સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ પડી છે. 5 એપ્રિલ 2026ના દિવસે મતદાન થશે અને 56000 શેર હોલ્ડર્સ મત આપશે.
વરાછા બેંકમાં સહકાર પેનલની સત્તાધારી પાર્ટીના 12 ઉમેદવારોમાંથી મોટા ભાગના ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે જ્યારે બાકીના 6 ઉમેદવારોમાંથી 3 આમ આદમી પાર્ટી સાથે,એક ઉમેદવાર એડવોકેટ છે અને રાજકીય પાર્ટી સાથે કોઇ સંબંધ નથી.
જ્યારે 6માંથી 3 ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે. હિતેશ જાસોલિયા અને પ્રતાપ જીરા ભાજપ સાથે સંકેળાયેલા છે. હવે પ્રતાપ જીરાવાળીએ અચાનક સહકાર પેનલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. હિતેશ જાસોલિયાને પણ ખેંચવાનો પ્રયાસ હાથ ધરવાં આવ્યો છે.