ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ચીને ગ્રીન ટેક્નોલોજી અને મહત્ત્વપૂર્ણ ખનિજોના બજાર પર એકાધિકાર કબજો જમાવ્યો છે. આ ખેંચતાણ વચ્ચે દુનિયા એક નવો અને સુરક્ષિત માર્ગ શોધી રહી હતી. આ શોધને પૂર્ણ કરવા અને ચીન-અમેરિકા પરની નિર્ભરતાને નાબૂદ કરવા માટે 3 મોટા દેશો એક થયા છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ACITI એટલે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત ટેક્નોલોજી અને ઇનોવેશન ટ્રાએંગલ નામનું એક નવું અને શક્તિશાળી એલાયન્સ બનાવ્યું છે. આ નવો ટ્રાએંગલ માત્ર એક સોદો નથી, પરંતુ તે વૈશ્વિક ગ્રીન સપ્લાય ચેઇનના સમગ્ર ગેમને બદલવાનો છે.

આજના વિશ્વમાં પ્રગતિનો અર્થ ક્લીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, સૌર પેનલ અને વિન્ડ ટર્બાઇન છે. આ બધાને લિથિયમ, કોબાલ્ટ, ગ્રેફાઇટ અને રેર અર્થ મિનરલ્સ જેવા ખનિજોની જરૂર પડે છે. સમસ્યા એ છે કે આ ખનિજોને કાઢવા અને શુદ્ધ કરવા માટે ચીનનો બજાર પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે. ચીન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોલાઇઝરના પુરવઠાને પણ નિયંત્રિત કરે છે. બીજી તરફ, અમેરિકાએ તેની નવી નીતિઓ અને ટેરિફ દ્વારા વૈશ્વિક વેપારને ડરાવી દીધો છે. એક દેશ (ચીન) પર સંપૂર્ણ નિર્ભર રહેવું વિશ્વ માટે એક જોખમ બની ગયું છે. ACITI એલાયન્સ આ જ એક-દેશ નિર્ભરતાને તોડવા માટે એક અચૂક હથિયાર છે.

new-trilateral-partnership

કેવી રીતે કાર્ય કરશે આ નવો ટ્રાએંગલ?

આ એલાયન્સ ત્રણેય દેશોની વિવિધ શક્તિઓને જોડીને એક સુપર-પાવરફુલ સપ્લાય ચેઇન બનાવશે. આ ભાગીદારીનું ધ્યાન ક્લીન એનર્જી, મહત્ત્વપૂર્ણ ખનિજો અને લાંબા ગાળાની આર્થિક સુરક્ષા પર રહેશે.

ઓસ્ટ્રેલિયાની તાકાત: ઓસ્ટ્રેલિયા વિશ્વમાં લિથિયમનું સૌથી મોટો ઉત્પાદક છે, જે તેને લીડર બનાવે છે. લિથિયમ એ તમામ પ્રકારની બેટરી બનાવવા માટે વપરાતી પ્રાથમિક ધાતુ છે.

કેનેડાની તાકાત: કેનેડા પાસે મહત્ત્વપૂર્ણ ખનિજોનો વિશાળ ભંડાર છે અને તે ગ્રીન ટેક્નોલોજી વિકસાવવા માટે ભારે ભંડોળ અને નીતિઓમાં રોકાણ કરી રહ્યું છે.

ભારતની તાકાત: ભારત વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે. ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરવાનો વિશાળ લક્ષ્યાંક નક્કી કર્યો છે. આનો અર્થ એ કે ભારતમાં આ નવી ટેક્નોલોજીની સૌથી વધુ માંગ છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાનો કાચો માલ, કેનેડાની ટેક્નોલોજી અને ભંડોળ, અને ભારતનું વિશાળ બજાર અને ઉત્પાદન સ્કેલ એકસાથે આવશે, ત્યારે આ ત્રિપુટી ચીનના એકાધિકાર સામે સીધો અને મજબૂત પડકાર ઉભો કરશે.

new-trilateral-partnership2
en.yenisafak.com

ફક્ત નફો નહીં પૃથ્વીને બચાવવાનો ધ્યેય

ઘણીવાર આવા મોટા એલાયન્સ ફક્ત પૈસા કમાવવા માટે બનાવવામાં આવે છે, પરંતુ ACITIનો અભિગમ અલગ છે. આ એલાયન્સ સામેનો સૌથી મોટો પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે તેઓ ફક્ત સ્માર્ટફોનના ઉત્પાદન અથવા AIના પરપોટામાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરે. આ ટ્રાએંગલનો સાચો ધ્યેય સારા માટે ટેક્નોલોજી બનાવવાનો છે. આ પહેલ હેઠળ, ત્રણેય દેશો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખનિજ ખાણકામ કેવી રીતે કરી શકાય તે શોધવા માટે સાથે મળીને કામ કરશે. જૂની બેટરીઓ અને ઇલેક્ટ્રોનિક કચરામાંથી લિથિયમ, કોબાલ્ટ અને તાંબુ કેવી રીતે પુનઃપ્રાપ્ત કરવું. આ એલાયન્સ એક સર્ક્યૂલર ઈકોનોમી એટલે કે  અહી વસ્તુઓ બરબાદ ન થાય, પરંતુ વારંવાર ઉપયોગ થાય, આ નીતિને પ્રોત્સાહન આપશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.