- Lifestyle
- એક ભારતીયને 9 વર્ષ મોટી છૂટાછેડાવાળી અમેરિકન મહિલા સાથે થયો પ્રેમ, લવસ્ટોરી છે ગજબ
એક ભારતીયને 9 વર્ષ મોટી છૂટાછેડાવાળી અમેરિકન મહિલા સાથે થયો પ્રેમ, લવસ્ટોરી છે ગજબ
કહેવત છે કે પ્રેમ કોઈને પણ, કોઈની પણ સાથે, ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. કેટલાકને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે, જ્યારે કેટલાક, જેમ જેમ તેઓ મોટા થાય છે, ત્યારે તેમને એવી વ્યક્તિ મળે છે જેની સાથે તેઓ ખરેખર પોતાનું જીવન વિતાવવા માંગે છે. આજે, અમે તમને એક એવી જ વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, જે સાબિત કરે છે કે આ ડિજિટલ યુગમાં, પ્રેમને સરહદો, દેશો કે ભાષાઓ દ્વારા રોકી શકાતો નથી. સોશિયલ મીડિયા હવે ફક્ત ફોટા અને વીડિયો શેર કરવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જેણે ઘણા લોકોના જીવન બદલી નાખ્યા છે.
આ પ્રેમકથા જેક્લીન ફોરેરો નામની એક મહિલા વિશે છે, જે USAના ટેક્સાસમાં રહે છે. 2021માં જંગલમાં લાગેલી આગમાં બધું ગુમાવ્યા પછી અને પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યા પછી, તેને લગભગ 14,800 કિલોમીટર દૂર, આંધ્રપ્રદેશના એક દૂરના ગામમાં તેના જીવનનો સાચો પ્રેમ મળ્યો. હા, તેને આંધ્રપ્રદેશના એક નાના ગામડાના રહેવાસી ચંદન સિંહ રાજપૂત સાથે પ્રેમ થઈ ગયો. આ વાર્તા એનું ઉદાહરણ છે કે સાચો પ્રેમ અંતર, મુશ્કેલીઓ અને સંજોગોને કેવી રીતે પાર કરે છે.

ક્યારેક જીવન એક અનોખો વળાંક લે છે. ફેબ્રુઆરી 2024માં આવું જ કંઈક બન્યું, જ્યારે આંધ્રપ્રદેશના એક નાના ગામનો રહેવાસી ચંદન, આકસ્મિક રીતે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી રહ્યો હતો. તેને ખબર નહોતી કે એક અજાણ્યો મેસેજ તેનું આખું જીવન બદલી નાખશે. તે મેસેજ અમેરિકન ફોટોગ્રાફર જેક્લીન દ્વારા ચંદનને મોકલવામાં આવ્યો હતો, અને ત્યાંથી એક પ્રેમકથા શરૂ થઈ જે આજે હજારોના દિલને સ્પર્શી રહી છે.
હકીકતમાં, ચંદન ઇન્સ્ટાગ્રામ પર પોટ્રેટ સંદર્ભો જોઈ રહ્યો હતો ત્યારે એક મેસેજ રિકવેસ્ટ આવી. મોકલનાર હતી જેક્લીન. તેમનો બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો, તેથી વધુ વિચાર કર્યા વિના, ચંદને વિનંતી સ્વીકારી લીધી. તે જ રાત્રે તેઓએ વાતચીત શરૂ કરી, અને વાતચીત આગળ ચાલુ રહી. તેમની પસંદ એકબીજાને મળતી આવતી હતી.
https://www.instagram.com/reel/DSwVy4lEj0F/
શરૂઆતમાં, તેઓ ફક્ત સામાન્ય વાતો કરતા હતા. તેઓ એકબીજાને રમુજી સંદેશાઓ, ફોટા મોકલતા અને મજાક કરતા. પરંતુ ધીમે ધીમે, આ વાતચીતો વધુ ખાસ બની ગઈ. તેઓ એકબીજાને સમજવા લાગ્યા. તેઓએ તેમની દુનિયા, અનુભવો અને નાની ક્ષણો શેર કરી. સમય જતાં, તેમની વાતચીત, જે ટેક્સ્ટ સંદેશાઓ પર આધારિત હતી, તે વિડિઓ કૉલ્સમાં શરુ થઇ ગઈ. આ ફોન કોલથી તેમની વચ્ચેનું અંતર ઓછું થયું અને તેમના બંધનને મજબૂત બનાવ્યું. હવે, ફક્ત શબ્દો જ નહીં, પરંતુ દરેક નાની વાતચીત તેમને નજીક લાવી.

