંધોમાં વધતો જતો ખાલીપો ભરી દીધો. ગોવિંદે રાનીની વાત સાંભળતો હતો, તેને સમજતો હતો, ઓછામાં ઓછું રાનીને પણ એવું લાગવા લાગ્યું. પછી આ લાગણી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ.

Vaishali-Cousin-Affair2
bhaskar.com

આ સંબંધની અસર ટૂંક સમયમાં રાનીના વર્તનમાં દેખાવા લાગ્યો. તે ઘણી વખત તેના પતિ અને બાળકોને છોડીને ગોવિંદ સાથે રહેવા માટે નીકળી ગઈ હતી. બે-ત્રણ વર્ષ પહેલાં, તે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ. ઘણી કોશિશ પછી, તેને પાછી લાવવામાં આવી. તે સમયે, કુંદન કુમાર કામ માટે જમ્મુમાં રહેતો હતો, પરંતુ રાની ત્યાં પણ રહી શકી નહીં. દોઢ મહિના પહેલા, એ જ વાર્તાનું પુનરાવર્તન થયું. કુંદન જમ્મુથી પાછો ફર્યો, બાળકોની સામે જોવાનું કહ્યું અને પરિવારને બચાવવાની અપીલ કરી, પરંતુ હંમેશની જેમ, રાનીનું મન બીજે ક્યાંક હતું.

વારંવાર પત્નીનું ઘરમાંથી ભાગી જવું, બાળકોનો પ્રશ્ન અને સમાજમાં થતી ચર્ચાઓ, આ બધાએ કુંદન કુમારને અંદરથી તોડી નાંખ્યો. તે સમજી ગયો કે તે કોઈને જબરજસ્તીથી તેની સાથે રહેવા માટે દબાણ કરી શકે નહીં. એક દિવસ, તેણે એક એવો નિર્ણય લીધો જે હજુ પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. કુંદનએ રાનીને સ્પષ્ટ કહ્યું, 'જો તું ગોવિંદની સાથે રહેવાથી ખુશ છે, તો હું તને રોકીશ નહીં.' કુંદને ન તો કોઈ હોબાળો મચાવ્યો કે ન તો કોઈ કાનૂની લડાઈ લડવાનું પસંદ કર્યું. તેના બદલે, તેણે રાની અને ગોવિંદ માટે કોર્ટ મેરેજ ગોઠવવાની જવાબદારી પોતાના પર લીધી.

Vaishali-Cousin-Affair1
tv9hindi.com

જ્યારે વૈશાલી કોર્ટમાં રાની કુમારી અને ગોવિંદ કુમારે લગ્નના કાગળો પર હસ્તાક્ષર કર્યા, ત્યારે હાજર રહેલા લોકો માટે સૌથી આઘાતજનક દ્રશ્ય પતિ કુંદન કુમાર સાક્ષી તરીકે ઉભા હતા. એ જ કુંદન, જેની સાથે રાનીએ કોઈ સાત ફેરા લઈને લગ્ન નહોતા કર્યા, પરંતુ 14 વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા, તે આજે તેને તેના બીજા પતિ પાસે મોકલી રહ્યો હતો. કુંદને કહ્યું કે તે થાકી ગયો છે. તેણે બાળકો માટે પોતાને મજબૂત બનાવ્યો અને રાનીને છોડી દીધી.

લગ્ન પછી, ગોવિંદ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાની તેને છોડીને ક્યાંય નહીં જશે. તેણે બતાવ્યું કે, બંને લાંબા સમયથી વાતચીત થતી રહી હતી, અને તાજેતરમાં ફોન પર વાતચીત પછી, તેઓએ સાથે રહેવાનો અંતિમ નિર્ણય લીધો.

Vaishali-Cousin-Affair
aajtak.in

ગોવિંદ માને છે કે, હવે બધું સ્પષ્ટ છે. કોઈ છૂપું રહસ્ય નથી, કોઈ અધૂરા સંબંધો નથી. તે આને એક નવી શરૂઆત માને છે.

રાની કુમારીએ પણ આ વાત પર પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે તેના પહેલા પતિથી નાખુશ હતી. તેના મતે, કુંદન સાથે રહેવું તેના માટે માનસિક રીતે પરેશાન કરતું હતું. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેના ત્રણ બાળકો કુંદન સાથે રહેશે, અને તે આ નિર્ણયથી સંતુષ્ટ છે. રાની કહે છે કે ગોવિંદ સાથે, તેને તે સમજણ અને સ્નેહ મળ્યો છે, જેનો તે તેના હાલના લગ્ન જીવનમાં અભાવ અનુભવી રહી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-01-2026 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.