ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના નામ પર બબાલ, , મનોજ બાજપેયીએ કહ્યું- ‘હું ભાવનાઓને સમજું છું...’

નેટફ્લિક્સે તાજેતરમાં જ લગભગ 20 નવી ફિલ્મો અને સીરિઝની જાહેરાત કરી હતી, જેમાં ફિલ્મ નિર્માતા નીરજ પાંડેની ઘૂસખોર પંડતનો પણ સમાવેશ થાય છે. ફિલ્મની જાહેરાત થતા જ રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્મ સામે FIR દાખલ કરવાનો આદેશ આપી દીધો છે.

આ દરમિયાન, લખનૌના સેન્ટ્રલ ઝોનના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ઘૂસખોર પંડતના ડિરેક્ટર અને તેમની ટીમ (અજ્ઞાત) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના DCP વિક્રાંત વીર અનુસાર, આ વેબ સીરિઝની સામગ્રી જાતિ આધારિત અપમાન, સામાજિક આક્રોશ અને શાંતિ ભંગ થવાની શક્યતા છે. આને બધુ ધ્યાનમાં રાખતા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Ghooskhor Pandat
indiatoday.in

વિવાદ પર શું બોલ્યો મનોજ બાજપેયી?

ફિલ્મ ઘૂસખોર પંડતના શીર્ષકને લઈને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. પંડિત અને બ્રાહ્મણ સમુદાયના લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેની રીલિઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અથવા તો ફિલ્મનું શીર્ષક બદલવું જોઇએ અથવા તેને રીલિઝ ન કરવી જોઈએ. તાજેતરમાં જ, ફિલ્મના દિગ્દર્શક નીરજ પાંડેએ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું.

https://twitter.com/BajpayeeManoj/status/2019650844657135691?s=20

હવે, ફિલ્મના મુખ્ય અભિનેતા, મનોજ બાજપેયીએઘૂસખોર પંડતને લઈને થઈ રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘હું એ બધી ભાવનાઓ અને ચિંતાઓને સમજું છું, જે લોકો જણાવી રહ્યા છે. હું તેમને ગંભીરતાથી લઉં છું. જ્યારે તમે કોઈ વસ્તુમાં સામેલ હોવ છો, જે કેટલાક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે વ્યક્તિ રોકાય છે અને ધ્યાનથી સાંભળે છે. એક અભિનેતા તરીકે, હું ફિલ્મમાં માત્ર પોતાની ભૂમિકા અને કહાની દ્વારા આવું છું. મારા માટે, આ ભૂમિકા નબળા વ્યક્તિની હતી, જે ધીમે-ધીમે પોતાને સમજે છે અને વધુ સારો બને છે.

ઘૂસખોર પંડતના મેકર્સનો શું નિર્ણય છે?

મનોજ બાજપેયીએ નિર્માતાઓના નિર્ણયનો સાથ આપતા કહ્યું કે, ‘આનો હેતુ કોઈપણ સમુદાય પર ટિપ્પણી કરવાનો નહોતો. નીરજ પાંડે સાથે કામ કરવાનો મારો અનુભવ એ રહ્યો છે કે, ‘તેઓ પોતાની ફિલ્મો ખૂબ જ ગંભીરતા અને કાળજી સાથે બનાવે છે. ફિલ્મ નિર્માતાઓએ લોકોની ભાવનાઓને જોતાં પ્રમોશનવાળી બધી વસ્તુ, જેમાં પોસ્ટર, વીડિયો સામેલ છે, તેને હટાવી દીધા છે. આ બતાવે છે કે તેઓ આ ચિંતાઓને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે.

Ghooskhor Pandat
ndtv.com

મનોજ બાજપેયી ફિલ્મ ઘૂસખોર પંડતમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. તેમની સાથે-સાથે ફિલ્મમાં નુશરત ભરુચા, સાકિબ સલીમ, અક્ષય ઓબેરોય અને કીકુ શારદા જેવા અભિનેતા પણ સામેલ છે. આ ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.