6 મહિનામાં જ પાકિસ્તાનનો સાથ છોડી દેનારા ગેરી કર્સ્ટને પાકિસ્તાનની પોલ ખોલી

જ્યારે પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરે છે, ત્યારે મુખ્ય કોચની સૌથી પહેલા ટીકા થાય છે. જો કે, જો ટીમ ભૂલથી પણ સારું પ્રદર્શન કરે, તો કોચ સિવાય બધાને પ્રશંસા મળે છે. હવે, ગેરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કામની પદ્ધતિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. 2011માં, જ્યારે ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ગેરી કર્સ્ટન મુખ્ય કોચ હતા. તેમણે 2024 T20 વર્લ્ડ કપ પહેલા મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પાકિસ્તાની ટીમના મુખ્ય કોચની જવાબદારી પણ સંભાળી હતી, પરંતુ તેમને માત્ર છ મહિનામાં જ આ પદ છોડવું પડ્યું હતું. હવે, ગેરીએ પોતાનો અનુભવ શેર કર્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સાચા સ્વભાવને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

Gary-Kirsten4
hindustantimes.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ વ્હાઇટ-બોલ હેડ કોચ ગેરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની આકરી ટીકા કરી છે. તેમણે PCBની કામ કરવાની પદ્ધતિને ખુબ જ ખરાબ બતાવી હતી અને કહ્યું કે ત્યાં તમારા ધંધાકીય સમ્માનનો સંપૂર્ણ અભાવ છે. કર્સ્ટને અચાનક જ પાકિસ્તાનના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું. હવે, તેમણે સૂચન આપ્યું કે, PCB ચેરમેન મોહસીન નકવીના નેતૃત્વ હેઠળ બનેલા આ વાતાવરણને કારણે સતત સફળતા પ્રાપ્ત કરવી લગભગ અશક્ય બની ગઈ હતી.

Gary-Kirsten2
abplive.com

શ્રીલંકાના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના થોડા દિવસો પછી, કર્સ્ટને પાકિસ્તાન સાથેના તેમના મુશ્કેલ કાર્યકાળ વિશે ખુલ્લેઆમ વાત કરી. એક સ્પોર્ટ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે બતાવ્યું હતું કે, તેમણે માત્ર છ મહિના પછી મુખ્ય કોચનું પદ કેમ છોડી દીધું.

Gary-Kirsten1
indianexpress.com

કર્સ્ટને કહ્યું, 'મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે, કેટલી હદ સુધી તેમાં દખલગીરીનું પ્રમાણ હતું. મને નથી લાગતું કે મેં આ સ્તરની દખલગીરી પહેલાં ક્યારેય જોઈ છે. શું તેનાથી મને આશ્ચર્ય થયું? મને ખબર નથી, પરંતુ તે ખરેખર આઘાતજનક હતું.'

તેમણે કહ્યું, 'જ્યારે બહારથી અવાજ ખુબ વધી જાય છે, ત્યારે કોચ માટે અંદર આવીને ખેલાડીઓ સાથે કામ કરવાનો માર્ગ શોધવો ઘણો ખૂબ મુશ્કેલ હોય છે. તે કડક હતું અને નબળા પ્રદર્શન વગેરે માટે ઘણી બધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.'

Gary-Kirsten
indiatv.in

તેમણે આગળ ઉમેર્યું, 'એક કોચ તરીકે, જ્યારે ટીમ સારું પ્રદર્શન નથી કરતી, ત્યારે તમે સૌથી સરળ લક્ષ્ય બનો છો, તેથી લોકો કહે છે, 'ચાલો કોચને હટાવી દઈએ' અથવા 'ચાલો કોચ પર પ્રતિબંધ મૂકી દઈએ', કારણ કે જ્યારે ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી હોય ત્યારે તે કામ કરવું સૌથી સરળ હોય છે. મારા મતે, તે ઉંધી અસર પાડે છે. તો પછી કોચને રાખો છો શા માટે?'

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.