જેને પોતિકાઓએ જ ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો તેણે ભારતને ગોલ્ડ અપાવ્યો

કહેવાય છે કે સાચી ઉડાણ પાંખોથી નહીં, પણ હિંમતથી થાય છે. આ હિંમત જ પાયલ નાગે બતાવી હતી. 18 વર્ષીય પાયલ નાગે બેંગકોકમાં યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા સીરિઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની આ જીતની ખાસ વાત એ રહી કે, તેણે વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા શીતળ દેવીને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી. તેણે આ મેડલમાં હમવતન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને 139-136ના સ્કોરથી હરાવી હતી.

payal nag
espn.in

પાયલ નાગની કહાની અસાધારણ સાહસનો પુરાવો છે. તે હાથ-પગ વિના તિરંદાજી કરે છે. કૃત્રિમ પગની મદદથી તે ધનુષ્યને સંતુલિત કરે છે, અને ખભાનો ઉપયોગ કરીને તીર ખેંચીને સચોટ નિશાન સાધે છે. તેનું દરેક નિશાન એ સાબિત કરે છે કે જ્યારે હૌસલો બુલંદ હોય તો શારીરિક મર્યાદાઓ પણ રસ્તો રોકી શકતી નથી.

payal nag
tv9hindi.com

તેમાં કોઈ શંકા નથી કે શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીતવા સાથે પાયલ નાગે દેશવાસીઓને ખુશ થવાની તક આપી. પરંતુ, તેની જિંદગીની કહાની દર્દથી ભરેલી છે. જ્યારે પાયલ માત્ર ત્રીજા ધોરણમાં ભણતી હતી, ત્યારે બાંધકામ હેઠળના મકાનના પાંચમા માળે પોતાના ભાઈ સાથે રમતી વખતે તે જીવંત વીજળીના વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. પરિણામ એ આવ્યું કે, 11000 વોલ્ટ વીજળીના જોરદાર ઝટકાને કારણે, તેણે પોતાના બંને હાથ અને પગ ગુમાવી દીધા.

પાયલ નાગની આ હાલત જોઈને  સગા-સંબંધીઓએ તેના પિતા બિજય કુમાર નાગ અને તેની માતાને સલાહ આપી કે હાથ-પગ ન હોવાને કારણે ન તો ખાઈ શકશે ન તો ચાલી શકશે. તેનાથી તો સારું આને ઝેર આપી દો.

payal nag
espn.in

જોકે, ઓડિશાના બાલાંગીર જિલ્લાના રહેવાસી મજૂર બિજય કુમાર નાગે કોઈની વાત ન સાંભળી. તેના બદલે તેમણે પોતાની પુત્રીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત સંસ્થા પાર્વતી ગિરિ બાલ નિકેતન અનાથાશ્રમમાં મોકલી આપી. વર્ષ 2023-24માં તેણે કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શીતલ દેવી સાથે જ તાલીમ લીધી. 2025માં રાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યા બાદ, પાયલે હવે વર્લ્ડ આર્ચરી પેરા સીરિઝમાં ગોલ્ડ જીતીને તેની સફળતાની કહાનીમાં એક નવો અધ્યાય લખ્યો છે.

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.