3 કે 4 માર્ચ, ક્યારે છે રંગોનો પર્વ હોળી?

આ વર્ષે હોળીના તહેવાર અંગે ખૂબ જ અસમંજસની સ્થિતિ છે. તેની પાછળનું મુખ્ય કારણ 3 માર્ચ, 2026ના રોજ ચંદ્રગ્રહણ છે. ગણતરીઓ અનુસાર, હોળીકા દહન 2 માર્ચે થશે, જ્યારે રંગોનો તહેવાર હોળી 4 માર્ચે ઉજવવામાં આવશે. તો, દેશના પ્રખ્યાત પંડિતો પાસેથી હોળીની સાચી તારીખ અંગે જાણીએ.

જ્યોતિષાચાર્ય પંડિત દૈવજ્ઞ કૃષ્ણ શાસ્ત્રીના મતે, ભારતીય જ્યોતિષ અને નિર્ણય સિંધુ ગ્રંથના આધારે, ફાગણ શુક્લ પક્ષની ચતુર્દશી (ચૌદશ) તિથિ 2 માર્ચ, 2026ના રોજ આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભદ્રા સમાપ્ત થયા બાદ અથવા ભદ્રાની પૂંછ દરમિયાન હોળીકા દહન કરવું એ શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે હોળીકા દહન માટેનો શ્રેષ્ઠ સમય 2 માર્ચના રોજ રાત્રે 12:50 થી 2:02 વાગ્યા સુધીનો રહેશે. બીજા દિવસે, 3 માર્ચ, 2026ના રોજ, ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, ગ્રહણ હોવાને કારણે બીજા દિવસે, ચૈત્ર કૃષ્ણ પક્ષ પ્રતિપદા એટલે કે 4 માર્ચ, 2026ના રોજ ભારતમાં હોળીની ઉજવણી કરવામાં આવશે.

holi-20261
retail.economictimes.indiatimes.com

3 માર્ચના રોજ ચંદ્રગ્રહણનો સમય

ગણતરીઓ અનુસાર, 3 માર્ચ, 2026ના રોજ ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે સાંજે 5:59 વાગ્યે ચંદ્ર ઉદય થશે, જ્યારે ગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્યાહન સમય (મધ્ય દિવસ) 5:04 વાગ્યે હશે, અને ગ્રહણનો અંત સમય સાંજે 6:47 વાગ્યે હશે. ચંદ્રગ્રહણ ભારતના તમામ સ્થળોએ ચંદ્રોદય બાદ એટલે કે 2 માર્ચે સાંજે 5:59  વાગ્યા બાદ જ દેખાશે. ગ્રહણનો માત્ર મોક્ષકાળ જ દેખાશે, જ્યારે શરૂઆત અને મધ્ય કાળ ભારતમાં ક્યાંય દેખાશે નહીં, કારણ કે ગ્રહણ ચંદ્રોદય પહેલા શરૂ થઇ જશે.

સનાતન ધર્મ અનુસાર, સૂતક કાળ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા માન્ય હોય છે. આ ગણતરી મુજબ, સૂતક કાળ 3 માર્ચે સવારે 6:20 વાગ્યે શરૂ થશે.

Holika-dahan-2026
zeenews.india.com

ચંદ્રગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે?

3 માર્ચે આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકામાં દેખાશે. એવામાં પર્વ 4 માર્ચ, 2026ના રોજ સમગ્ર ભારતમાં હોળીની ઉજવણી કરવી યોગ્ય રહેશે. 2 માર્ચ, 2026ના રોજ ભાદ્ર પૂંછ સમયગાળા દરમિયાન, રાત્રે 12:50 વાગ્યા પછી હોળીકા દહન કરવાનું શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે.

જ્યોતિષાચાર્ય પંડિત વેદ પ્રકાશ મિશ્રાએ સમજાવ્યું કે શાસ્ત્રીય પરંપરા મુજબ, હોળીકા દહન રાત્રે અને રંગોનો તહેવાર બીજા દિવસે સવારે ઉજવવામાં આવે છે. જોકે, 3 માર્ચે ચંદ્રગ્રહણ અને સૂતક કાળ હોવાથી, તે દિવસે રંગોનો તહેવાર ઉજવવો યોગ્ય નથી. આ કારણોસર, 4 માર્ચ, 2026ના રોજ હોળીનો પર્વ ઉજવવામાં આવશે.

holi-2026
housing.com

હૃષિકેશ પંચાંગ અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 2 માર્ચે સાંજે 5:18 વાગ્યે શરૂ થાય છે અને 3 માર્ચે સાંજે 4:33 વાગ્યા સુધી ચાલે છે. આ પ્રકારે 2 માર્ચે પૂર્ણિમાની શરૂઆત થશે. જોકે, 2 માર્ચે સાંજે 5:18 વાગ્યે ભદ્રા શરૂ થાય છે. એટલે ભદ્રાના મુખકાળને ત્યજીને ભદ્રા પૂંછડી કાળ દરમિયાન, રાત્રે 12:50 વાગ્યાથી રાત્રે 2:02 મિનિટ સુધીહોળીકા દહન કરવું શાસ્ત્રોક્ત રીતે યોગ્ય માનવામાં આવે છે.

પંડિત વેદ પ્રકાશ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, પ્રચલિત માન્યતા અનુસાર, હોલિકાદહનના બીજા દિવસે એટલે કે હોળી 3 માર્ચે ઉજવવી જોઈએ, પરંતુ આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ છે, જે સાંજે 5:59 થી 6:47 વાગ્યા સુધી રહેશે. ગ્રહણ સમાપ્ત થયા બાદ, 3 માર્ચે ચૌસઠથી દેવીના દર્શન અને પૂજા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.