PM મોદીનો સૂટ 4.31 કરોડમાં લેનારા 500 રૂપિયા લઈને સુરત આવેલા ધર્મનંદન ડાયમંડના માલિક લાલજી પટેલે જણાવી સફળતાની કહાની

‘મન હોય તો માળવે જવાય’ એવી કહેવત તો તમે સાંભળી જ હશે. આને ચરિતાર્થ કરતાં સુરતના જાણીતા બિઝનેસમેન લાલજી પટેલની વાત આજે આ આર્ટીકલમાં લઈને આવ્યા છીએ. જે આપ સૌને વાંચવાની ખૂબ ગમશે. લાલજી પટેલે 1970માં 10મું ધોરણ પાસ કર્યું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, લાલજીભાઇ પટેલનો જન્મ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડીમાં 28 નવેમ્બર 1955માં થયો હતો. તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી. પિતા ખેડૂત હતા. તેઓ 1-8 ધોરણ ઉગામેડી ગામમાં જ ભણ્યા અને ધોરણ 9-10 રાજકોટ ગુરુકુળમાં રહીને અભ્યાસ કર્યો. તેમનો અભ્યાસ 10 સુધીનો જ છે. પરિવારની આર્થિક સ્થિત બહુ સારી નહોતી એટલે બીજી કોઇ સુવિધાનો વિ ચાર પણ થઇ શકે તેમ નહોતો, પરંતુ બાળપણમાં જ તેમને કદાચ ઈશ્વરે એક ભેટ આપેલી અને એ ભેટ હતી ધગશ.

10મું ધોરણ પત્યા પછી પિતાએ કહ્યું કે હીરાના ધંધામાં જવું જોઇએ. એટલે ભાવનગર હીરા ઘસવાનું શીખવા ગયા. જે હીરા ઘસવામાં બીજા લોકોને 4 મહિના લાગતા હતા તે એક જ મહિનામાં શીખી ગયા. તે વખતે હીરાને ઘાટ આપવાનું શીખ્યા હતા અને કદાચ ત્યાં જ જિંદગીનો ઘાટ પણ ઘડાઇ રહ્યો હતો. નવેક મહિના ભાવનગર રહ્યા પછી વતન ઉગામેડીમાં કારખાનામાં કામ કર્યું. ત્યારબાદ 1973માં સુરતને કર્મભૂમિ બનાવી અને સૈયદપરા વિસ્તારમાં આવેલી બોરડી શેરીમાં એક કારખાનામાં હીરા ઘસવા બેઠા. સુરતમાં એ જમાનામાં હીરાના ખાસ કારખાના નહોતા. માત્ર સૈયદપરા, હરીપરા, મહિધરપરા વિસ્તારમાં થોડા કારખાના હતા. તે વખતે વરાછા, કતારગામ કે અશ્વનીકુમાર વિસ્તારોમાં કારખાનાની શરૂઆત નહોતી થઇ. બોરડી શેરીના કારખાનામાં લગભગ 2 વર્ષ કામ શરૂ કર્યું અને એ પછી મહિધરપરા થોભાશેરીમાં 2 ઘંટીથી પોતાનું કારખાનું શરૂ કર્યું. ત્યાર પછી કાછિયા શેરી અને એ બાદ પંડોળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં હીરાનું કારખાનું શરૂ કર્યું હતું.

