રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના કારણે તેની આંખમાં ગંભીર ઈજા થઈ અને તેની એક આંખની દૃષ્ટિ જતી રહી. આ ઘટના બે મહિના જૂની છે, પરંતુ તાજેતરમાં જ SC/ST કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખૈરા ગામમાં બની હતી. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, અહીં 13 નવેમ્બર, 2025ના રોજ રામલીલા ચાલી રહી હતી. રામની ભૂમિકા ભજવતો નૈતિક પાંડે નામના કલાકારે તીરથી રાવણ બનેલા સુનિલ કુમારનો મુકુટ પાડવાનો હતો, પરંતુ તીર લક્ષ્ય પર ન વાગ્યું અને કથિત રીતે સુનિલની આંખમાં વાગ્યું.

ravan
bhaskar.com

ત્યારબાદ રાવણની ભૂમિકા ભજવતા સુનિલને સારવાર માટે વારાણસી મોકલવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેની એક આંખની દૃષ્ટિ જતી રહી. પીડિત સુનિલનો આરોપ છે કે તેણે રામલીલા આયોજકો અને રામનું પાત્ર ભજવનાર અભિનેતા પાસેથી તેની સારવાર માટે મદદ માંગી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મદદ માંગવા ગયો ત્યારે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને તેને ભગાડી દેવામાં આવ્યો. ત્યારબાદ, પીડિત સુનિલે પોલીસમાં આ બાબતની જાણ કરવાનો નિર્ણય લીધો.

ભાસ્કરના અહેવાલ મુજબ, તેણે કહ્યું કે તેની સારવારને કારણે, તે તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ શક્યો નહોતો, એટલે તેણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, તેનું કહેવું છે કે વહીવટી વિલંબને કારણે, તેનો કેસ અત્યારે નોંધવામાં આવ્યો છે. તેને 28 જાન્યુઆરીએ ખબર પડી કે તેની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે.

UP Police
livemint.com

હાલમાં, પીડિતનું કહેવું છે કે તેણે એક આંખની દૃષ્ટિ પૂરી રીતે ગુમાવી દીધી છે અને બીજી આંખમાં પણ સારી રીતે જોઈ શકતો નથી. તો, રામનું પાત્ર ભજવનાર નૈતિક પાંડેનું કહેવું છે કે તે એક અકસ્માત હતો. તેને અને સમિતિના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે તેમાં તેમની કોઈ ભૂલ નથી. FIR દાખલ થવાને લઈને ખબર પણ નહોતી.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.