સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની બેઠકો પર SC/ST/OBCનો પણ અધિકાર! સુપ્રીમ કોર્ટે 'ડબલ બેનિફિટ'ની દલીલ ફગાવી

સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટ અંગે ચાલી રહેલી લાંબી બહેસ પર સુપ્રીમ કોર્ટે પૂર્ણવિરામ લગાવી દીધો છે. એક ઐતિહાસિક અને દૂરગામી નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે અનામત કેટેગરીના (SC, ST, OBC અને EWS)ના ઉમેદવારો પણ સામાન્ય કેટેગરીની બેઠકોમાં નોકરી મેળવવા માટેના હકદાર છે, જો તેઓ સામાન્ય કેટેગરીના કટઓફ માર્ક્સ પૂરા કરે. પરંતુ શરત સાથે કે તેઓ મેરિટમાં જનરલ કેટેગરીના કટઓફ ગુણ હાંસલ કરે. આ નિર્ણય માત્ર અનામત કેટેગરીના મેઘાવી વિદ્યાર્થીઓ માટે મોટી જીત છે, પરંતુ આ સામાન્ય કેટેગરીની બેઠકોની પરિભાષાને પણ ફરીથી વ્યાખ્યાયિત કરે છે.

SC
facebook.com/SupremeCourtOfIndia

આ કેસ રાજસ્થાન હાઈકોર્ટની એક ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલો છે. રાજસ્થાન હાઈકોર્ટે કેટલીક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી, જેમાં તેમણે એક નિયમ બનાવ્યો હતો કે અનામત કેટેગરીના ઉમેદવારોને સામાન્ય કેટેગરીની બેઠકો પર નિયુક્ત કરવામાં નહીં આવે, ભલે તેમના ગુણ સામાન્ય કેટેગરીના કટઓફ કરતા વધુ કેમ ન હોય. હાઈકોર્ટે તર્ક આપ્યો હતો કે જો અનામત કેટેગરીને જનરલ બેઠક ફાળવી આપવામાં આવી તો તે ડબલ બેનિફિટ જેવું હશે- પ્રથમ અનામતનો લાભ અને બીજું સામાન્ય કેટેગરીની બેઠકનો.

સુપ્રીમ કોર્ટે આ દલીલને પૂરી રીતે ફગાવી દીધી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જી. મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટની અરજી ફગાવી દીધી, જેમાં કહ્યું હતું કે યોગ્યતાનું સન્માન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે 1992ના ઐતિહાસિક ઈન્દિરા સાહનીના ચૂકાદાનો સંદર્ભ આપ્યો. ન્યાયાધીશ દત્તાએ કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમારું માનવું છે કે ઓપનશબ્દનો અર્થ માત્ર ખુલ્લી થાય છે. એટલે કે, ખુલ્લી કેટેગરી હેઠળ ભરવાની બેઠકો કોઈ ચોક્કસ જાતિ કે વર્ગની જાગીર નથી. તે બધા માટે ખુલ્લી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામતની ઉપલબ્ધતા કોઈ મેઘાવી ઉમેદવારને બિનઅનામત બેઠક પર મેરિટના આધારે પસંદ થતા નહીં રોકી શકે.

SC
facebook.com/SupremeCourtOfIndia

આ નિયમ કેવી રીતે લાગૂ થશે?

સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયાને લઈને સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી

લેખિત પરીક્ષા: જો અનામત કેટેગરી (SC/ST/OBC)ના ઉમેદવાર લેખિત પરીક્ષામાં સામાન્ય કેટેગરીના કટઓફ કરતા વધુ ગુણ મેળવે છે, તો તેમને ઇન્ટરવ્યૂના સમયે સામાન્ય કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.

ફાઇનલ મેરિટ: જો ફાઇનલ પરિણામમાં તેમના કુલ ગુણ જનરલ કેટેગરીના કટઓફથી નીચે આવે છે, તો તેને પરત તેમની મૂળ અનામત કેટેગરીમાં પાછા ગણવામાં આવશે, જેથી અનામતનો લાભ મળી શકે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.