તેલ અને ગેસ બાદ હવે પાણી પર સંકટ! ઈરાનના હુમલાથી તરસી જશે આ ખાડી દેશો

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધે હવે એક એવું જોખમ ઉભું કરી દીધું છે, જે સમગ્ર મધ્ય-પૂર્વને તરસ્યા મારી શકે છે. મોટાભાગના ખાડી દેશો પીવાના પાણી માટે સંપૂર્ણપણે ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. બહેરીનનો દાવો છે કે ઈરાને તેના એક પાણીના પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો, જેના કારણે હોબાળો મચી ગયો હતો. કુવૈતમાં 90%, ઓમાનમાં 86% અને સાઉદી અરેબિયામાં 70% પાણી આ ટેક્નોલોજીથી તૈયાર થાય છે. જો યુદ્ધ દરમિયાન આ પ્લાન્ટને નુકસાન થાય છે, તો ખાડી દેશોના કરોડો લોકો સામે પીવાના પાણીનું સંકટ ઉભું થઇ જશે, જેનું સંચાલન કરવું અશક્ય હશે.

Iran-war4
aljazeera.com

યુદ્ધ શરૂ થયા બાદ જ, ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળો પાસે મિસાઈલ અને ડ્રોન હુમલા જોવા મળ્યા છે. દુબઈના જેબેલ અલી બંદર પર હુમલો વિશ્વના સૌથી મોટા ડિસેલિનેશન પ્લાન્ટથી માત્ર 12 માઇલ દૂર હતો. તેવી જ રીતે UAEમાં ફુજૈરાહ અને કુવૈતમાં દોહા વેસ્ટ પ્લાન્ટ નજીક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પાણીના પ્લાન્ટ મોટાભાગે પાવર પ્લાન્ટ સાથે જોડાયેલા હોય છે, એટલે કે જો વીજળી જાય છે, તો પાણીનો પુરવઠો પણ ખોરવાઈ જશે. ખાડી દેશો માટે આ પરિસ્થિતિ કોઈપણ તેલ સંકટ કરતા વધુ ભયાનક સાબિત થઈ શકે છે.

Iran-war1
aljazeera.com

એક જૂના અહેવાલ મુજબ, જો સાઉદી અરેબિયાના મુખ્ય પાણીના પ્લાન્ટ અથવા તેની પાઇપલાઇનોને ગંભીર નુકસાન થાય છે, તો રાજધાની રિયાધને એક અઠવાડિયાની અંદર ખાલી કરાવવી પડી શકે છે. જો કે સાઉદી અરેબિયા અને UAEએ બેકઅપ સિસ્ટમમાં ભારે રોકાણ કર્યું છે, પરંતુ બહેરીન, કતાર અને કુવૈત જેવા નાના દેશો પાસે સંસાધનોની ભારે કમી છે. પાણી ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, ડિસેલિનેશન સિસ્ટમના કોઈપણ ભાગના ભંગાણથી પાણીનું સમગ્ર નેટવર્ક ખોરવાઈ શકે છે. એવામાં, જો પાણીની સુવિધાઓ પર જાણીજોઇને હુમલાઓ વધે છે, તો ખાડી દેશો યુદ્ધમાં કૂદવા માટે મજબૂર થઇ શકે છે.

Iran-war
edition.cnn.com

હેરાનીની વાત એ છે કે, ઈરાન પોતે પાણી માટે ડિસેલિનેશન પર વધારે નિર્ભર નથી, કારણ કે તેની પાસે નદીઓ અને ડેમોનું નેટવર્ક છે. પરંતુ ત્યાં પણ પ્રકૃતિનો માર પડી રહ્યો છે, અને લાંબા સમય સુધી દુષ્કાળને કારણે તેહરાનના જળાશયોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને પોતે ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો રાજધાની તેહરાનને ખાલી કરાવવી પડી શકે છે. એક તરફ ખાડી દેશો ઈરાની હુમલાઓથી તેમના પાણીના સ્ટ્રક્ચરને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ઈરાન પોતે પણ પાણીના સંકટની આગમાં સળગી રહ્યું છે. આ લડાઈ હવે માત્ર જમીનની નથી, પરંતુ અસ્તિત્વ માટેની લડાઇ બની ચૂકી છે.

About The Author

Related Posts

Top News

કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' કે 'શ્રીમાન' કેમ ન લખ્યું! હાઈ કોર્ટે ગૃહ સચિવ પાસે સોગંદનામું માંગ્યું

પોલીસે નોંધેલી FIRમાં કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' અથવા 'શ્રીમાન' કેમ ન લખાયું તે અંગે...
National 
કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' કે 'શ્રીમાન' કેમ ન લખ્યું! હાઈ કોર્ટે ગૃહ સચિવ પાસે સોગંદનામું માંગ્યું

સુરત પોલીસનું ‘મિશન મિલાપ’: પરિવારને જોડનારો સેવાયજ્ઞ

સૌના જીવનમાં કેટલીક વેદનાઓ એવી હોય છે કે શબ્દોમાં વર્ણવી ન શકાય. એક માતા જેનો દીકરો વર્ષોથી ગુમ છે, ...
Gujarat 
સુરત પોલીસનું ‘મિશન મિલાપ’: પરિવારને જોડનારો સેવાયજ્ઞ

એક પક્ષીની સિક્યોરિટી માટે વન વિભાગે 50 સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દીધા

ઘણા બધા જીવ જંતુઓ લુપ્ત થઈ રહ્યા છે. તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે છતાં, તેઓ બચી શકતા...
Gujarat 
એક પક્ષીની સિક્યોરિટી માટે વન વિભાગે 50 સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દીધા

શું 'રામાયણ'ના સીન હોલિવુડ ફિલ્મોની કોપી છે? ટીઝરમાં 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા વિઝ્યુઅલ પર ઉભા થયા સવાલ

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ ‘રામાયણ’માંથી ભગવાન રામનો લુક હનુમાન જયંતિ પર સામે આવ્યો હતો. ટીઝરમાં...
Entertainment 
શું 'રામાયણ'ના સીન હોલિવુડ ફિલ્મોની કોપી છે? ટીઝરમાં 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા વિઝ્યુઅલ પર ઉભા થયા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.