US ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતો અને કંપનીઓને શું ફાયદો અને કેટલું નુકસાન? જાણો બધું જ

શુક્રવાર, 6 ફેબ્રુઆરીના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને ભારતે વચગાળાના વેપાર કરાર માટેનું માળખું બહાર પાડ્યું. આ પગલું બંને દેશો વચ્ચે લાંબી વાટાઘાટો થયા પછી અમલમાં મુકવામાં આવ્યું છે. ચાલી રહેલી વેપાર સમસ્યાઓને હળવી કરવા, ટેરિફ ઘટાડવા અને બંને દેશોમાં વ્યવસાયોને તાત્કાલિક રાહત આપવા માટે કેટલાક નિર્ણયો અસ્થાયી રૂપે લાગુ કરવામાં આવશે. પાછળથી, બંને પક્ષો આ કરારને અંતિમ સ્વરૂપ આપશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નવા કરાર હેઠળ, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. ઘટાડેલા ટેરિફ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગ્યેથી અમલમાં આવી ગયા. આનાથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. એક સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ કહ્યું કે, તેઓ આ વચગાળાના કરારને તાત્કાલિક અમલમાં મૂકશે. આ ઉપરાંત, તેઓ સંપૂર્ણ અને કાયમી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પૂર્ણ કરવા માટે કામ કરશે.

India-US-Trade-Deal1
krishipitaara.com

નિવેદન અનુસાર, આ વાટાઘાટો 13 ફેબ્રુઆરી, 2025ના રોજ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદનમાં આ સમગ્ર વિકાસને 'એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ' ગણાવવામાં આવ્યો છે.

વચગાળાના વેપાર કરાર હેઠળ, ભારત અમેરિકાથી આયાત થતી તમામ ઔદ્યોગિક ચીજવસ્તુઓ અને અનેક કૃષિ પેદાશો પરના ટેરિફ દૂર કરશે અથવા ઓછો કરશે. આમાં સૂકા અનાજ, પશુ આહાર માટે લાલ જુવાર, ડ્રાયફ્રૂટ્સ, તાજા ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટનો સમાવેશ થાય છે.

India-US-Trade-Deal
thelallantop.com

આ ઉપરાંત, ભારતે અમેરિકાથી આયાત થતા તબીબી ઉપકરણો, IT અને કૃષિ પેદાશો પરના બોજારૂપ નિયમો અને ઔપચારિકતાઓ ઘટાડવી પડશે, એટલે માત્ર કર જ નહીં, પરંતુ લાઇસન્સ, પ્રમાણપત્રો અને પરીક્ષણ જેવા અવરોધોને પણ હળવા કરવા પડશે. આ સાથે, ભારત આગામી પાંચ વર્ષમાં ઊર્જા, વિમાન, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી અને કોકિંગ કોલ જેવા 500 બિલિયન US ડૉલર મૂલ્યની અમેરિકન વસ્તુઓ ખરીદશે.

India-US-Trade-Deal2
prabhasakshi.com

આના બદલામાં, US ભારતીય માલ પરના તેના પારસ્પરિક ટેરિફ દરને 18 ટકા સુધી ઘટાડશે. જો કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો US સામાન્ય દવાઓ, રત્નો અને હીરા અને વિમાનના ભાગો જેવા પસંદગીના ભારતીય ઉત્પાદનો પરના ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરશે. આનાથી ભારતને મોટા પ્રમાણમાં રાહત મળવાની અપેક્ષા છે.

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. મકાઈ, ઘઉં, ચોખા, સોયા, દૂધ, ચીઝ, માંસ, મરઘા ઉછેર, ઇથેનોલ, તમાકુ અને કેટલાક શાકભાજી પર કોઈ ટેરિફ છૂટ આપવામાં આવી નથી, જેનાથી ખેડૂતો અને ડેરી ઉત્પાદકોની આજીવિકા સુરક્ષિત રહે.

India-US-Trade-Deal3
navbharattimes.indiatimes.com

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ કરારને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે કહ્યું કે, આનાથી ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડૉલરનું બજાર ખુલશે. આનાથી ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), ખેડૂતો અને માછીમારોને ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશભરમાં મહિલાઓ અને યુવાનો માટે લાખો નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.

આ કરાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર US ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કર્યા પછી આવ્યો છે. ગયા વર્ષે, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારપછી રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે વધુ 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.