- World
- નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી છે. 2025ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા ફિલિપ એઘિયને આ મહત્વનું નિવેદન આપ્યું છે.
RTL રેડિયો સાથેની વાતચીતમાં એઘિયને જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ થોડા અઠવાડિયા કરતા વધુ સમય સુધી ચાલે અને તેલના ભાવ પ્રતિ બેરલ $150 થી વધી જાય, તો વિશ્વમાં 1973 જેવો 'ઓઈલ શોક' જોવા મળી શકે છે. તેમણે કહ્યું- ઓક્ટોબર 1973ના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલને ટેકો આપતા દેશો વિરુદ્ધ આરબ ઓપેક (OPEC) સભ્યોએ તેલ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેના કારણે ફુગાવો વધ્યો હતો અને આર્થિક સ્થગિતતા આવી હતી.

તેમણે કહ્યું- સંકલિત નીતિની જરૂરિયાત: એઘિયનના મતે, જો આવી સ્થિતિ સર્જાય તો યુરોપિયન દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય વિકસિત દેશોએ સાથે મળીને નીતિવિષયક નિર્ણયો લેવા પડશે.
'ક્રિએટિવ ડિસ્ટ્રક્શન' દ્વારા ટકાઉ વિકાસ પર કામ કરવા બદલ નોબેલ મેળવનાર એઘિયને સ્પષ્ટ કર્યું હતું કે લાંબો સમય ચાલતો અને વિસ્તરતો સંઘર્ષ ચોક્કસપણે વૈશ્વિક વિકાસને ધીમો પાડશે. હું આર્થિક મંદીની શક્યતા જોઉં છું, પરંતુ અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી પડે તેવી સ્થિતિ જોતો નથી. ઉદાહરણ તરીકે, 2008ની નાણાકીય કટોકટી જેવું કશું જ અત્યારે દેખાઈ રહ્યું નથી.

