'ફોર્સ મેજ્યુર' શું છે? જેનો ઉપયોગ PCB મેચમાંથી ખસી જવા માટે કરી રહ્યું છે... જો તે સાબિત થઇ ગયું તો ICC પણ...!

2026 T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. આ મેચ થશે કે નહીં તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારે જાહેરાત કરી છે કે તેઓ ભારત સામે મેચ નહીં રમે. આ પછી, કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ICC તરફથી 'સજા' તરીકે વિવિધ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ પરિણામોથી બચવા માટે, PCBએ હવે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.

અહીં જે નવી રીતની ચર્ચા થઈ રહી છે તે બીજું કઈ નહીં પણ 'ફોર્સ મેજ્યુર' છે. આ શબ્દ ક્રિકેટ ચાહકો માટે નવો અને અજાણ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, આ વસ્તુ શું છે જેનો ઉપયોગ પાકિસ્તાન પોતાની યોજનાને અમલમાં મૂકવા માટે બહાના તરીકે કરી રહ્યું છે? જો કે, આ યોજના વિશે જાણ્યા પછી ICCએ પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. પાકિસ્તાન ICC સમક્ષ પોતાનો કેસ કેવી રીતે રજૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, PCBએ ભારત સામેની મેચમાંથી ખસી જવા માટે જે 'ફોર્સ મેજ્યુર'નો ઉપયોગ કર્યો છે તે શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. જો આ બહાનું સફળ થાય છે, તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ઈરાદામાં પાર પડી જાય તેમ છે.

Force-Majeure-PCB1
hindi.thesportstak.com

'ફોર્સ મેજ્યુર' શબ્દ 2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન અચાનક ચર્ચામાં આવ્યો છે. તે એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ઘણીવાર કાનૂની બાબતોમાં થાય છે, પરંતુ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, ICC કરારોના સંદર્ભમાં તેનો સાચો અર્થ અને ઉપયોગ ઘણીવાર ગેરસમજ થાય છે. ફોર્સ મેજ્યુર એ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવેલ કાનૂની શબ્દ છે. તેનો અર્થ 'અસાધારણ શક્તિ' અથવા 'ભગવાનની ઇચ્છાથી થયેલી ઘટના' થાય છે. ICC કરારની ભાષામાં, તે પક્ષના નિયંત્રણની બહારની અસાધારણ અને અણધારી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જે તેને તેની કરારની જવાબદારીઓ પૂર્ણ કરવાથી અટકાવે છે.

હકીકતમાં, T20 વર્લ્ડ કપ જેવી મેગા-ઇવેન્ટ્સ માટે, બધા સભ્ય બોર્ડ ICC સાથે સભ્યો ભાગીદારી કરાર (MPA) પર હસ્તાક્ષર કરે છે. આ કરાર બોર્ડની જવાબદારીઓને ફરજિયાત બનાવે છે, નક્કી કરેલી દરેક મેચો માટે ટીમોને મેદાનમાં ઉતારવી, ટુર્નામેન્ટના નિયમોનું પાલન કરવું અને ICCના ધંધાકીય અને પ્રસારણ હિતોનું રક્ષણ કરવું.

MPAમાં ફોર્સ મેજ્યુર કલમ ​​છે, જેના હેઠળ સભ્ય બોર્ડ ફક્ત ત્યારે જ મુક્તિની વિનંતી કરી શકે છે, જો કોઈ માન્ય અને ભૌતિક ઘટના તેને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અશક્ય બનાવે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, સરકારી નિર્દેશોને ફોર્સ મેજ્યુર ગણી શકાય, પરંતુ તે પણ ફક્ત કડક શરતો હેઠળ. પાકિસ્તાન તેના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે ICCના નિયમોમાં સમાવિષ્ટ આ ફોર્સ મેજ્યુર કલમનો ઉપયોગ કરી રહ્યું છે.

Force-Majeure-PCB2
hindi.news18.com

IND vs PAK મેચના સંદર્ભમાં, 'ફોર્સ મેજ્યુર'નો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિકેટ બોર્ડ મેચ રમવા માંગે છે, પરંતુ કુદરતી આફતો અથવા સરકારી દબાણને કારણે, તેને બીજી ટીમ સામે મેચ રદ કરવાની ફરજ પાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ઇચ્છાથી નહીં, પરંતુ મજબૂરીથી આવું કરે છે. ફોર્સ મેજ્યુરમાં સામાન્ય રીતે કુદરતી આફતો (ભૂકંપ, પૂર), યુદ્ધ, રમખાણો, રોગચાળો (જેમ કે COVID-19), અથવા અચાનક સરકારી આદેશોનો સમાવેશ થાય છે. જો કે, તે ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે તે ઘટના શારીરિક રીતે કામ કરવાને અશક્ય બનાવે છે. PCBICCને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તે તેની સરકારના નિર્ણયોથી બંધાયેલ છે અને ફોર્સ મેજ્યુર કલમ ​​હેઠળ આ એક મેચથી દૂર રહેશે.

હવે, જો ભારત-પાકિસ્તાન મેચનો ફોર્સ મેજ્યુર હેઠળ બહિષ્કાર કરવામાં આવે છે, તો તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તેના ઈરાદામાં સફળ થયાની પરિસ્થિતિ બની શકે છે, કારણ કે તે તેનો નેટ રન રેટ ગુમાવશે નહીં, અને ભારત સામે રમ્યા વિના પણ એક પોઈન્ટ મેળવી શકે છે. પાકિસ્તાનને ફક્ત એ સાબિત કરવાની જરૂર છે કે, 15મી તારીખે ભારત સામે મેચ ન રમવી એ 'તેમના નિયંત્રણની બહાર' હતું, જેમ કે સ્પષ્ટ સરકારી આદેશ. તેમને ICCના દંડથી બચવામાં મદદ પણ કરી શકે છે.

Force-Majeure-PCB
hindi.oneindia.com

પરંતુ આ સરળ રહેશે નહીં, કારણ કે ICCએ એક નવો અવરોધ પણ લાગુ કર્યો છે. આ સમગ્ર બાબત અંગેના અહેવાલોમાં, સૂત્રોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, ICCએ દલીલ કરી છે કે, આ કલમ સંપૂર્ણપણે લાગુ પડતી નથી, કારણ કે મેચ તટસ્થ સ્થળ (કોલંબો) પર યોજાઈ રહી હતી અને પાકિસ્તાન બાકીની મેચો રમવાની તૈયારી ધરાવે છે. ICCએ પાકિસ્તાન પાસેથી સ્પષ્ટ જવાબ પણ માંગ્યો છે, તેઓ ફક્ત આ ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની માંગ કરીને ફોર્સ મેજ્યુરનો ઉપયોગ કેમ કરી રહ્યા છે, જ્યારે તેઓ પહેલાથી જ અંડર-19 વર્લ્ડ કપ, રાઇઝિંગ સ્ટાર્સ અને મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે રમી ચૂક્યા છે? ICCએ જવાબ માંગતા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વાટાઘાટો કરવા અને ઉકેલ શોધવા માટે પગલાં લીધાં. હવે જોવાનું એ રહે છે કે IND vs PAK મેચ અંગે શું ઉકેલ નીકળીને આવે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.