બીજી પત્નીના બોક્સમાં ત્રીજી પત્નીની બોડી, 3 દિવસ બાદ ટાંકીમાં મળ્યો… સમીરે સિયાનો જીવ કેમ લીધો?

12 ફેબ્રુઆરીના રોજ, મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પાણીની ટાંકીમાં બોક્સમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મહિલાની ઓળખ કરી લીધી છે. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની ઓળખ અશરફી ઉર્ફે સિયા (ઉં. વ. 33) તરીકે થઈ છે, જે મહારાષ્ટ્રના ગોંદિયાની રહેવાસી છે. સિયાની ઇન્સ્ટાગ્રામ પર ભોપાલના રહેવાસી સમીર સાથે મિત્રતા થઈ હતી. તેમની વાતચીત વધતી ગઈ, અને તેમના વચ્ચે સંબંધ બની ગયા.

ત્યારબાદ સિયા મહારાષ્ટ્રથી ભોપાલ ગઈ, જ્યાં તેણે સમીર સાથે લગ્ન કર્યા અને સાથે રહેવા લાગી. સમીર પહેલાથી જ બે વાર લગ્ન કરી ચૂક્યો હતો અને તેને 2 બાળકો હતા. સમીરની પહેલી પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી, જ્યારે બીજી પત્ની તેની સાથે રહેતી હતી. એક જ ઘર શેર કરવાને લઈને સિયા અને તેની બીજી પત્ની વચ્ચે વારંવાર વિવાદો થતા હતા.

ભોપાલ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, સમીરે 3 દિવસ અગાઉ ઝઘડા બાદ સિયાનું ગળું દબાવીને જીવ લઈ લીધો હતો. મૃતદેહનો નિકાલ કરવા માટે, તેણે ટીનના બોક્સમાં ભરીને ઘરની નજીકની પાણીની ટાંકીમાં ફેંકી દીધો. પોલીસે સમીરને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે સમીરે તેની ત્રીજી પત્ની સિયા સાથે પણ લગ્ન કર્યા હતા. સિયાની હત્યા કર્યા બાદ, તે તેની બીજી પત્નીને લેવા જબલપુર ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતથી જ સમીર પર શંકા હતી. પડોશીઓએ તેના વર્તન અને ઘરમાં ચાલી રહેલા વિવાદોની માહિતી આપી હતી.

Third-wife
tv9hindi.com

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જે ટીનના બોક્સમાં સિયાનો મૃતદેહ મળ્યો હતો. તે એ જ બોક્સ હતું જે સમીરને થોડા સમય પહેલા તેના બીજા લગ્નમાં કરિયાવરમાં મળ્યું હતું. હત્યા બાદ, મૃતદેહને તે જ બોક્સમાં ભરીને પુરાવા છુપાવવા માટે પાણીની ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો કેસ નોંધવામાં આવશે. મૃતદેહ 3-4 દિવસ જૂનો હોવાનું અનુમાન છે અને તે સડી જવા લાગ્યો હતો.

શરીર પર ઈજાના કોઈ નિશાન દેખીતા નથી. સિયાએ પ્લાઝો પહેર્યો હતો. તેના હાથ પર દીપ નામનું ટેટૂ છે અને 26 મે, 1992ની તારીખ અંકિત છે. જેને તેની જન્મ તારીખ માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમીર થોડા મહિના અગાઉ સિયાને પડોશમાં રહેવા માટે પોતાની સાથે લાવ્યો હતો. શરૂઆતમાં, સિયાને તેણે પાડોશના લોકોને  સિયાને પોતાની સાળી ગણાવી હતી, પરંતુ બાદમાં લગ્નની વાત સામે આવી.

teacher1
divyabhaskar.co.in

પોલીસના જણાવ્યા અનુસાર, સિયા પહેલા જ સમીર બે વાર લગ્ન કરી ચૂક્યો હતો. તેની પહેલી પત્ની અંગે કોઈ માહિતી મળી નથી, જ્યારે સમીરની બીજી પત્ની થોડા સમય અગાઉ વિવાદને કારણે તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. ત્યારે જ સમીર ઇન્સ્ટાગ્રામ પર સિયા સાથે ઓળખાણ થઈ. સિયાના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે, અને ત્યાંથી જ તેઓ વાતચીત કરવા લાગ્યા. સમીર વ્યવસાયે ઓટો ડ્રાઇવર છે.

જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેની ઓટો નિયમિત રીતે ચાલી રહી ન હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સમીર અને સિયા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જે તેમના પારિવારિક જીવનને અસર કરી રહ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ, સમીર તેની બીજી પત્નીને લેવા જબલપુર ગયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.