IPLની જેમ નવી લીગની જાહેરાત, 6 ટીમો ભાગ લેશે, જાન્યૂઆરી 2027થી શરૂઆત થશે

ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, USA અને દુબઈમાં થતી T20 લીગની સફળતા જોયા બાદ, ન્યૂઝીલેન્ડે હવે પોતાની T20 લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે નિર્ણય લીધો છે કે, હાલની સુપર સ્મેશ T20 ટૂર્નામેન્ટની જગ્યાએ 'NZ20' ફ્રેન્ચાઇઝ લીગ શરૂ થશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. આ 6 ટીમો IPLની જેમ અલગ-અલગ કંપનીઓની માલિકીની હશે, અને લીગ જાન્યુઆરી 2027માં શરૂ થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું છે કે આ ટૂર્નામેન્ટ માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ શરૂ કરવામાં આવશે.

NZ20
indiatvnews.com

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ લિન્ડને જણાવ્યું હતું કે, ‘બોર્ડ NZ20 લીગ પ્રસ્તાવમાં કેટલાક ફેરફારો જોવા માંગે છે. અને NZ20 સાથે મળીને કામ કરીને એ ખાતરી કરવા માંગીએ છીએ કે ઘરેલુ મહિલા T20 સ્પર્ધાને સામેલ કરવામાં આવે અને તેનું સમર્થન કરવામાં આવે. લિન્ડને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે દરેક ટીમમાં સ્થાનિક સુપરસ્ટાર હોવા જોઈએ, જેથી યુવા ક્રિકેટર તેમના હીરોને રમતા જોઈ શકે. નોંધનીય છે કે NZ20 લીગ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન, બોર્ડે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL)માં સામેલ થવાની શક્યતા પર ચર્ચા કરી હતી, પરંતુ બાદમાં તેણે આમ ન કરવાનો નિર્ણય લીધો.

NZ20
indiatvnews.com

T20 ફ્રેન્ચાઇઝ લીગ શરૂ કરવાથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટને ખૂબ ફાયદો લાભ થશે. જો ખાનગી રોકાણકારો આ લીગમાં રોકાણ કરશે તો ન્યૂઝીલેન્ડ બોર્ડને ચોક્કસ નાણાકીય લાભ થશે સાથે જ, 'કિવી' ટીમને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ પણ મળશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં પૈસા વધુ આવવાથી લોકોની ક્રિકેટમાં વધુ રસ વધશે. ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ કરતા જ્યારે રગ્બી વધુ લોકપ્રિય છે, જો આર્થિક રીતે ક્રિકેટ મજબૂત થશે ક્રિકેટના ફોલોઅર્સમાં પણ વધારો થશે.

IPL2
ipl.com

BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) લોન્ચ કરીને નાણાકીય ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વના દરેક અન્ય ક્રિકેટ બોર્ડને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગ (BBL)નું આયોજન કરે છે, ઇંગ્લેન્ડમાં 'ધ હંડ્રેડ' ટૂર્નામેન્ટ રમાય છે, બાંગ્લાદેશ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL), દક્ષિણ આફ્રિકામાં SA20, અને પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) રમાય છે. આ બધી ટૂર્નામેન્ટો દ્વારા છુપાયેલી પ્રતિભા સામે આવે છે. ન્યૂઝીલેન્ડની નવી લીગમાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.