આમંત્રણ રદ થતા ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ, બોલ્યા- ‘પ્રશંસા ન કરવી દેશદ્રોહ બની ગયો છે’

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં અભિનેતા નસીરુદ્દીન શાહે કહ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટી દ્વારા તેમનું આમંત્રણ રદ કારવું એ તેમની નૈતિક પ્રામાણિકતા અને હિંમત છે. પ્રશંસા ન કરવી હવે દેશદ્રોહ બની ગયો છે. આ એ દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત હવે 24 કલાકની નફરત બની ગઈ છે.

પોતાના લેખની શરૂઆત કરતા શાહે કહ્યું કે, ‘છેલ્લા 40થી વધુ વર્ષોમાં, મારા કામ સાથે જોડાયેલા કેટલાક સૌથી આનંદદાયક અને શીખવનારા અનુભવો વિદ્યાર્થીઓ સાથે જ રહ્યા છે, વિવિધ સંસ્થાઓમાં અને અહીં સુધી કે વ્યક્તિગત સ્તરે પણ. મેં તેમની પ્રગતિમાં સામેલ થવાનો પ્રયાસ કર્યો છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

વર્ષોથી મોટાભાગે અનિચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના વર્ગને સમજાવવાનો પ્રયાસ કરવાથી મારી સ્વાભાવિક ધીરજનો અભાવ થોડો ઓછો કરવામાં આવ્યો છે. બની શકે મેં આ રસ્તામાં ઘણી ભૂલો કરી હશે, પરંતુ હું કોઈ શંકા વિના કહી શકું છું કે મેં અભિનયના કોઈ પણ શિક્ષક કરતા વધુ વિદ્યાર્થીઓ સાથે કામ કરીને શીખ્યું છે.

તેઓ આગળ લખે છે કે, ‘મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગે 1 ફેબ્રુઆરીના રોજ જશ્ન-એ-ઉર્દૂ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળવા જઇ રહી હતી. પરંતુ 31 જાન્યુઆરીની રાત્રે, કોઈ નક્કર સમજૂતી વિના, તેમને કહેવામાં આવ્યું કે તેમણે હવે આવવાની જરૂર નથી. આ માટે કોઈ માન્ય કારણ આપવામાં આવ્યું નથી, ન તો ઢંગથી માફી માંગવામાં આવી. ત્યારબાદ યુનિવર્સિટીએ કાર્યક્રમમાં જાહેરાત કરી કે તેમણે સ્વેચ્છાએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો, જે પૂરી રીતે ખોટું છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

નસીરુદ્દીન શાહે આગળ લખ્યું કે, ‘મુંબઈ યુનિવર્સિટીના લોકોમાં આ સત્ય કહેવાની હિંમત નહોતી કે, તેમને એટલા માટે હટાવવામાં આવ્યા, કારણ કે તેઓ ખૂલીને દેશ વિરુદ્ધ બોલે છે. તેમણે કહ્યું કે, ‘જો કોઈ આવું માને છે, તો તેમણે દેશ વિરુદ્ધ શું કહ્યું તેનો પુરાવો આપવો જોઈએ.

પીઢ ફિલ્મ અભિનેતાએ પોતાના લેખમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય પોતાને વિશ્વગુરુ કહેનારાઓની પ્રશંસા કરી નથી. મેં ઘણીવાર સત્તાધારી સરકારના ઘણા કાર્યોની ખૂલીને ટીકા કરી છે અને આગળ પણ કરતો રહીશ. મેં ઘણીવાર આપણા દેશમાં નાગરિક ભાવના અને અન્ય લોકો પ્રત્યે સન્માનના અભાવ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Naseeruddin Shah
facebook.com/NaseeruddinOfficial

તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે પાઠ્યપુસ્તકની સામગ્રીમાં ફેરફાર થઈ રહ્યો હોય, વિજ્ઞાન સાથે છેડછાડ થઈ રહી હોય અને મુખ્યમંત્રી ખુલ્લેઆમ કોઈ સમુદાયને મિયા કહીને નિશાન બનાવે ત્યારે ચૂપ રહેવું કેવી રીતે યોગ્ય હોય શકે છે.

પોતાના લેખના અંતે, નસીરુદ્દીન શાહે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘આ નફરત ક્યાં સુધી ચાલશે?’ સાથે જ એમ પણ લખે છે કે, ‘આ હવે તે દેશ નથી રહ્યો, જેમાં હું મોટો થયો અને મને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હતું. 2 મિનિટની નફરત, હવે 24 કલાકની નફરતમાં બદલાઈ ગઈ છે. શું આ પરિસ્થિતિની તુલના જ્યોર્જ ઓરવેલના 1984 સાથે કરવી વધુ સચોટ રહેશે, જેમાં મહાન નેતાની પ્રશંસા ન કરવી, દેશદ્રોહ માનવામાં આવે છે?’

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.