- Gujarat
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભા યોજાઈ હતી. જ્યાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહી તેમણે સંબોધનમાં હિંદુઓની વસ્તી ઘટવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે આપેલું તેમનું ભાષણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે.
નીતિન પટેલે કહ્યું હતું કે, કહ્યું છે કે, ‘ભણેલો હોય તેને ખબર પડે કે બીપી છે તો તેને રાતે ઊંઘ ના આવે જ્યારે મજૂરી કરીને ઘસઘસાટ સૂઈ જતો હોય તેને બીપીની ચિંતા નહીં અને કશાની ચિંતા નહીં. પણ ખબર પડે એટલે આપણને ચિંતા થાય. એ જ રીતે અત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ મારફતે ખબર પડી છે કે, છેલ્લા 30-40 વર્ષથી આપણે (હિન્દુ) ઘટતા જઈએ છીએ, આપણાંમાં વિભાજન છે.
તેમણે કહ્યું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. મુસ્લિમ એક અલગ વિષય છે તેને ખ્રિસ્તીઓ સાથે જોડવાની જરૂર નથી. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી ફોસલાવી, હાથ ફેવરી-ફેવરી, પટાવી-પટાવીને ધર્માંતરણ કરાવતા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે. બંનેનું લક્ષ તો એક જ છે હિંદુઓને ઓછા કરવા. હિંદુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું પડશે.
નીતિન પટેલે કહ્યું કે, આ વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તી મિશનરી બહુ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે’ આ નિવેદનથી હિન્દુ સંગઠનોમાં ઊંડી રહેલી ચિંતા સપાટી પર આવી છે અને ધર્માંતરણના મુદ્દા પર ફરી એકવાર ગરમાવો આવ્યો છે.
તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પડાલીયાકાંડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અંબાજીમાં જે પ્રશ્ન બન્યો તે ખૂબ જ સેન્સેટિવ પ્રશ્ન છે. પોલીસ કાર્યવાહી કરે અને મામલો શાંત થઈ જાય એવું નથી હોતું. આદિવાસી સમાજમાં ચડોતરુંનો રિવાજ છે. આપણે તેમણે પ્રેમથી સમજાવવા પડશે. આપણે સમાજની રીતે કામ કરવું પડશે.

