UPSC નોટિફિકેશનમાં અસંખ્ય ખોટી જોડણીઓ છપાઈ! Examinationની સ્પેલિંગ પણ બરાબર નથી લખાઈ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)4 ફેબ્રુઆરી, 2026ના રોજ 2026ની CSE અને IFS પરીક્ષાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું. જોકે, આ નોટિફિકેશનમાં અસંખ્ય દેખાય તેવી જોડણીની ભૂલો અને ટાઇપિંગની ભૂલોને કારણે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ-ઉમેદવારો પાસેથી પુરી ચોકસાઈની અપેક્ષા રાખતી બંધારણીય સંસ્થાની આ બેદરકારીથી પરેશાન અને ગુસ્સે બંને છે. આ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

UPSC2
livehindustan.com

933 સિવિલ સર્વિસ હોદ્દા માટે બહાર પડેલી આ નોટિફિકેશનમાં પરીક્ષા કેલેન્ડર, અરજી કરવાની અંતિમ તારીખ (24 ફેબ્રુઆરી), પ્રિલિમ્સ તારીખ (24 મે) અને મુખ્ય પરીક્ષા (21 ઓગસ્ટ) જેવી મહત્વપૂર્ણ માહિતી શામેલ હતી. જોકે, નોટિફિકેશન બહાર પડતાની સાથે જ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફરવા લાગ્યા. વારંવાર દેખાતી ભૂલો જોઈને, ઉમેદવારોએ પ્રશ્ન કરવાનું શરૂ કર્યું કે આટલો મહત્વપૂર્ણ દસ્તાવેજ પ્રૂફરીડિંગ વિના કેવી રીતે બહાર પાડવામાં આવ્યો.

નોટિફિકેશનમાં એટલી બધી ભૂલો હતી કે કોઈ તેને અવગણી શકે નહીં. ઘણા શબ્દો વારંવાર ખોટી જોડણીવાળા હતા. ઉદાહરણ તરીકે, 'Examinaiton' માટે સાચો શબ્દ 'Examination' હોવો જોઈએ, અને આ ભૂલ પાના 2, 17 અને 156 પર પુનરાવર્તિત થઈ હતી.

UPSC1
india.com

તે જ રીતે, 'Candidate' શબ્દની જગ્યાએ ઘણા પાના (પાના 1, 18, 24 અને 156) પર 'Cadidate' છાપવામાં આવ્યો હતો. પાના 6 પર 'Statuary' ખોટી જોડણી હતી, જ્યારે સાચો શબ્દ 'Statutory' છે. ચોંકાવનારી વાત એ છે કે, સરકારી પ્લેટફોર્મ, PRATIBHA Setu Portalનું નામ પણ 'PRABITHA Setu portal' ખોટી જોડણી સાથે લખાયેલું હતું.

પાના 7 પર 'Functinal'ને બદલે 'Functional' અને 'Bechmark'ને બદલે 'Benchmark' હોવું જોઈતું હતું. પાના 8 પર 'Abbriviations' ખોટી જોડણી હતી, જ્યારે સાચો શબ્દ 'Abbreviations' છે. પાના 9 પર, શહેરનું નામ 'Kolkatta' લખાયું હતું, જ્યારે સાચો શબ્દ 'Kolkata' છે. આ ઉપરાંત, નોટિફિકેશનમાં 'Undersighned'ની જગ્યાએ 'Undersigned', 'Beynd'ની જગ્યાએ 'Beyond' અને 'Forefeit'ની જગ્યાએ 'Forfeit' લખેલું હોવું જોઈતું હતું.

UPSC3

જે ઉમેદવારોએ નિબંધ અને નીતિશાસ્ત્રના પેપર માટે વર્ષોથી ભાષા અને વ્યાકરણને સંપૂર્ણ બનાવવામાં વિતાવ્યું છે, તેમના માટે UPSCના સત્તાવાર દસ્તાવેજમાં આવી મૂળભૂત જોડણીની ભૂલો શોધવી અત્યંત અજીબ લાગતું હતું. UPSCની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને, ઉમેદવારો કહે છે કે, આ ફક્ત ટાઇપિંગ ભૂલ નથી, પરંતુ સંસ્થાકીય શિસ્તનો અભાવ દર્શાવે છે.

લોકો સોશિયલ મીડિયા પર આ UPSCની આ ભૂલો પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ લખ્યું છે કે, UPSC પરીક્ષાઓ એટલી કડક હોય છે કે OMR શીટ પર ખોટો બબલ ભરવા જેવી નાની ભૂલ પણ સમગ્ર પ્રયાસને અમાન્ય કરી દે છે. અરજી ફોર્મમાં કોઈપણ ખોટી વિગતોને કારણે ફોર્મને અસ્વીકારવામાં આવે છે, અને નિબંધ પેપરમાં જોડણી અને વ્યાકરણની ભૂલો પર તરત જ ગુણ કાપી નાખવામાં આવે છે.

UPSC4

કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે, જે સંસ્થા ઉમેદવારો પાસેથી આટલી કડક ચોકસાઈની અપેક્ષા રાખે છે તે આવી મૂળભૂત જોડણીની ભૂલો કેવી રીતે કરી શકે છે. વપરાશકર્તાઓએ પ્રશ્ન કર્યો કે, શું સૂચના બહાર પાડતા પહેલા કોઈ સંપાદકીય ચકાસણી કરવામાં આવી ન હતી. શું કોઈ કાનૂની કે ગુણવત્તાયુક્ત સમીક્ષા નહોતી? ચાલો આ વાયરલ પોસ્ટ્સમાંથી કેટલીક જોઈ લઈએ, જ્યાં લોકો પોતાનો ગુસ્સો અને કટાક્ષ બંને વ્યક્ત કરી રહ્યા છે.

UPSCની સૂચના ફક્ત એક માહિતી પત્રક જ નથી હોતી. તે એક કાયદેસર રીતે મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે, જે લાખો ઉમેદવારો માટે પાત્રતા, ફી, તારીખો અને પરીક્ષાના નિયમો નક્કી કરે છે.

પરંતુ આ વખતે, બહાર પાડવામાં આવેલ આ દસ્તાવેજ અસંખ્ય ભૂલો, ખોટી જોડણી અને અનેક પાનાઓમાં પથરાયેલા અસંગત પ્રસ્તુતિથી ભરેલો દેખાયો. આના કારણે એક એવી સંસ્થા વિશે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, જેને વહીવટી શ્રેષ્ઠતાનું પ્રતીક માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.