ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ S-4 અને S-5 વચ્ચે સ્થિત શૌચાલયની ઉપર સ્થિત સીલિંગ પેનલોમાંથી અચાનક 20થી વધુ દારૂની બોટલો પડવા લાગી. આ ઘટના સવારે 11:30 વાગ્યે બની હતી, જ્યારે ટ્રેન પિપરાઈચ (ઉત્તર પ્રદેશ) સ્ટેશનથી કેપ્ટનગંજ તરફ જઈ રહી હતી. આ દરમિયાન, સીલિંગ પેનલોમાંથી એક બાદ એક બોટલો પડતી રહી. ટ્રેનની અંદર વિદેશી દારૂની બોટલો પડતી જોઈને, RPF તરત જ હરકતમાં આવી. ત્યારબાદની તપાસમાં બહાર આવ્યું કે આ ઘટના હકીકતમાં દારૂની તસ્કરીનો હતો.

satyagrah-express
ndtv.in

તસ્કરીની એક નવી યુક્તિ!

બિહારમાં દારૂબંધી બાદ, તસ્કરો દારૂની હેરાફેરી માટે સતત નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. આ વખતે તસ્કરોએ ટ્રેનના કોચની સીલિંગ પેનલનો ઉપયોગ કર્યો હતો. એવી શંકા છે કે અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોના વોશિંગ પિટમાં કોચની સીલિંગ પેનલ ખોલીને દારૂની બોટલો ફિટ કરવામાં આવે છે, જેમને બિહારમાં ઉતારવાની યોજના હોય છે. જો કે, આ બધુ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે રેલવેના સુરક્ષા પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા કરે છે. સરકારી રેલવે પોલીસ (GRP)ના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) પવન કુમારે પુષ્ટિ કરી છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. તો, રક્સૌલ RPF ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ટ્રેન રક્સૌલ પહોંચ્યા બાદ વ્યાપક તપાસ કરવામાં આવશે.

satyagrah-express2
navbharattimes.indiatimes.com

આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં દારૂબંધી હોવા છતા તસ્કરો નવી યુક્તિઓ અપનાવીને દારૂ સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે હવે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાનું શરૂ કર્યું છે અને આ તસ્કરી પાછળ સામેલ વ્યક્તિઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. વાયરલ વીડિયો અને મુસાફરો દ્વારા આપવામાં આવેલા નિવેદનોના આધારે હાલમાં તપાસ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

About The Author

Top News

ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ...
Gujarat 
ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી

ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ ...
National 
ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ...
National 
શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડા શહેરમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતને કારણે પરિસ્થિતી વણસી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના...
Gujarat 
ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.