lalji-patel1
youtube.com

1985માં જ્યારે કારખાનું ચાલતું ત્યારે શ્રીજી જેમ્સ નામ રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ 1993માં ધર્મનંદન ડાયમંડ નામ રાખ્યું. 2004માં કતારગામ વિસ્તારમાં ડાયમંડની આધુનિક અને આંતરારાષ્ટ્રીય કક્ષાની ડાયમંડ ફૅક્ટરી ઊભી કરી. સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા લાલજીભાઈ તુલસીભાઈ પટેલ ડાયમંડ કંપની 'ધર્મનંદન ડાયમંડ્સ'ના સ્થાપક અને ચેરમેન છે. લાલજીભાઈએ દાયકાઓની મહેનત અને પ્રામાણિકતાના બળે હીરા ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે; સાથે જ સૌરાષ્ટ્રમાં જળસંચય અભિયાન અને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં પણ તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખ્યાત સૂટની હરાજીમાં 4.31 કરોડ રૂપિયાની સર્વોચ્ચ બોલી લગાવીને દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. તેમના પરિવારની વાત કરીએ તો, ધર્મપત્ની તેમજ પુત્રો હિતેશભાઈ અને ભાવેશભાઈ સહિતનો સમગ્ર પરિવાર પણ તેમની સામાજિક અને વ્યાપારિક સફરમાં સક્રિય રીતે જોડાયેલો છે, જેમાં તેમના પુત્રો 'ધર્મનંદન ડાયમંડ'નો વહીવટ સંભાળી રહ્યા છે.

એક સમયે સામાન્ય હીરાઘસુથી કામ શરૂ કરનારા લાલજી પટેલની કંપની આજે 7000નું વાર્ષિક ટર્નઓવર કરે છે. તેમની પાસે પ્રાઇવેટ ડબલ એન્જિન જેટ અને બેન્ટલી-રેન્જ રોવર જેવી 15 થી 20 લક્ઝુરિયસ કારોનો કાફલો છે. સંપત્તિ સર્જન અને ધન કમાવવા માટેનો ગુરુમંત્ર આપતાં કહ્યું કે, સંપત્તિ સર્જનનો જીવતો જાગતો દાખલો નરેન્દ્રભાઈ મોદી છે. જે 24 કલાકમાંથી 18 કલાક અથાક પરિશ્રમ કરે છે. જો કોઈપણ વ્યક્તિ બિઝનેસ કે સમાજસેવામાં આટલી ધગશથી મહેનત કરે તો તેને સફળતા મળ્યા વિના રહેતી જ નથી. ગીતાનું સૂત્ર છે - 'કર્મ કિયે જા, ફલ કી ઈચ્છા મત કર'. મહેનત આપણા હાથમાં છે અને ફળ ઈશ્વરના હાથમાં છે.

lalji-patel2
youtube.com

શરૂઆતના દિવસોમાં અમને વેપાર માટે કોઈ ધિરાણ આપવા તૈયાર નહોતું. કોઈની ઓફિસે જઈએ તો 2-2 ઓળખાણો આપવી પડતી. અંદરથી એમ થતું કે મૂડી મળે તો વધુ કમાઈ શકીએ, પણ કોઈ વિશ્વાસ નહોતું મૂકતું. આવી પરિસ્થિતિ વચ્ચે અમે એક જ નિયમ રાખ્યો કે, 100% નીતિમત્તા અને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ. ધીમે ધીમે બજારમાં શાખ બંધાતી ગઈ અને સફળતાના દરવાજા આપોઆપ ખૂલતા ગયા.

લાલજીભાઇએ કહ્યું કે 10મુ ધોરણ પાસ કર્યા બાદ પિતા સાથે કાલા-કપાસના વેપારમાં જોડાયો હતો. હું 1975માં પહેર્યા કપડે, ખિસ્સામાં માત્ર ટિકિટ-ભાડું અને લોજના ખર્ચ પેટે 500 રૂપિયા રાખી સુરત આવ્યો હતો. સુરતમાં 2-3 વર્ષ સુધી ઘંટી ઉપર હીરા ઘસવાનું કામ કર્યું. 3 વર્ષની મજૂરી બાદ સાઈડમાં પોતાનું કંઈક શરૂ કરવાનો વિચાર આવ્યો અને 1977માં માત્ર 2 ઘંટીથી પોતાના ધંધામાં ઝંપલાવ્યું. ધીમે-ધીમે હીરા બજારમાં પગપેસારો કર્યો અને આજે ધર્મનંદન ડાયમંડ વૈશ્વિક સ્તરે પહોંચી છે.

