T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર એક ટેસ્ટ અને 3 મેચની ODI સીરિઝ રમશે. આ મેચ જૂનમાં રમાશે, અને BCCIએ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ પ્રવાસમાં એક એવી ટીમ ભારત આવી રહી છે, જેની સામે ભારતે હજુ સુધી ODI સીરિઝ રમી નથી. આ સીરિઝ ફેન્સ માટે ખૂબ જ રોમાંચક બનવાની છે.

ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે

BCCI2026માં અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસ જૂન 2026માં થશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ અને 3 વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) મેચનો સમાવેશ થશે. આ પ્રવાસ એક ટેસ્ટ મેચથી શરૂ થશે, જે 6 થી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદીગઢમાં રમાશે. આ બંને દેશો વચ્ચે આ બીજી ટેસ્ટ મેચ હશે. આ અગાઉ બંને ટીમો વચ્ચે 2018માં ટેસ્ટ મેચ રમાઈ હતી, જે અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી.

team india
BCCI

ત્યારબાદ, ODI સીરિઝની શરૂઆત 14 જૂનથી થશે. આ બંને ટીમો વચ્ચેની આ પહેલી ODI સીરિઝ હશે. અગાઉ, બંને ટીમો ICC ઇવેન્ટ્સ અને એશિયા કપમાં જ ODI ફોર્મેટમાં જ એકબીજા સામે મેચો રમી હતી. આ મેચો ધર્મશાળા, લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક હશે, કારણ કે તેમને વિશ્વની ટોચની ટીમ સામે રમવાની તક મળશે. આ સીરિઝથી ભારતીય ટીમ પણ 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓની શરૂઆત પણ કરશે.

ભારત-અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ

એકમાત્ર ટેસ્ટ: 6 જૂનથી 10 જૂન (ચંદીગઢ)

પ્રથમ ODI: 14 જૂન 2026 (ધર્મશાળા)

બીજી ODI: 17 જૂન 2026 (લખનૌ)

ત્રીજી ODI: 20 જૂન 2026 (ચેન્નાઈ)

team india
BCCI

રોહિત અને વિરાટની થશે વાપસી

આ સીરિઝ ભારતીય ફેન્સ માટે ખૂબ જ ખાસ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. જોકે, BCCIએ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી. ટીમની પસંદગી IPL 2026 બાદ થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.