ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ACBએ નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળાને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા બાબૂઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં આ કચેરી અને તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ ACBની જાળમાં સપડાઈ ચૂક્યા છે.

deputy-mamalatadar1
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને ACB4.50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ACBએ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ છટકું ગોઠવ્યું હતું અને તેમાં તેઓ ફસાઈ ગયા. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

એક વ્યક્તિએ તેમના સંબંધીના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ભૂલ ન કાઢવા અને સારો અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર તરફથી પૂર્વ પટાવાળાએ 9.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝક બાદ પહેલા હપ્તા તરીકે 4.50 લાખ રૂપિયા આપવાના નક્કી થયા હતા. ફરિયાદીએ આ અંગે ACBને જાણ કરતા PI કે.કે. દેસાઈએ તેમની ટીમે સાથે છટકું ગોઠવ્યું હતું.

momos1
yummytummyaarthi.com

કોર્ટ પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસી જ્યારે આરોપીઓએ લાંચને લઇને વાતચીત કરી અને પછી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ ACBની ટીમ ત્રાટકી અને બંનેને દબોચી લીધા હતા. ACBએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને હાલ બંને આરોપીઓના નિવાસસ્થાની તપાસની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળવાની શક્યતા છે.

આ અગાઉ સોમવારે અમદાવાદમા 80 હજારનો માસિક પગાર મેળવતો રેલવે ક્લાર્ક 100 રૂપિયાની લાંચ લેતા ACBએ તેની ધરપકડ કરી હતી. ત્યારે ગુજરામાં વધતા જતા ભષ્ટાચારના કિસ્સાઓને ડામવા સરકારે યોગ્ય પગલાં લેવા જરૂરી બની ગયા છે.

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.