બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતે ક્રિકેટબે બરબાદ કરી દીધું છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, તેઓ એ હકીકતને સહન કરી શકતા નથી કે, ભારતે સતત ત્રણ વર્ષમાં ત્રણ ICC ટ્રોફી જીતી છે.

Shoaib Akhtar
boldnewsonline.com

શોએબ અખ્તર એક પાકિસ્તાની TV શોમાં ભારતના પ્રદર્શનની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે ટીમ ઇન્ડિયાને પાડોશીના શ્રીમંત બાળક તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું, 'આ કંઇક એવું છે કે, મહોલ્લાના એક શ્રીમંત બાળકે બધા ગરીબ બાળકોને ભેગા કરીને કહ્યું કે, 'ચાલો ક્રિકેટ રમીએ.' ભારત અમારી સાથે પણ કંઇક એવું જ કરી રહ્યું છે. 8 ટીમોમાંથી, તેઓ ચાર ટીમો રાખે છે, પછી તેમાંથી 3ને પાછા બોલાવે છે અને તેમને પ્રોત્સાહન આપે છે, અને પછી કહે છે, 'જુઓ, હું જીતી ગયો.' તેઓએ ક્રિકેટને પુરી રીતે બરબાદ કરી નાંખ્યું છે.'

મેચની પહેલા પણ અખ્તરે કંઇક આ જ પ્રમાણે કહ્યું હતું. તેમનું માનવું હતું કે, ક્રિકેટના ફાયદા માટે ભારતનું આ ફાઇનલ હારી જવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે ન્યુઝીલેન્ડ ભારત સામે દબાણમાં હોઈ શકે છે, પરંતુ ભારત પણ 1.5 અબજ લોકોના દબાણનો સામનો કરવો પડે છે. તેઓ આ પહેલા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં એક મેચ હારી ચૂક્યા છે. મને લાગે છે કે આ બધામાં ભારત વિજેતા બનશે, પરંતુ ક્રિકેટના હિતમાં, ન્યુઝીલેન્ડ માટે આ વર્લ્ડ કપ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

Shoaib Akhtar
sports.punjabkesari.in

શોએબ અખ્તરે ભારતની સિસ્ટમની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતની જીત પાછળ તેમની સિસ્ટમ એક મુખ્ય કારણ હતી. અખ્તરે કહ્યું, 'ભારતીય ક્રિકેટની નીતિ અહીં જીતી ગઈ. તેમની સિસ્ટમ જીતી. સૌથી મહત્વની વાત એ છે કે તેમની યોગ્યતા જીતી. 15 ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા ડ્રોપ થાય છે. દિગ્ગજોને પણ ડ્રોપ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીને જ લઇ લો. તેમણે બંનેને બહાર કરી નાખ્યા, અને હવે તેમણે વર્લ્ડ કપ જીતી લીધો છે.'

Shoaib Akhtar
loksatta.com

મેચની વાત કરીએ તો, સૂર્યકુમાર યાદવની ટીમે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વધુ એક વર્લ્ડ કપ વિજય ઉમેર્યો. ભારતે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહે ફાઇનલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બની.

આના કારણે રોહિત શર્માની ટીમના જૂના ઘા પણ ભરાઈ ગયા, જે ત્રણ વર્ષ પહેલાં આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ ફાઇનલ હારી ગઈ હતી. મુંબઈના ચેમ્બુરમાં રહેતા સૂર્યકુમારે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પછી T20 વર્લ્ડ કપ જીતનારા કેપ્ટનોની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું. આ જીતની ઉજવણી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દેશભરમાં આખી રાત ચાલી હતી.

About The Author

Related Posts

Top News

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત...
Sports 
બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત...
Gujarat 
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

ક્રૂડ ઓઇલને લઈને વૈશ્વિક કટોકટી છે. થાય પણ કેમ નહીં, છેવટે, US-ઇઝરાયલની સાથે ઇરાનના યુદ્ધે પરિસ્થિતિ વધુ...
Business 
જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.