AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

હજીરા - સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે. જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.

આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે. આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે. કંપનીની આ નવી સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો એક સશક્ત અને સ્વયંસંચાલિત ચક્ર ઊભું કરશે, જે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સતત અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.

 કેઇચી ઓનોએ હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઈને અહીં ચાલી રહેલી વિશાળ સ્તરની કામગીરી અને સુરતના ઔદ્યોગિક વિકાસની ગતિને નજીકથી નિહાળી. જાપાનના રાજદૂત કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.

મહામહિમ કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”

 દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”

નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

About The Author

Related Posts

Top News

UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં અગાઉના આંકડાઓની સરખામણીમાં 18 લાખ 84 હજાર મતદારોનો...
National 
UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

જો તમે તમારી કાર કે અન્ય કોઈ વાહનનો થર્ડ-પાર્ટી વીમો રિન્યૂ કરવાનું ભૂલી ગયા હોવ અને નેશનલ હાઈવે પર મુસાફરી...
National 
ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

મધ્યપ્રદેશમાં, 2થી વધુ બાળકો ધરાવતા લોકો પણ સરકારી નોકરી માટે પાત્ર રહેશે. બુધવારે મંદસૌરના ગાંધી સાગર ખાતે CM ...
National 
હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

સોનામાં ભેળસેળ કરવાનો 'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?

સોનામાં ભેળસેળ કરવાની એક નવી પદ્ધતિ સામે આવી છે, જેની ઓળખ સામાન્ય તપાસમાં પકડવી મુશ્કેલ છે. સોનામાં ભારે ધાતુઓનો...
Business 
સોનામાં ભેળસેળ કરવાનો  'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.