પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા કરતા વધુ હિસ્સો સમાજ માટે દાન કરવાના પોતાના વચનનું પુનરાવર્તન કર્યું છે.

Anil-Agarwal2
business-standard.com

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક સંદેશમાં લખ્યું કે, ‘અમે મળીને એક સપનું જોયું હતું કે કોઈ બાળક ભૂખ્યું ન ઊંઘે, કોઈ બાળકને શિક્ષણથી વંચિત ન રાખવામાં આવે, દરેક મહિલા પોતાના પગ પર ઊભી રહે અને દરેક યુવા ભારતીય પાસે સાર્થક કામ હોય. મેં અગ્નિને વચન આપ્યું હતું કે આપણે જે કમાઈશું, તેનો 75 ટકાથી વધુ હિસ્સો સમાજને પાછો આપીશું. હું આજે એ વચનનું પુનરાવર્તન કરું છુ અને પોતાને સાદગીવાળા જીવનમાં રાખવાનો સંકલ્પ લઉં છુ. તેમના પુત્રનો વારસો એ લોકોના જીવનના માધ્યમથી જીવિત રહેશે, જેમને તેને સ્પર્શ કર્યો હતો.

અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે મારી જિંદગીનો સૌથી દુઃખદ દિવસ છે. મારો વહાલો દિકારો, અગ્નિવેશ, અમને ખૂબ જ જલદી છોડીને જતો રહ્યો. તે માત્ર 49 વર્ષનો હતો. સ્વાસ્થ્ય હતો, જિંદગી અને સપનાઓથી ભરાયેલો હતો. અમેરિકામાં સ્કીઇંગ દુર્ઘટના બાદ તે ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારો થઈ રહ્યો હતો. અમને લાગ્યું હતું કે સૌથી ખરાબ સમય વીતી જશે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક આવેલા હાર્ટએટેકે અમારા પુત્રને અમારા પુત્રને છીનવી લીધો.'

તેમણે પોસ્ટમાં આગળ કહ્યું કે, 'પોતાના બાળકને વિદાય આપનારા માતા-પિતાની પીડાનું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. પુત્રએ પોતાના પિતા અગાઉ ન જવું જોઈએ. હું અને કિરણ તૂટી ગયા છીએ. બસ એટલું જ વિચારી રહ્યા છીએ કે અમારો પુત્ર તો જતો રહ્યો, પરંતુ જે લોકો અમારા વેદાંતામાં કામ કરે છે એ બધા અગ્નિવેશ જ તો છે. એ બધા અમારા પુત્ર-પુત્રીઓ છે. અગ્નિવેશે મેયો કોલેજ, અજમેરમાં અભ્યાસ કર્યો. તેની ખૂબ જ સ્ટ્રોંગ પર્સનાલિટી હતી. તે બોક્સિંગ ચેમ્પિયન, હોર્સ રાઇડિંગના શોખીન અને શાનદાર મ્યુઝિશિયન હતો. અગ્નિવેશે Fujairah ગોલ્ડ જેવી શાનદાર કંપની ઊભી કરી. તેઓ હિંદુસ્તાન ઝિંકના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.'

RTO-Sona-Chandel1
divyahimachal.com

49 વર્ષીય અગ્નિવેશ વેદાંતા ગ્રુપની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના ડિરેક્ટર મંડળમાં સામેલ હતા. તેઓ અમેરિકામાં સ્કીઇંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને ઉપચાર વચ્ચે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું હતું. અનિલ અગ્રવાલના 2 બાળકોમાં દિવંગત પુત્ર અગ્નિવેશ ઉપરાંત પુત્રી પિયાનો સમાવેશ થાય છે. પ્રિયા વેદાંતના ડિરેક્ટર મંડળમાં છે અને હિંદુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘અગ્નિવેશ અગ્રવાલનું અકાળે નિધન ખૂબ જ ચોંકાવનારું અને અત્યંત દુઃખદ છે. હું પ્રાર્થના કરું છુ કે તમને અને તમારા પરિવારને આ મુશ્કેલ સમયમાં દુઃખ સહન કરવાની નિરંતર શક્તિ અને સાહસ મળે. ઓમ શાંતિ

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.