સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ)

સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી. ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે.

Photo-(2)

ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યા છે. તે મુખ્ય પ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતા હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જોકે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતા ન હતા. આમ મુખ્ય પ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામત છે. 

ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે.

એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટાભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે.

સુરતમાં છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી.

સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે.

ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

મેયરનું નામ - પક્ષ

કોંગ્રેસ

જી.આર. ચોખાવાળા 1966

કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ 1967

વૈકુંઠ બી.મિસ્ત્રી 1969

અબ્દુલ કદીર મુસામીર 1971

વૈકુંઠ શાસ્ત્રી 1971

નાનાલાલ.એમ.ગજ્જર 1972

રામલાલ.બી.જરીવાળા 1973

નવીનચંદ્ર કે. ભારતીય 1975

મદનલાલ. બી. બૂંકી 1981

ચીમનલાલ.વી.પટેલ 1981

નગીનદાસ.એન. બારડોલીવાલા 1982

સ્વરૂપચંદ.એસ. જરીવાળા 1983 કોંગ્રેસ

 03

ભાજપ

કાશીરામ રાણા 30 જુલાઈ, 1983 ભાજપ

નગીનદાસ.એન. બારડોલી વાલા 1983 કોંગ્રેસ

કાશીરામ રાણા 1984 ભાજપ

નગીનદાસ.એન. બારડોલીવાલા 1985 કોંગ્રેસ

ડૉ. જિયોર્જ. ડી.સોલંકી 1987 કોંગ્રેસ

કાશીરામ રાણા 1988 ભાજપ

કદીર પીરઝાદા 1989 કોંગ્રેસ

પ્રતાપ સિંહ કાંથારિયા 1989 કોંગ્રેસ

અજિત.એચ.દેસાઈ 1990 કોંગ્રેસ

ફકીર ચૌહાણ 1995 ભાજપ

ગીતા દેસાઈ 1996 ભાજપ

નવનીત લાલ જરીવાળા ભાજપ

સવિતાબેન વી. શારદા 1998 ભાજપ

ભીખા ભાઈ પટેલ 1999 ભાજપ

અજય ચોકસી 2000 ભાજપ

સ્નેહલતા ચૌહાણ 2003 ભાજપ

ડૉ. કનુ માવાણી 2005 ભાજપ

રણજીત ગિલિટ વાળા 2008 ભાજપ

રાજેન્દ્ર દેસાઈ 2010 ભાજપ

નિરંજન ઝાંઝમેરા 2013 ભાજપ

અસ્મિતા સિરોયા 2015 ભાજપ

ડૉ. જગદીશ પટેલ 2018 ભાજપ

હેમાલી બોઘાવાલા 2021 ભાજપ

દક્ષેશ માવાણી 2023 ભાજપ

About The Author

Related Posts

Top News

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.