કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?

છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, બંગાળમાં કટ-મનીના આરોપો CM મમતા બેનર્જીને ઊંઘવા નથી દેતા. લગભગ દરેક BJP નેતા તેમની રેલીઓમાં કટ-મનીનો ઉલ્લેખ કરીને TMC પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. હવે, UPના CM યોગી આદિત્યનાથે બંગાળમાં એક રેલીમાં ગર્જના કરી છે કે, આ લોકોએ (TMC) જનતા માટે, યુવાનો માટે, દીકરીઓ અને બહેનો માટે ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. BJP આનો અંત લાવશે. જે લોકોએ છેલ્લા 15 વર્ષથી બંગાળની ઓળખને એક ભયના વાતાવરણમાંથી પસાર કરાવ્યું હોય, જેમણે બંગાળને આતંક અને માફિયાની કટ-મની અને ભ્રષ્ટાચારના કેન્દ્ર સ્થાનમાં ફેરવી દીધી છે, તે TMC હવે ન રહેવી જોઈએ.

CM-Mamata-Banerjee2
abplive.com

આમ જોઈએ તો ભ્રષ્ટાચારની સમસ્યા દેશભરમાં છવાયેલી છે, પરંતુ બંગાળનો ઉલ્લેખ થતા આ કટ-મનીનો મુદ્દો હંમેશા ઉઠાવવામાં આવે છે. 2019ની ચૂંટણીમાં પણ બંગાળના એક NGO સહીત BJPના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, TMCના પંચાયત પ્રધાનથી લઈને TMCના ટોચના નેતાઓ સુધી કટ-મનીનો ભાગ દરેકની પાસે પહોંચે છે. 2020માં, PM નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે, કટ-મની બંધ કરવામાં આવશે, જેના કારણે બંગાળની સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ કરી રહી નથી. હવે, તમે જાણી લો કે આ કટ-મની શું છે?

CM-Mamata-Banerjee1
jansatta.com

હકીકતમાં તે એક બિનસત્તાવાર રીતે લેવાયેલું કમિશન છે. તમે તેને ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા કહી શકો છો. બંગાળના સ્થાનિક નેતાઓ પર તેમના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ માટે સરકારી ગ્રાન્ટમાંથી કટ મની માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કટ મની સંપૂર્ણપણે રોકડમાં લેવામાં આવે છે, અને પ્રાપ્ત થયેલા અથવા આપવામાં આવેલા પૈસાનો કોઈ લેખિત રેકોર્ડ નથી હોતો.

આ વાતને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ:- જો સરકાર કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ માટે રૂ 100 આપતી હોય છે, તો સ્થાનિક નેતા, જે ઘણી વખત ચૂંટાયા છે, કહેશે, 'હું ગ્રાન્ટ મેળવવામાં મદદ માટે તેમાંથી રૂ. 25 ચાર્જ લઇશ.' આ કટ મની પાર્ટીમાં એક ચેઇનની જેમ પાયાના નાના નેતાઓથી લઈને સૌથી વરિષ્ઠ નેતાઓ સુધી પહોંચે છે. આ રકમ કરોડોમાં પણ હોય શકે છે.

CM-Mamata-Banerjee
jansatta.com

2019માં, એક સમાચાર આવ્યા કે, TMC બૂથ પ્રમુખ ત્રિલોચન મુખર્જીએ 141 કાર્યકરો પાસેથી 8 મહિનાના વેતન માટે લીધેલા કટ મનીમાંથી 2.25 લાખ રૂપિયા પરત કર્યા છે. જોકે, કોઈ પણ એવો દાવો કરી શકે નહીં કે, બીજા કોઈપણ રાજ્યમાં કમિશન લેવાનું સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે.

PM નરેન્દ્ર મોદી (કૂચ બિહાર રેલી):- આ વખતે બંગાળમાં, એક તરફ, TMCના 'કટ મની' અને 'ભ્રષ્ટાચાર'નો ડર છે, અને બીજી તરફ, BJPમાં વિશ્વાસ છે, જે વિકાસને વેગ આપશે.

Amit-Shah1
navbharattimes.indiatimes.com

ગૃહમંત્રી અમિત શાહ (બાંકુરા) - હું એક વચન આપીને જઈ રહ્યો છું, અમે આખા બંગાળમાંથી CM મમતાના સિન્ડિકેટને ખતમ કરીશું. CM મમતા દીદીએ શું હાલ કરી નાખ્યો છે આ બંગાળનો! જો તમને સિમેન્ટ જોઈતી હોય, તો તમારે સિન્ડિકેટને કટ મની ચૂકવવો, જો તમને પંખો જોઈતો હોય, તો સિન્ડિકેટ રસ્તામાં આવી જાય છે. જો તમને ઈંટો અને રેતી જોઈતી હોય, તો સિન્ડિકેટ રસ્તામાં આવી જાય છે. સિન્ડિકેટ બંગાળના લોકોનું લોહી ચૂસીને શાસન કરવાનું ચાલુ રાખે છે. હું આજે એમ કહીને જઈ રહ્યો છું કે, એકવાર CM મમતા બેનર્જીને હાંકી કાઢવામાં આવે અને BJPની સરકાર બને, તો અમે સિન્ડિકેટને ઉંધી લટકાવીને સીધી કરવા માટેનું કામ કરીશું.

નીતિન નવીન (BJP પ્રમુખ):- TMC એટલે... T-તોલાબાજ અને તુષ્ટિકરણ, M-માફિયા શાસન અને મહિલાઓ સામે અત્યાચાર, C-ભ્રષ્ટાચાર અને કટ-મનીના પૈસા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.