- World
- અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'
અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'
દુનિયા કેટલી વિચિત્ર છે. તે આપણી કલ્પનાની પણ બહાર છે. કેટલાક લોકો એવી બાબતો વિશે જાણીને ચોંકી જાય છે જેને આપણે સામાન્ય માનીએ છીએ. અને તેઓ જે પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય છે, તે આપણા માટે અતિઘૃણાસ્પદ હોઈ શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ (US)માં, એક મહિલા અને તેના પુત્રને શારીરિક સબંધ બનાવવાના 'ગુના' માટે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.
મહિલાના 22 વર્ષના પુત્રએ પોતે આ કબૂલાત કરી છે. પોલીસને પહેલી વાર આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. તેઓએ તેને ફરીથી પૂછ્યું. છોકરાએ ફરી વખત કબુલ કર્યું, અને કહ્યું કે તે અને તેની માતા ઘણા વર્ષોથી જાતીય પ્રવૃત્તિ કરી રહ્યા હતા. માતા અને પુત્ર પર 'ઈન્સેસ્ટ' (સગા લોકો સાથે શારીરિક સબંધ બનાવવો)નો આરોપ મૂકવામાં આવ્યો છે. US કાયદા હેઠળ નક્કી કરેલા બોન્ડ ભર્યા પછી મહિલાને મુક્ત કરવામાં આવી હતી. જો કે, તેનો પુત્ર અન્ય આરોપોમાં હજુ જેલમાં છે.
ફ્લોરિડામાં પોલ્ક કાઉન્ટી પોલીસ વિભાગના પોલીસ વડા ગ્રેડી જડે આ ઘટનાની પુષ્ટિ કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું હતું કે, આ ઘટના ફ્લોરિડાના લેકલેન્ડમાં બની હતી. આરોપીઓની ઓળખ 46 વર્ષીય ક્રિસ્ટીના ક્લેમેન્સ અને 22 વર્ષીય શેન ક્લેમેન્સ તરીકે થઈ હતી. ગ્રેડીએ જણાવ્યું કે, 'ક્રિસ્ટીનાએ ઘરેલુ ઝઘડા દરમિયાન પોલીસને ફોન કર્યો અને તેના પુત્ર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. ક્રિસ્ટીનાએ પોલીસને ફોન કર્યો અને પોલીસે ધરપકડ કર્યા પછી શેન ખૂબ ગુસ્સે થયો હતો.'
ગ્રેડી જડે વધુમાં જણાવ્યું કે, ધરપકડ થયા પછી, શેન બોલ્યો, 'સારું, હું તમને બીજી વાત કહું. હું 18 વર્ષનો હતો ત્યારથી મારી માતા સાથે સેક્સ કરી રહ્યો છું.'
https://twitter.com/PolkCoSheriff/status/2099843094552174862
શેનનું આ નિવેદન સાંભળીને પોલીસ અધિકારીઓ ચોંકી ગયા અને તેને તે જ નિવેદન ફરી વખત બોલવાનું કહ્યું. શેને બીજી વાર પણ એ જ નિવેદન કહ્યું હતું. આ આરોપો પછી, પોલીસે તેની માતા ક્રિસ્ટીનાને પૂછપરછ કરી, પૂછ્યું કે શું તે તેના પુત્ર સાથે સેક્સ કરી રહી છે.
ગ્રેડીએ વીડિયોમાં વધુમાં જણાવ્યું કે, ક્રિસ્ટીનાએ 'હા'માં જવાબ આપ્યો અને ઉમેર્યું, 'આવું ફક્ત 100 વાર જ બન્યું હતું.' તપાસ અધિકારીઓએ મહિલાના પતિની પણ પૂછપરછ કરી.
ક્રિસ્ટીનાના પતિએ જણાવ્યું કે, બંનેએ એકબીજાની મરજીથી લગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જો કે, તેને તેની પત્ની અને તેના પુત્ર વચ્ચે કોઈ શારીરિક સંબંધની કોઈ જાણકારી નહોતી. મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે તેઓ રૂમ બંધ રાખીને પથારીમાં સમય વિતાવી રહ્યા હતા.
વીડિયોમાં, ગ્રેડીએ માતા અને પુત્ર વચ્ચેના કથિત જાતીય સંબંધોને ગેરકાયદેસર ગણાવ્યા હતા. મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે, ક્રિસ્ટીના પર ઘરેલુ હિંસા અને ગેરકાયદેસર જાતીય સંભોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને આ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી સરકારી નિયમો હેઠળ આશરે રૂ. 600,000 (6,250 ડૉલર)ના બોન્ડ જમા કરાવ્યા પછી તેને મુક્ત કરવામાં આવી હતી. જોકે, પુત્ર શેન હજુ પણ કસ્ટડીમાં છે.