lalji-patel3
youtube.com

ઘરના લકી લક્ષ્મીજી અંગે કહે છે કે, કોઈ વ્યક્તિનું નામ આપવા કરતા હું કહીશ કે અમારા ઘરના લકી લક્ષ્મીજી માત્ર ને માત્ર 'નીતિ મત્તા' છે. જો તમારી પાસે નીતિ હશે તો લક્ષ્મીજી આપોઆપ તમારા ઘરે પધારશે. વર્ષ 2000 સુધી અમારી સફર સામાન્ય રહી, પરંતુ 2000 પછી અઢળક પૈસા મળ્યા. નીતિની લક્ષ્મી આવે ત્યારે સદવિચારો જ આવે છે અને સમાજ ઉપયોગી કાર્યો કરવાનો આત્મસંતોષ મળે છે. પૈસો વ્યવસ્થા માટે જરૂરી છે, પણ અંતિમ લક્ષ્ય નથી. માણસ ગમે તેટલો મોટો આસામી હોય પણ બીમાર પડે ત્યારે પૈસા નહીં, નીતિ અને પુણ્ય કામ આવે છે. આજના યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું કે, યુવાનોએ સૌથી પહેલાં કોઈપણ પ્રકારના વ્યસનોથી દૂર રહેવું જોઈએ. શોર્ટકટ શોધવાને બદલે નીતિમત્તાથી કામ કરવું અને લક્ષ્ય નક્કી કરીને રાત-દિવસ એક કરી દેવા. જો પરિશ્રમ પ્રામાણિક હશે તો સફળતા 100% તમારા કદમ ચૂમશે.

સંપત્તિ અને સફળતાને કેવી રીતે પચાવવી તે અંગે માર્મિક વાત કરતાં તેમણે કહ્યું કે, જ્યારે આંબા પર ફળ આવે છે ત્યારે તેની ડાળીઓ આપોઆપ નીચે ઢળે છે. બસ, એવી જ રીતે માણસ પાસે સંપત્તિ આવે એટલે તેણે જમીન પર રહેતાં શીખવું જોઈએ. સફળતા મળ્યા પછી ક્યારેય ચગી ન જવું કે નાના માણસને હડધૂત ન કરવો. માણસ જ્યારે પોતાની જૂની પરિસ્થિતિ ભૂલી જાય છે ત્યારે જ તે ભટકે છે. નાનપણમાં સૌરાષ્ટ્રમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, એ દિવસો યાદ રાખીએ તો મન ક્યારેય ચલાયમાન થતું નથી.

lalji-patel6
youtube.com

રૂપિયાની સાચી વેલ્યૂ અંગે વાત કરતાં લાલજીભાઈએ જણાવ્યું કે, જ્યારે અમે 28 વર્ષના હતા અને 1977માં વેપાર શરૂ કર્યો, ત્યારે માત્ર 1 લાખ રૂપિયા ભેગા કરવાનું સપનું હતું. 5 વર્ષની મહેનત પછી 1980-81માં જ્યારે 1 લાખની મૂડી થઈ ત્યારે લાગ્યું કે હવે આખી જિંદગી કોઈ વાંધો નહીં આવે! પછી મહેનત વધારી અને 1 કરોડ થયા ત્યારે પણ સંતોષ હતો. સાચું કહું તો આજે જેટલી સંપત્તિ છે એના કરતાં તે સમયે ઓછી સંપત્તિમાં આનંદ વધારે હતો. 1 લાખ રૂપિયા કમાયાનો જે હર્ષ હતો તે લેવલ આજના અબજો રૂપિયામાં નથી.

About The Author

Related Posts

Top News

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ...
Politics 
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

1 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિશાળ...
Gujarat 
રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

કોને ઊંઘવાનું પસંદ ન હોય? પહેરવાનું સોનુ નહિ પરંતુ 'ઊંઘ વાળું'. ઓફિસ જતા પહેલા 5 મિનિટની વધારાની...
National 
બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે

E20 પેટ્રોલને લગતો એક નવો વિવાદ વધી રહ્યો છે. કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે...
Tech and Auto 
E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.