હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?

દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.

02

વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ અને ડબલ-બ્લાઇન્ડ પદ્ધતિથી કરવામાં આવ્યા છે, જે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો મુજબ વિશ્વસનીય માનવામાં આવે છે.

જોકે, એલોપેથી અને હોમિયોપેથીમાં મોટો ફર્ક એ છે કે એલોપેથી દરેક દર્દીને એક શરીર તરીકે જૂએ છે. એલોપેથીમાં રોગના લક્ષણોને આધારે દવા આપવામાં આવે છે.  જ્યારે હોમિયોપેથી દરેક દર્દીને એક અલગ વ્યક્તિ તરીકે જૂએ છે.  દરેક દર્દીને વ્યક્તિગત લક્ષણોને આધારે અલગ દવા આપવામાં આવે છે.  એટલે જો એલોપેથીના માપદંડોથી હોમિયોપેથીને ચકાસવામાં આવે તો તે તેના પરિણામો જુદા જ આવશે. 

આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. દર્દીઓનું એક જૂથ છે. તમામને એક જ પ્રકારના અસ્થમાની તકલીફ છે. તમામની ઊંમર, વજન અને બીજુ બધું સરખું છે. હવે આમની સારવાર કરવી હોય તો એલોપેથીમાં તમામને લગભગ એક જ પ્રકારની દવા આપવામાં આવશે કારણ કે તમામના લક્ષણો એક જ પ્રકારના દેખાશે. જોકે, હોમિયોપેથીની પદ્ધતિ જુદી છે. હોમિયોપેથી પહેલા તમામ દર્દીઓમાં શું તફાવત છે, એ જોશે. કદાચ તમામ દર્દીઓને જુદી જુદી દવાઓ પણ આપવામાં આવે.   

03

આમ, એલોપેથી અને હોમિયોપેથી બન્ને પદ્ધતિઓ જ જુદી છે. બન્નેની પોતાની ખાસિયતો છે. બન્નેની પોતાની મર્યાદાઓ છે.  જોકે, ડિબેટ વર્ષોથી ચાલી આવી છે. હજુ પણ ચાલશે. અંતે તો દર્દીને પરિણામ શું મળે છે તે જ મહત્ત્વનું છે.જ્યાં હોમિયોપેથી કામ કરે છે ત્યાં તેનો ઉપયોગ કરાય અને જ્યાં એલોપેથી અસરકારક છે ત્યાં એલોપેથીને ઉપયોગમાં લેવાય. ભારત જેવા દેશમાં હોમિયોપેથીથી સારવાર કરાવનારા લાખો લોકો છે. તેમને જો ફાયદો થતો હશે તો જ ઉપયોગ કરતા હશે. આમ, આજના સમયમાં આખી દુનિયામાં ઇન્ટિગ્રેટિવ અપ્રોચ અપનાવાઇ રહ્યો છે. જે પદ્ધતિ જે રોગોમાં વધુ અસરકારક હોય છે તેનો ઉપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.

About The Author

Dr. Sunil Shah Picture

Dr. Sunil Shah (D.H.M.S.) is the Chief Medical Officer and Co-ordinator at Anubhuti Homeo Clinic, Ahmedabad. With over three decades of experience, he has served as a medical officer, faculty member, and examiner in homeopathy.He has presented papers at national and international conferences, including the 3rd International Homoeopathic Conference (2024). A former president of the Homoeopathic Medical Association of India (Ahmedabad Unit), he actively promotes homeopathic education. Dr. Shah continues to mentor interns and contribute to advancing integrated approaches in homeopathic practice.

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.