શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ ઈરાની તેલ ખરીદવા તૈયાર છે. આ દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત તરફ આવી રહેલું ઈરાની તેલથી ભરેલું એક જહાજ ભારાત તરફ આવી રહ્યું હતું, પરંતુ પેમેન્ટ સાથે જોડાયેલી પરેશાનીઓને કારણે તેને ચીન તરફ વાળી દેવામાં આવ્યું છે. જો કે, હવે આ મામલે સરકારનો જવાબ આવ્યો છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ઈરાની ક્રૂડ ઓઈલના કાર્ગોને પેમેન્ટ સંબંધિત સમસ્યાઓને કારણે ભારતના વડિનારથી ચીન તરફ વાળવાના સમાચારો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ હકીકતમાં ખોટા છે. ભારત 40થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઈલ આયાત કરે છે, અને કંપનીઓને વેપારના આધારે વિવિધ સ્ત્રોતો અને સ્થળોએથી તેલ લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

Iranian-Oil-cargo1
indiatoday.in

મધ્ય-પૂર્વમાં પુરવઠામાં વિક્ષેપો વચ્ચે ભારતીય રિફાઇનરોએ ઈરાન સહિત તેમની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પૂરી લીધી છે, જેમાં ઇરાનથી આવતા તેલનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, એ અફવા છે કે પેમેન્ટની સમસ્યાને કારણે ભારત આવી રહેલું ઈરાની જહાજ ચીન વાળવામાં આવ્યું છે. ઈરાની ક્રૂડ ઓઈલની આયાતમાં કોઈ ચૂકવણી સંબંધિત વિક્ષેપો નથી, અને ન તો કે ભારત આવી રહેલું કોઈ જહાજ ચીન તરફ વળ્યું છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે જહાજને વાળવા અંગે કરવામાં આવલી રહેલા દાવાઓ એ વાતને નજરઅંદાજ કરે છે કે તેલ વેપાર કેવી રીતે કાર્ય કરે છે. બિલ ઓફ લેડિંગ ઘણીવાર મોટાભાગે માલ ઉતારવા માટે સંભાવિત બંદરોના નામ લખ્યા હોય છે અને, અને સમુદ્રમાં ચાલી રહેલા કાર્ગો વેપારને વધુ સુધારવા માટે અમે ઓપરેશનલ ફ્રીડમના આધાર પર મુસાફરી વચ્ચે જ તેમનો માર્ગ બદલી શકે છે.

Iranian-Oil-cargo2
thefederal.com

પેટ્રોલિયમ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે આગામી મહિનાઓ માટે ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. LPG અંગે, કેટલાક દાવાઓ પણ ખોટા છે, કારણ કે LPG જહાજ સી બર્ડ’, જેમાં લગભગ 44 TMT ઈરાની LPG લઈને આવ્યું હતું, 2 એપ્રિલના રોજ ભારતના મેંગલોર બંદર પર પહોંચ્યું હતું અને હાલમાં ત્યાં માલ ઉતારી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.