ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી ભંગારમાં પડેલું ટ્રેક્ટર વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે. આ 105 વર્ષ જૂનું આ જર્મન ટ્રેક્ટર એક અમેરિકન ખરીદનાર દ્વારા 1.25 કરોડ રૂપિયામાં ખરીદાયું છે. અહીં તમને બતાવી દઈએ કે, તે દાયકાઓથી જાલંધરના બજારમાં ભંગારમાં પડેલું હતું. તે 1921માં બનેલું લેન્ડ બુલડોગ HL 12 જર્મન ટ્રેક્ટર હોવાનું કહેવાય છે.

Vintage Tractor
ndtv.in

લેન્ઝ બુલડોગ કંપની જર્મનીમાં કૃષિ સાધનોના ઉત્પાદન માટે જાણીતી છે. એવું કહેવાય છે કે, કંપનીના સ્થાપક, હેનરિક લેન્ઝ AGએ આ ટ્રેક્ટર બનાવ્યું હતું. 1921થી 1950 સુધી બુલડોગ શ્રેણીના ટ્રેક્ટરનું ઉત્પાદન ચાલુ રહ્યું. તે સમયે આ ટ્રેક્ટર ખૂબ મોંઘા હતા અને વિશ્વભરમાં સપ્લાય કરવામાં આવતા હતા.

Vintage Tractor
ndtv.in

જલંધરના હીદ ભગતસિંહ ચોક પાસે આ ટ્રેક્ટર દાયકાઓથી ભંગારમાં પડેલું હતું. આખા ટ્રેક્ટરમાં કાટ લાગી ગયો હતો. જોકે, ટ્રેક્ટરના સાઇડ પેનલ અને પાછળના ભાગમાં 'હેનરિક લૈજ મૈનહીમ' લખેલું હતું. ટ્રેક્ટર માલિકના પાડોશી કાઉન્સિલર પુનીત વાઢેરાએ જણાવ્યું હતું કે, લોકો હવે દૂર-દૂરથી આ ટ્રેક્ટરને જોવા માટે આવી રહ્યા છે. આ ટ્રેક્ટર એક અમેરિકન ખરીદનારને વેચી દેવામાં આવ્યું છે.

Vintage Tractor
tribuneindia.com

વાઢેરાએ કહ્યું, 'આ ટ્રેક્ટરનો માલિક લગભગ 40 વર્ષ પહેલાં જ અમેરિકા નીકળી ગયો હતો. અમે તેને આ જ રીતે પડેલું જોયું છે. જ્યારે અમે બાળકો હતા, ત્યારે અમે તેના પર ચડીને રમતા હતા. બે મહિના પહેલા, એક યુટ્યુબરે તેનો વીડિયો બનાવ્યો. ત્યારપછી, અમને તેના વિશે ફોન આવવા લાગ્યા. અમને ખબર પડી કે, અંગ્રેજોએ આ ટ્રેક્ટર મંગાવ્યું હતું. અમને ખબર નથી કે આ ટ્રેક્ટરનો માલિક હવે ક્યાં છે.'

Vintage Tractor
truescoopnews.com

વાઢેરાએ કહ્યું, 'મુંબઈમાં રહેતા મારા એક મિત્રએ તેની કિંમત બે લાખ રૂપિયા રાખી હતી. બીજી રાત સુધીમાં, તેની કિંમત 28 લાખ રૂપિયા થઈ ગઈ હતી. 17 ફેબ્રુઆરીએ, અમેરિકાના એક વ્યક્તિએ ટ્રેક્ટરની કિંમત 1.25 કરોડ રૂપિયા રાખી હતી. પછી તે વેચાઈ ગયું.' 18 ફેબ્રુઆરીના રોજ, તેને ક્રેન દ્વારા ઉપાડીને મુંબઈ બંદરે લઈ જવામાં આવ્યું. તેને કેલિફોર્નિયા મોકલવામાં આવશે. ટ્રેક્ટરને કેલિફોર્નિયા કૃષિ સંગ્રહાલયમાં મૂકવામાં આવશે. વાઢેરાએ કહ્યું કે, આ ટ્રેક્ટરનો ખરીદનાર કોણ છે તે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી.

Vintage Tractor
x.com

અહીં તમને બતાવી દઈએ કે, વિન્ટેજ હેનરિક લેન્ઝ ટ્રેક્ટર તેમની ઐતિહાસિક ઓળખ, એન્જિનિયરિંગ અને લાંબા સમય સુધી ચાલનારા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઔદ્યોગિકીકરણની શરૂઆતમાં જ જર્મનીમાં આવા ટ્રેક્ટરનું ઉત્પાદન શરૂ થયું હતું. એવું કહેવાય છે કે, આ ટ્રેક્ટર ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરતું પ્રથમ મશીન હતું. તેને વનસ્પતિ તેલથી લઈને નકામું થઇ ગયેલું તેલ સુધી કોઈપણ બળતણ નાખીને ચલાવી શકાય છે. તેનો આગળનો ભાગ બુલડોગ જેવો દેખાતો હતો, તેથી જ તેની સાથે બુલડોગ નામ ઉમેરવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.