સ્કોચથી લઈને ચોકલેટ સુધીની દરેક વસ્તુ સસ્તી થશે! આજથી ભારત-UK વેપાર કરાર અમલમાં

ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) 15 જુલાઈ, 2026 એટલે કે આજથી અમલમાં આવી ગયો છે. આ કરારનો સીધો ફાયદો સામાન્ય લોકોથી લઈને વ્યવસાયિક દરેકને થશે. બ્રિટનથી આયાત થતી ઘણી વસ્તુઓ પહેલા કરતાં સસ્તી થશે, જ્યારે ભારતીય કંપનીઓ માટે બ્રિટિશ બજારમાં વ્યવસાય કરવાનું પણ સરળ બનશે.

નવા વેપાર કરારના અમલીકરણ પછી સ્કોચ વ્હિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ, કોસ્મેટિક્સ અને કેટલીક બ્રિટિશ કાર પરની આયાત જકાત ધીમે ધીમે ઘટાડવામાં આવશે. આની અસર આગામી સમયમાં આ ઉત્પાદનોના ભાવ પર જોવા મળશે અમે ગ્રાહકોને પહેલાથી ઓછી કિંમત ચૂકવવી પડી શકે છે.

India-UK-Trade-Deal4
law.asia

અત્યારે ભારતમાં સ્કોચ વ્હિસ્કી પર 150% સુધીની આયાત જકાત લાદે છે. નવા કરાર હેઠળ શરૂઆતમાં આ ઘટાડીને 75% કરવામાં આવશે અને આગામી 10 વર્ષમાં 40% કરવામાં આવશે. તેવી જ રીતે, બ્રિટિશ કાર પરની આયાત જકાત 110% જેટલી છે તે તબક્કાવાર ઘટાડીને 10% કરવામાં આવશે. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કારને પણ આ વ્યવસ્થાનો ફાયદો થશે.

આ કરારથી ભારતીય નિકાસકારોને સૌથી વધુ ફાયદો થશે. ભારત હવે તેના લગભગ 99% ઉત્પાદનો બ્રિટનમાં કોઈપણ આયાત કર વિના નિકાસ કરી શકશે. આનાથી ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતા વધશે અને નિકાસમાં વેગ આવશે તેવી અપેક્ષા છે. ટેક્સટાઇલ, તૈયાર વસ્ત્રો, ચામડું, ફૂટવેર, સીફૂડ, રમતગમતના સામાન, રમકડાં, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, ઓટો પાર્ટ્સ અને ઓર્ગેનિક રસાયણો જેવા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે.

India-UK-Trade-Deal5
indiatracker.in

સરકારે આ કરારમાંથી અનેક કૃષિ ઉત્પાદનો, જેમ કે ડેરી ઉત્પાદનો, ખાંડ, ચોખા, સફરજન, ચીઝ, ચિકન, પોર્ક અને ઈંડાને બાકાત રાખ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને સસ્તા વિદેશી ઉત્પાદનો દ્વારા ઉભી થતી સ્પર્ધાથી બચાવવાનો છે.

આ કરાર બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. એવો અંદાજ છે કે 2040 સુધીમાં ભારત અને UK વચ્ચેનો કુલ વેપાર આશરે 39% વધી શકે છે. આનાથી બંને દેશો વચ્ચે વાર્ષિક અબજો પાઉન્ડનો વધારાનો વેપાર થશે અને ભારતની નિકાસ, રોકાણો અને રોજગાર માટે નવી તકો ઊભી થશે.

About The Author

Related Posts

Top News

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?

અલ્લાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓને સતત ઠપકો આપી રહી છે. આ વખતે કોર્ટે દેવરિયાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) ...
National 
‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.