પ્રિન્સિપાલ જ શાળામાં ગુપ્ત રીતે શિક્ષિકાઓના ફોટા ખેંચતો, ફોનમાં મળી 150 તસવીરો, ઝૂમ કરીને જોતો પકડાયો

બિહારના સુપૌલ જિલ્લામાં એક ટ્રેનિંગ શાળા અને તેની છાત્રાલયમાં સંસ્થાના એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે પુરુષ આચાર્યના મોબાઇલ ફોનમાં મહિલા શિક્ષિકાઓના ફોટા મળ્યા. આ ઘટના ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ બપોરે બની હતી. આ ઘટના બાદ શિક્ષિકાઓ અને કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને કેમ્પસમાં લાંબા સમય સુધી હોબાળો મચી ગયો હતો.

અહેવાલો અનુસાર, ફરજ દરમિયાન આચાર્ય તેના મોબાઇલ ફોનમાં ફોટો ઝૂમ કરીને જોઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક મહિલા શિક્ષિકાની નજર તેના મોબાઇલ ફોનની સ્ક્રીન પર પડી. સ્ક્રીન પર પોતાના અને અન્ય મહિલા શિક્ષિકાઓના ફોટા જોઈને તેણે તરત જ વાંધો ઉઠાવ્યો. બાદમાં મામલો ઝડપથી વકર્યો, અને અન્ય શિક્ષિકાઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા.

teacher
indiatv.in

ઈન્ડિયા ટીવીના અહેવાલ મુજબ, વાંધો ઉઠાવ્યા બાદ આચાર્યની મોબાઇલ ગેલેરીની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે મહિલા શિક્ષિકાઓના અલગ-અલગ એંગલથી લેવામાં આવેલા લગભગ 150 ફોટા મળી આવ્યા હતા. આ ખુલાસા બાદ કેમ્પસમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. શિક્ષકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને કાર્યસ્થળની ગરિમા અને સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. ઘણા સમય સુધી ચાલેલા વિવાદ અને દબાણ બાદ સંબંધિત ફોટોગ્રાફ્સ મોબાઇલ ફોનમાંથી ડીલિટ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે આચાર્ય સાજિદ ઇકબાલ કૈફીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેના મોબાઇલ ફોનમાં પર મહિલા શિક્ષિકાઓના ફોટોગ્રાફ્સ હોવાની વાત સ્વીકારી હતી. તેણે સફાઈ આપતા કહ્યું કે, તેણે ઇન્સ્ટાગ્રામ પરથી ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કર્યા હતા અને તેના ફોનમાં રાખ્યા હતા. હોબાળા બાદ તેમણે બધા ફોટોગ્રાફ્સ ડીલિટ કરી દીધા હતા. જોકે, આ સ્પષ્ટિકરણ છતા કર્મચારીઓનો ગુસ્સો શાંત ન થયો, અને નિષ્પક્ષ તપાસની માંગણીઓ ઉભી થઈ. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી.

teacher3
x.com/AngrySaffron

DM સાવન કુમારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે. DMની સૂચના પર નિર્માલીના SDM ધીરજ કુમાર સિંહાને તપાસ માટે સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે નિર્માલીના SDPO રાજુ રંજન કુમાર, BDO આરુષિ શર્મા, CO વિજય પ્રતાપ સિંહ અને નિર્માલી પોલીસ સ્ટેશનના SI નિહાલ કુમાર પોલીસ દળ સાથે પહોંચ્યા હતા અને સંબંધિત પક્ષોની પૂછપરછ કરી હતી. DM સાવન કુમારે જણાવ્યું કે આ મામલાની નોંધ લીધા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ જે પણ તથ્યો સામે આવશે તેના આધારે દોષીઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ આ ઘટના બાદ, મહિલા શિક્ષિકાઓની સુરક્ષા અને સંસ્થામાં કાર્યસ્થળની મર્યાદા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક રીતે તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને અને કાર્યસ્થળ પર સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય. જોકે, આ સમગ્ર મામલામાં આરોપી પ્રિન્સિપાલ સાજિદ ઇકબાલ કૈફીનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી કે તેણે મહિલા શિક્ષકોના ફોટા પોતાના મોબાઇલમાં કેમ રાખ્યા હતા? અધિકારીઓ પણ જવાબ આપવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

About The Author

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.