PCBએ નસીમ શાહને રૂ. 2 કરોડનો દંડ કેમ ફટકાર્યો? પોસ્ટથી મચાવ્યો હતો ખળભળાટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફાસ્ટ બોલર નસીમ શાહને 20 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નસીમ શાહ દ્વારા એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ના ઉદ્ઘાટન મેચમાં રાજકીય નેતાની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં, આ વિવાદ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં શરૂ થયો હતો, જ્યાં પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ PSLની પહેલી મેચ જોવા માટે રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.

મેચ અગાઉ, મરિયમ નવાઝને તમામ આઠ ફ્રેન્ચાઇઝી અને તેમના ખેલાડીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન, લાહોર કલંદર્સ અને નવી ટીમ હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાઈ હતી.

naseem-shah1
deccanherald.com

નસીમ શાહે શું પોસ્ટ કરી હતી

આ દરમિયાન, નસીમ શાહે 'X' (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘તેમની (મરિયમ નવાઝ) સાથે લોર્ડ્સની રાણી જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?’ આ ટિપ્પણીને મરિયમ નવાઝના સન્માનને લઈને ટીકા તરીકે જોવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તરત જ પોસ્ટ ડીલિટ કરવામાં આવી હતી, અને નસીમ શાહે દાવો કર્યો હતો કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

આ સ્પષ્ટતા છતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને કારણદર્શક નોટિસ ફટકારી. બોર્ડે કહ્યું કે નસીમે તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની શરતો, તેમજ મીડિયા નીતિ અને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 21 વર્ષીય બોલરે બિનશરતી માફી માંગી અને સોમવારે લાહોરમાં 3 સભ્યોની અનુશાસન સમિતિ સમક્ષ હાજર થયો હતો.

PCBએ સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે નસીમ શાહે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની ઘણી કલમોનું ઉલ્લંઘન કર્યું છે. બોર્ડે એમ પણ કહ્યું કે, ખેલાડીએ પોતાના સોશિયલ મીડિયા સલાહકારને હટાવી દીધો છે. સાથે જ, તે સલાહકારને હવે PCBના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કોઈપણ ક્રિકેટર સાથે કામ કરવા પર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે.

naseem-shah
crictoday.com

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનમાં ક્રિકેટ પહેલેથી જ પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. અત્યારે રમાઈ રહેલી PSLની સીઝન દર્શકોની ગેરહાજરીમાં રમાઈ રહી છે. ઈરાન સંઘર્ષની ક્ષેત્રિય અસર, વધતા ઈંધણના ભાવ અને સરકારની મુસાફરી સંબંધિત સલાહના કારણે, અધિકારીઓએ લોકોને ઘરેથી કામ કરવાની અને તેમની મુસાફરી મર્યાદિત કરવાની સલાહ આપી છે. આ જ કારણે, પહેલા 6 શહેરોમાં યોજાતી ટૂર્નામેંટ હવે ફક્ત લાહોર અને કરાચી સુધી મર્યાદિત રહી ગઈ છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.