હવે IMFએ આપી ચેતવણી! ક્રૂડ ઓઇલ ભારતની ગણતરીઓ બગાડી નાખશે; તેમણે સમજાવ્યું કે આગળ શું કરવું...

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વનો તણાવ ચરમસીમાએ પહોંચ્યા છે, તે વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યું છે. વિશ્વની તેલ જરૂરિયાતોને પુરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાથી તેલ અને ગેસ કટોકટી સર્જાઈ છે જે આ દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી લઈને બ્રિટન અને ભારત સુધીના દેશોમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. ભારતમાં પણ એક જ અઠવાડિયામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

તેલની આયાત પર ખૂબ નિર્ભર દેશોની સમસ્યાઓ વધી રહી છે. ભારતની વાત કરીએ તો, તેલ કટોકટીની દેશ પર પ્રતિકૂળ અસરો અંગે સતત ચેતવણીઓ આપવામાં આવી રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલ પછી, હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પણ ભારત માટે ચેતવણી બહાર પાડી છે. IMFએ જણાવ્યું છે કે, જો ક્રૂડ ઓઇલના ભાવમાં આ રીતે વધારો ચાલુ રહ્યો, તો તે ભારત માટે ખુબ મોટું નાણાકીય જોખમ ઉભું કરી શકે એમ છે.

IMF-Advice-India1
tv9hindi.com

અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆતથી, ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. જો કેબુધવારની સરખામણીમાં ગુરુવારે તેલના ભાવ ઘટીને પ્રતિ બેરલ 107 ડૉલર થયા હોવા છતાં, આગળની વધઘટના આધારે તે 100 ડૉલરથી ઉપર રહ્યા છે.

IMFએ ચેતવણી આપી છે કે, મધ્ય પૂર્વ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ફરી એકવાર ભારતમાં મોંઘવારીનો અંદાજ અને નાણાકીય ગણતરીઓ માટે ખતરો ઉભો કરી રહ્યો છે. વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે, સતત વધતા તેલના ભાવ ભારત માટે નાણાકીય જોખમો ઉભા કરી શકે છે. આ ખાસ કરીને ભારત માટે જ નહીં પરંતુ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે પણ  ખતરનાક છે, જ્યાં ઇંધણ ફુગાવાની પરિવહન, લોજિસ્ટિક્સ, ખાદ્યપદાર્થોના ભાવ અને સ્થાનિક વપરાશ પર ખુબ મોટી અસર પડે છે.

IMF-Advice-India3
jagran.com

IMFની આ ચેતવણી ભારત માટે એક મહત્વપૂર્ણ સમયે આવી છે, કારણ કે મધ્ય પૂર્વ કટોકટીની ઊંડી અસર ચાલુ છે. હકીકતમાં, ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના 80 ટકાથી વધુ આયાત કરે છે. ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધુ ઘેરી બનતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓ ભારતના ચાલુ ખાતાની ખાધ, ફુગાવા અને રૂપિયા પર આની અસર અંગે ચિંતિત છે.

IMFએ ચેતવણી આપી છે કે, ઊર્જાના ભાવમાં વધઘટ ભારતીય પરિવારોની ખર્ચ શક્તિમાં ખુબ મોટો ઘટાડો કરી શકે છે. જો આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે, તો વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ દરમિયાન, IMFએ ચેતવણી આપી હતી કે, નબળી રીતે રચાયેલ સહાય પગલાં નાણાકીય રીતે ખર્ચાળ અને બોજારૂપ સાબિત થઈ શકે છે, જેનાથી મોંઘવારી, જાહેર દેવું વધી શકે છે અને લાંબા ગાળાના નાણાકીય દબાણ સર્જાઈ શકે છે.

IMF-Advice-India2
navjivanindia.com

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અનુસાર, વૈશ્વિક ઉર્જા સંકટને જોતાં, નીતિ નિર્માતાઓએ હવે પહેલા કરતાં વધુ કાળજીપૂર્વક નાણાકીય અને રાજકીય દબાણ સાથે ફુગાવાને નિયંત્રિત કરવાનું સંતુલન બનાવવું પડશે. તેની નોંધમાં, IMF ભલામણ કરે છે કે, સરકાર નબળા ઘરો અને નાના વ્યવસાયોને કામચલાઉ સહાય પૂરી પડાવી જોઈએ. તે વ્યાપક ઇંધણ રાહતને બદલે હાલની કલ્યાણકારી યોજનાઓ દ્વારા કામચલાઉ સહાયની ભલામણ કરે છે.

About The Author

Related Posts

Top News

AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી...
Gujarat 
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી દીધું. બે દિવસ સુધી, ...
Gujarat 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો...
Business 
સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?

તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી છે, અને TVKના વડા થલાપતિ વિજય ...
National 
ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.