‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય 'મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજના' અંગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે e-KYC પ્રક્રિયા પૂર્ણ ન કરનારા આશરે 68 લાખ લાભાર્થીઓના બેંક ખાતા બંધ કરી દીધા છે. સરકારે આ યોજનાનો લાભ ઉઠાવનારાઓ e-KYC ફરજિયાત કરી દીધું છે. આ કાર્યવાહી બાદ, 'લાડકી બહેન યોજના' હેઠળ હવે 1 કરોડ 75 લાખ સક્રિય ખાતા છે, અગાઉ આ સંખ્યા 2 કરોડ 43 લાખ હતી.

સરકારે જણાવ્યું હતું કે e-KYC કરાવવાનો હેતુ યોજનાનો દુરુપયોગ અટકાવવાનો છે. જે મહિલા લાભાર્થીઓએ કોઈપણ કારણોસર હજુ સુધી તેમનું e-KYC પૂર્ણ કર્યું નથી તેમને હવે 30 એપ્રિલ સુધી વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉની અંતિમ તારીખ 31 માર્ચ હતી. નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના ખાતા ફરીથી સક્રિય થઈ જશે. રાજ્ય સરકારને અસંખ્ય ફરિયાદો મળી હતી કે આ યોજનાનો લાભ અયોગ્ય લોકો લઈ રહ્યા છે, જેમાં પુરુષો અને કેટલાક સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ફરિયાદો બાદ સરકારે લાભાર્થીઓ માટે ચકાસણી ઝુંબેશ શરૂ કરી અને e-KYC ફરજિયાત કરી દીધું હતું.

Ladki-Bahin-Yojana1
navbharattimes.indiatimes.com

રાજ્ય સરકારને અસંખ્ય ફરિયાદો મળી હતી કે અયોગ્ય લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમાં કેટલાક પુરુષો અને સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ છેતરપિંડી અટકાવવા અને સાચા લાભાર્થીઓની ચકાસણી કરવા માટે સરકારે e-KYC પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા માટેની અંતિમ તારીખ 4 વખત લંબાવવામાં આવી છે. શરૂઆતમાં આ અંતિમ તારીખ 30 નવેમ્બર, 2025, ત્યારબાદ ડિસેમ્બર 2025, પછી માર્ચ 2026 અને હવે 30 એપ્રિલ, 2026 કરી દેવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વેરિફિકેશન દરમિયાન બીજી તકનીકી ખામી સર્જાઈ. મરાઠીમાં પૂછાયેલા પ્રશ્નના ખોટા જવાબને કારણે, આશરે 24 લાખ મહિલાઓને સરકારી કર્મચારી સમજી લેવામાં આવી હતી. મરાઠીમાં પૂછવામાં આવેલ પ્રશ્ન એ હતો કે, ‘તુમચ્યા ઘરતલે કોની સરકારી નોકરી નહીં ના?’ (તમારા પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી નથી કરતું, છે ને?) પ્રશ્નની રચનાને કારણે જેમણે નામાં જવાબ આપવાનો હતો તેમણે હામાં જવાબ આપી દીધો. જોકે, આ ખાતાઓની તપાસ કર્યા બાદ તેમાંથી 20 લાખ ખાતા સાચા હોવાનું જાણવા મળ્યું હતું. બાકીના ખાતા હજુ પણ તપાસ હેઠળ છે.

Ladki-Bahin-Yojana1
navbharattimes.indiatimes.com

વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણી અગાઉ શરૂ કરાયેલ મુખ્યમંત્રી માજી લાડકી બહિન યોજનાને મહાયુતિ સરકારની જીતમાં એક મુખ્ય પરિબળ માનવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર પાત્ર મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાથી રાજ્ય સરકારના ખજાના પર મોટો નાણાકીય બોજ પડ્યો છે. જોકે, સરકારે જણાવ્યું છે કે આ યોજના બંધ કરવામાં આવશે નહીં. સરકારે 2026-27ના બજેટમાં આ યોજના માટે 26,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

About The Author

Top News

એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

ભારતમાં EV સ્કૂટર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ છે. સિમ્પલ એનર્જીનું નવું સિમ્પલ અલ્ટ્રા એક જ ચાર્જ પર 400 Kmની...
Tech and Auto 
એક ચાર્જ પર 400 Km દોડતું દેશનું સૌથી વધુ રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સિમ્પલ અલ્ટ્રા' લોન્ચ, પણ બહુ મોંઘું છે

‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિય 'મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજના' અંગે એક મહત્ત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. રાજ્ય સરકારે e-KYC ...
National 
‘લાડકી બહેન યોજના'એ ચૂંટણી જીતાડી, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે 68 લાખ ખાતા કેમ બંધ કરી દીધા?

શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?

2 એપ્રિલના રોજ, આમ આદમી પાર્ટી (AAP)એ તેના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી દૂર કરવાની...
National 
શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જવાના છે?

કોંગ્રેસ પાસે સત્તા, કાર્યકર્તા અને પૂર્ણ સમર્થન નથી પરંતુ બહોળો અનુભવ તો છે

એક સમયે કોંગ્રેસ માત્ર રાજકીય મંચ નહીં, પરંતુ ભારતીય વિચારધારાનું કેન્દ્ર હતું. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા...
Politics 
કોંગ્રેસ પાસે સત્તા, કાર્યકર્તા અને પૂર્ણ સમર્થન નથી પરંતુ બહોળો અનુભવ તો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.