ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડા શહેરમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતને કારણે પરિસ્થિતી વણસી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના સમયે શરૂ થયેલો વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં ફેરવાઇ ગયો હતો. જેના કારણે પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે કોમના ટોળાઓ સામ-સામને આવી જતા થયેલી આ બબાલમાં લોહિયાળ ખેલ ખેલાયો છે, આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક શખ્સો પશુઓને માર મારી રહ્યા હતા, જેનો વિંછીયા પરાના રહીશોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ બબાલ શરૂ થઈ હતી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડીઓ વડે તેમને માર માર્યો હતો. ઘટના બાદ વિંછીયા પરા વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રહીશ કાજલબેન સહિતના લોકોએ પશુઓને માર મારનારા અને રહીશો પર હુમલો કરનારા શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવાની માંગ કરી હતી.

communal-clash3
divyabhaskar.co.in

ગઢડા VHP પ્રમુખ અર્જૂન રાજ્યગુરુએ પણ પશુઓને માર મારનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વિવાદની શરૂઆત ગઈકાલે, 3 એપ્રિલના રોજ બપોરે થઈ હતી. પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ વિવાદ રાત્રે 8:45 કલાકે ફરી વકર્યો હતો. રાત્રે થયેલી આ બબાલમાં મારામારી પણ થઈ હતી.

communal-clash5
divyabhaskar.co.in

આ હિંસક અથડામણમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક ગઢડા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેને બોટાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ, LCB અને SOG સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસ દ્વારા વિંછીયા પરા વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. બંને પક્ષે સામસામે 2 મહિલા સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે, જેમાંથી પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ ગઢડા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર શહેરમાં રાત્રિભર પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.

communal-clash2
divyabhaskar.co.in

આરોપીઓ અકિલ યુનુસ સૈયદ (સગીર), સાજીદા યુનુસ સૈયદ, ખુશ્બૂ યુનુસ સૈયદ સામે કલમ 115-2, 352, 351-3, 54, 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે સામા પક્ષે આરોપીઓ નિકુંજ મકાણી, કિશન લંગાળીયા, હિતેશ મકવાણા, વિશાલ મકવાણા, અશ્વિન રોજાસરા, પ્રવિણ રોજાસરા અને આકાશ રાઠોડ સામે કલમ 117-2, 115-2, 189-2 સહિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્યારે ગઢડાના આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ દળ તૈનાત છે. તંત્રએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

communal-clash
divyabhaskar.co.in

બોટાદ DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ‘બપોરની ઘટના બાદ રાત્રે ફરીથી તણાવ સર્જાયો હતો, પરંતુ પોલીસ તંત્ર તત્કાલ હરકતમાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ છે.

About The Author

Related Posts

Top News

ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ ...
National 
ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ

શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ...
National 
શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડા શહેરમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતને કારણે પરિસ્થિતી વણસી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના...
Gujarat 
ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.