- World
- દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્...
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું
સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો સ્પેસ સ્વીડન ABના સંસ્થાપક અને CEO અભિજીતે લિંક્ડઇન પર એક ભાવુક પોસ્ટમાં આ પીડાદાયક નિર્ણય શેર કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્વીડનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને વિદેશીઓ પ્રત્યેના દ્વેષપૂર્ણ પ્રણાલીએ તેમને આ પગલું ઉઠાવવા મજબૂર કર્યા છે.
અભિજીતે પોતાની લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું કે, ‘આજે, હું સત્તાવાર રીતે હાઇડ્રો સ્પેસ સ્વીડન ABના સંસ્થાપક અને CEOનું પદ છોડી રહ્યો છું. મેં કંપની વેચી દીધી છે કારણ કે મને આ મહિનાના અંત સુધીમાં દેશ છોડવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. આ સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનું નથી. આ એક અસમર્થ અને તેજીથી ખરાબ થતી સરકારી મશીનરી દ્વારા હકાલપટ્ટી છે.’
અભિજીતે જણાવ્યું કે તેમની કંપનીના ઉત્પાદનોને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ સ્વીડિશ માઇગ્રેશન એજન્સી (માઇગ્રેશનવર્કેટ)એ તેમને મુક્તપણે પોતાનો વ્યવસાય ચલાવવાની મંજૂરી ન આપી. તેમણે લખ્યું કે, સ્વીડનની ‘સ્ટાર્ટઅપ-ફ્રેન્ડલી’ છબી માત્ર એક દેખાડો સાબિત થઈ. એજન્સીની અક્ષમતા, કાયરતા અને વિદેશી ઉદ્યોગસાહસિકો પ્રત્યેની દુશ્મનાવટે તેમનું જીવન નર્ક બનાવી દીધું.
સિસ્ટમથી સંપૂર્ણપણે તૂટી ગયેલા અભિજીતે કાયદાકીય લડાઈ લડવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, ‘મારી પાસે એટલી એનર્જી નથી કે હું પોતાના પૈસા એવી સિસ્ટમ સામે કાયદાકીય લડાઈમાં ખર્ચ કરું, જે સંપૂર્ણપણે તૂટેલી છે અને જેનોફોબિક લાગે છે. તેના બદલે, મેં વિરામ લઈને મારા દેશમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે જેથી હું મારા માનસિક સ્વાસ્થ્ય પર કામ કરી શકું, જેને સ્વીડિશ માઇગ્રેશન એજન્સીએ બરબાદ કરી દીધું હતું.’
પોસ્ટ વાયરલ થતા જ અભિજીતને સોશિયલ મીડિયા પર ભારે સમર્થન મળ્યું. એક યુઝરે લખ્યું કે, ‘હું પણ આવા જ અનુભવમાંથી પસાર થયો છું અને તમે જે કહી રહ્યા છો તેમાંથી મોટાભાગનાને યોગ્ય ઠેરવી શકું છું.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘અમારી કંપનીમાં પણ આવી જ કહાની છે, ઇમિગ્રેશન ઓફિસ સાથે ઝઘડો. એવું લાગે છે કે આ માત્ર સ્વીડનમાં જ નહીં, પરંતુ ગ્લોબલ ટ્રેન્ડ છે.’