જેકલીન અને ચંદન નજીક આવવા લાગ્યા, પરંતુ પ્રેમની સાથે કેટલાક મુશ્કેલ પ્રશ્નો પણ આવ્યા. જેકલીન ચંદન કરતા નવ વર્ષ મોટી હતી, અને વધુ મહત્વનું એ છે કે તે છૂટાછેડા લઈ ચૂકી હતી. ભારતીય સમાજના દ્રષ્ટિકોણથી આ સંબંધ જાળવી રાખવો મુશ્કેલ હતો. ચંદને આ બધું તેના પરિવારને કહ્યું. શરૂઆતમાં તેના પરિવાર અને મિત્રોએ આ સંબંધ પર સવાલ ઉઠાવ્યા, પરંતુ ચંદન અડગ રહ્યો, અને સમય જતાં, તેના પરિવારે તેને ટેકો આપવાનું નક્કી કર્યું. તેણે જેકલીન સાથે વિડીયો કોલ પર વાત કરી, તેને સમજાવ્યું અને તેમના સંબંધને મંજૂરી આપી.

આ દરમિયાન, જેકલીનના માતાપિતાએ ચંદનને દિલથી સ્વીકારી લીધો. હકીકતમાં ચંદન બિલાડીઓને ખુબ પ્રેમ કરે છે, અને જેકલીનની માતાને પણ બિલાડીઓ ખુબ પસંદ છે. આના કારણે તેઓ ચંદન સાથે તેમની પુત્રીના લગ્ન કરવા માટે મંજુર થયા.
જેકલીન અને ચંદને તેમના પ્રેમ વચ્ચેના બધા અવરોધો પાર કર્યા અને લગભગ 14 મહિના સુધી લાંબા અંતરનો સંબંધ જાળવી રાખ્યો. ખાસ વાત એ છે કે અંતર કે રાહ તેમના પ્રેમને અવરોધી ન હતી. દૈનિક વાતચીત, વિડીયો કોલ અને દરેક નાની વસ્તુ તેમના બંધનને ગાઢ બનાવતી હતી.

જેકલીન અને ચંદનની પ્રેમકહાનીમાં સૌથી ખાસ ક્ષણ એ હતી, જ્યારે તેઓ નવ મહિનાના લાંબા અંતર પછી પહેલી વાર મળ્યા હતા. હકીકતમાં, તેમના સંબંધ શરૂ થયાના લગભગ નવ મહિના પછી, જેકલીન 14,000 કિલોમીટરનો પ્રવાસ કરીને ભારત આવી હતી, અને ચંદન તેને એરપોર્ટ પર મળવા ગયો હતો.
ભારત આવ્યા પછી, જેકલીન થોડા સમય માટે ચંદનના પરિવાર સાથે રહી. ત્યાં બધું ખૂબ જ સરળ હતું. ઘરેલું વાતાવરણ, પ્રેમ અને લોકોની લાગણીઓ જોઈને, જેકલીનને લાગ્યું કે અહીં પ્રેમ જાળવી રાખવો સરળ બનશે. પરંતુ જ્યારે અમેરિકા પાછા ફરવાનો સમય આવ્યો, ત્યારે બંને ખૂબ જ ભાવુક થઈ ગયા.

જેકલીન અને ચંદને તેમની લવસ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી. ઘણા લોકોએ તેમના પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા. પરંતુ આ સાથે કેટલાકે તેઓને ખૂબ ટ્રોલ પણ કર્યા. કેટલાકે તેમની જાતિ પર સવાલ ઉઠાવ્યા, કેટલાકે તેમની ત્વચાના રંગ વિશે મજાક ઉડાવી, અને અન્યોએ તેમના ઇરાદા અને ધર્મ પર ટિપ્પણી કરી.
જેકલીને પોતે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગને કારણે, ઘણી રાતો એવી હતી કે તે રડતી હતી, અને ઘણી રાતો આવી જ્યારે ચંદન પોતાને અંદરથી તૂટી ગયેલો અનુભવતો હતો. પરંતુ આ બધું થવા છતાં, તેમનો સંબંધ ક્યારેય નબળો પડ્યો નહીં.

