કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' કે 'શ્રીમાન' કેમ ન લખ્યું! હાઈ કોર્ટે ગૃહ સચિવ પાસે સોગંદનામું માંગ્યું

પોલીસે નોંધેલી FIRમાં કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' અથવા 'શ્રીમાન' કેમ ન લખાયું તે અંગે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ન્યાયાધીશ J.J. મુનીર અને ન્યાયાધીશ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચે રાજ્યના ગૃહ સચિવને પૂછ્યું કે, નામની આગળ સન્માનજનક શબ્દો (જેમ કે 'માનનીય' અથવા 'શ્રીમાન') કેમ ન લખાયા. કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદીએ આ શબ્દોનો ઉપયોગ ન કર્યો હોય, તો પણ સન્માનજનક શબ્દો ઉમેરવાની જવાબદારી પોલીસની છે.

Allahabad-High-Court1
jagran.com

કોર્ટે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે FIRમાં કેન્દ્રીય મંત્રીના નામની આગળ 'માનનીય' કેમ ન લખાયું તે સમજાવતું સોગંદનામું રજૂ કરવું જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, એક કિસ્સામાં, મંત્રીનું નામ 'શ્રીમાન' વગર લખાયું હતું, જે ખોટું છે. કોર્ટના મતે, જો ફરિયાદીએ મંત્રીના નામ સાથે યોગ્ય સન્માનનો ઉપયોગ ન કર્યો હોય, તો પણ પોલીસ FIR નોંધતી વખતે નિયમોનું પાલન કરવા અને 'માનનીય' જેવા શબ્દો ઉમેરવા માટે જવાબદાર હતી, ભલે તેને કૌંસમાં કેમ ન લખવા પડે.

કોર્ટ ગુનાહિત ધાકધમકી અને ગુનાહિત વિશ્વાસ ભંગના આરોપો સંબંધિત FIR રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. આરોપીઓએ ફરિયાદીને નોકરી આપવાના બહાને રૂ. 80 લાખ લીધા હોવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ મુજબ, ત્યાર પછી તેઓએ પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે કેન્દ્રીય મંત્રી આ કેસમાં આરોપી નથી, પરંતુ તેમનું નામ FIRમાં ઉલ્લેખિત છે.

Allahabad-High-Court2
ndtv.in

કોર્ટ 6 એપ્રિલે અરજી પર સુનાવણી કરશે. 30 માર્ચે, કોર્ટે સરકારી વકીલને આરોપી સામેના આરોપો અંગે ચોક્કસ સૂચનાઓ મેળવવા કહ્યું.

કોલકાતા હાઇકોર્ટે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા પરવાનગી વિના સરકારી ક્વાર્ટર્સમાં કબજો કરવા સામે કડક ચુકાદો આપ્યો. કોલકાતા હાઈકોર્ટ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા કર્મચારીને ગ્રેચ્યુઈટી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન
Copyright (c) Khabarchhe All Rights Reserved.