‘અરે પાગલ માણસ હું એરપોર્ટ પર છું...’, એરપોર્ટ પર પહોંચી તો બોસે રજા રદ કરી દીધી; ગુસ્સે થયેલી Gen-Z કર્મચારીનો જવાબ વાયરલ

કલ્પના કરો કે તમારી રજા મંજૂર થયા બાદ, તમે ખુશી-ખુશીથી વિદેશ પ્રવાસ માટે એરપોર્ટ પર પહોંચો છો, પરંતુ તમારા બોસ તરફથી મેસેજ મળે છે કે, ‘રજા કેન્સલ, ઓફિસ આવો! તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? સ્વાભાવિક રીતે તમારો મૂડ બગડી જશે. એ વિચારીને મગજની કઢી થઈ જશે કે, હવે શું કરવાનું? Gen-Z કર્મચારી સાથે પણ કંઈક આવું જ બન્યું. ચૂપચાપ બધું સહન કરવાને બદલે, તેણે તેના રિપોર્ટિંગ મેનેજરને એટલો જોરદાર જવાબ આપ્યો કે ઓનલાઈન લોકો હવે તેની બહાદુરીના દીવાના થઈ ગયા છે.

women
linkedin.com

આ ઘટના સિમરન નામની એક કર્મચારીની છે, જે તેની વિયેતનામ યાત્રા માટે એરપોર્ટ પર તેની ફ્લાઇટની રાહ જોઈ રહી હતી. તે ખુશ હતી કે તેની રજા મંજૂર થઈ ગઈ છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ બોર્ડિંગ કરતા પહેલા ઓફિસના વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને કારણે તેની રજા અચાનક રદ કરવામાં આવી છે, અને તેણે ઓફિસ આવવું પડશે.

પછી શું હતું? સિમરનનું મગજ ગરમ થઈ ગયું. તેણે એરપોર્ટ પરથી એક વીડિયો બનાવ્યો અને તેના બોસ પર પ્રહાર કર્યો. તેણે કહ્યું કે, ‘અરે પાગલ માણસ હું આ વખતે એરપોર્ટ પર આવી ગઈ છું મિત્રો સાથે. જો સવારે કહેતો તો આવી જતી, હું એટલે કમાતી નથી કે હું મારા કામને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ એટલા માટે કમાઉં છું કે, હું એ પૈસાથી ફરી શકું અને પોતાની ફ્રીડમ એંન્જોઈ કરી શકું.

તેણે કહ્યું કે, ‘મારી રજા મંજૂર થઈ ગઈ છે, અને હવે હું 10 દિવસ પછી મારા લેપટોપને ઓન કરીશ. કંપનીની ઈમરજન્સી મારી અંગત લાઈફથી વધુ મોટી નથી. મને મારી નોકરીની ચિંતા નથી. વધારેમાં વધારે શું થશે? બીજી મળી જશે. મેનેજર છે મેનેજર બનીને રહે. હું તો જઈ રહી છું. મને કોઈ ફરક પડતો નથી.

women
linkedin.com

ઘણા યુઝર્સનું કહેવું છે કે Gen-Z જિદ્દી નથી, પરંતુ એકપક્ષીય નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કરે છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, ‘છેલ્લી ઘડીએ કોઈની રજા રદ કરવી એ આયોજનના અભાવની નિશાની છે. જો કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો, તો મેનેજરને તેના વિશે જાણ હોવી જોઈએ. આ તેની નિષ્ફળતા છે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.