ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. નેવાસેએ આકારણી વર્ષ 2022-23 માટે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 10.65 લાખ રૂપિયાની કપાત વિશે ખોટી માહિતી આપી હતી. ત્યારબાદ, આવકવેરા વિભાગે તેમના પર 9.44 લાખ રૂપિયા (વાસ્તવિક ટેક્સ લાયબિલિટીનો 200%)નો મસ મોટો દંડ ફટકારી દીધો હતો.

આ દંડ વિરુદ્ધ નેવાસે પુણેમાં આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલ (ITAT)માં પડકાર્યો હતો, પરંતુ તેઓ કેસ હારી ગયો. આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલે દંડને યથાવત રાખ્યો. ઇકોનોમિક ટાઇમ્સે આ કેસ વિશે વિગતવાર અહેવાલ આપ્યો છે. આ મુજબ, નેવાસેએ 27,792 રૂપિયાનો આવકવેરો ચૂકવ્યો હતો, પરંતુ તેમને 9,44,073 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો. આ તેમના દ્વારા ચૂકવવામાં આવેલી ટેક્સ લાયબિલિટીનો લગભગ 34 ગણો છે.

ટ્રિબ્યૂનલને જાણવા મળ્યું કે નેવાસેએ આવકવેરા કાયદાની કલમ 80DD, 80CCD, 80DDB, 80E, 80EEA, 80EEB અને 80GGC હેઠળ જાણીજોઈને કપાતનો દાવો કર્યો હતો, તેઓ એ વાત સારી રીતે જાણતા હતા કે તેઓ તેના માટે લાયક નથી. આ પ્રકારે, નેવાસેએ તેમની આવકમાંથી ચોક્કસ રકમ ઘટાડીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કર્યો.

ઉપરોક્ત કલમો આવકવેરા કાયદામાં આવે છે. આ કલમો વ્યક્તિઓને તેમની આવકમાંથી ચોક્કસ ખર્ચ અથવા રોકાણો કાપવાની મંજૂરી આપે છે. જો આ કપાત માટે લાયક હોય, તો તેઓ આ કપાત મુજબ તેમની આવકમાંથી રકમ ઘટાડી શકે છે અને ટેક્સ ઓછો આપે છે.

ITR-Filing1
upstox.com

હકીકતમાં, ટ્રિબ્યૂનલની નજર નેવાસે દ્વારા એક રાજકીય પક્ષને આપવામાં આવેલા દાન પર પડી. આવકવેરા વિભાગે આ દાવો સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. ટ્રિબ્યૂનલે શોધી કાઢ્યું કે નેવાસેએ કલમ 80GGC કપાતથી સારી રીતે વાકેફ હતા કે તેમણે કોઈપણ રાજકીય પક્ષને કોઈ દાન આપ્યું નથી. તેમ છતા તેમણે તેનો દાવો કર્યો હતો.

તે જ રીતે, ટ્રિબ્યૂનલને જાણવા મળ્યું કે તબીબી સારવાર માટે બીજી એક નકલી કપાત દર્શાવવામાં આવી હતી, જ્યારે આવકવેરા વિભાગને જાણવા મળ્યું કે આવો કોઈ તબીબી ખર્ચ થયો નથી. એટલે આવકવેરા વિભાગે નેવાસે દ્વારા કરવામાં આવેલી આ નકલી કપાત ખોટી ગણી. ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે નેવાસે સારી રીતે જાણતા હતા કે તેમણે આવા કોઈ ખર્ચ કર્યા નથી, છતા તેમણે તેનો દાવો કર્યો હતો. ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે આ દર્શાવે છે કે નેવાસે જાણી જોઈને એવી કપાતનો દાવો કર્યો હતો જેના માટે તેઓ પાત્ર નહોતો. ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે જો નવાસેના કેસની તપાસ ન થઈ હોત, તો તેઓ આગળ પણ આ પ્રકારનો લાભ ઉઠાવતા રહેતા.

હવે ચાલો સમજીએ કે નેવાસે કેવી રીતે 'પકડાયો'?

15 જૂન, 2022ના રોજ દાખલ કરાયેલા તેમના આવકવેરા રિટર્ન (ITR)માં, નેવાસેએ 13.25 લાખ રૂપિયાની કપાત દર્શાવ્યા બાદ તેમની કરપાત્ર આવક 5.71 લાખ દર્શાવી હતી. આ ઉપરાંત નેવાસેએ 50,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ કપાતનો દાવો કરતા 2.15 લાખ રૂપિયાનું હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) દર્શાવ્યું હતું. આકારણી વર્ષ 2022-23 માટે તેમની કુલ આવક 21.61 લાખ રૂપિયા હતી.

નેવાસે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેમની કેટલીક કપાત માટે દસ્તાવેજો (બિલ) રજૂ ન કરી શક્યા. આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલે તેના આદેશમાં જણાવ્યું હતું કે નેવાસે ખોટા દાવા રજૂ કર્યા હોવાનું સ્વીકાર્યું છે. આવકવેરા વિભાગને જાણવા મળ્યું કે નેવાસે 13.25 લાખ રૂપિયાને બદલે માત્ર 2.60 લાખ રૂપિયાની કપાત માટે પાત્ર હતા. આવકવેરા વિભાગે બીજી વિસંગતતા શોધી કાઢી, તે હતી નેવાસેની 86,593 રૂપિયાની વધારાની HRA કપાત. આવકવેરા વિભાગ અનુસાર, તેઓ લગભગ 1.29 લાખ રૂપિયાની HRA કપાત માટે પાત્ર હતા. આ ખોટી આવકવેરા રિપોર્ટિંગને કારણે, નેવાસેની કરપાત્ર આવક 5.71 લાખ રૂપિયા નહીં, પરંતુ આશરે 17.23 લાખ રૂપિયા બની રહી હતી. આમાં 2.60 લાખ રૂપિયાની કપાત અને લગભગ 1.29 લાખ રૂપિયાની HRA કપાતનો સમાવેશ થાય છે.

ITR-Filing
buzzincontent.com

આમ, 17.23 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર, તેમણે 3.42 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવવાનો હતો. જોકે, તેમણે 27,792 રૂપિયાનો ટેક્સ ચૂકવ્યા, આ પ્રકારે તેમણે 3.14 લાખ રૂપિયા વધુ ચૂકવવા જોઈતા હતા.

આવકવેરા કાયદાની કલમ 270A શું છે?

ટેક્સ નિષ્ણાત વિનોદ રાવલ જણાવે છે કે આવકવેરા કાયદા, 1961ની કલમ 270A હેઠળ, જો કોઈ કરદાતા તેમની આવક ઓછી દર્શાવે છે અથવા ખોટી રીતે રજૂ કરે છે, તો તેમને દંડ ફટકારવામાં આવે છે. આ દંડ બે પ્રકારના હોય છે. આવક ઓછી દર્શાવવા પર વધારાની આવક પર ચૂકવવાપાત્ર કરના 50% દંડ થાય છે. ખોટી આવક દર્શાવવા (વધુ ગંભીર કેસ, જેમ કે ખોટા દાવા અથવા ખોટી ઇનવોઇસ) પર તે રકમ પર ચૂકવવાપાત્ર ટેક્સના 200% દંડ થાય છે.

About The Author

Related Posts

Top News

'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને નવી પેઢીને જવાબદારીઓ...
National 
'હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે...' ગડકરીના નિવેદનથી ખળભળાટ!

ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ પર મહત્તમ વ્યૂઝ મેળવવા માટે એક યુવકે તેની કારને જ કિસિંગ કાર બનાવી...
National 
ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની...
National 
બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.