સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પારાને એક કારણ વગરની અયોગ્ય ટિપ્પણી માટે સખત ઠપકો આપ્યો. એટલું જ નહીં, તેમણે ભવિષ્ય માટે કડક ચેતવણી પણ આપી. તેમણે સ્પષ્ટપણે નેદુમ્પારાને કહ્યું કે જો તેમની ગેરવર્તણૂક આવી રીતે ચાલુ રહેશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. CJI નેદુમ્પારાની ટિપ્પણીથી સ્પષ્ટપણે નારાજ દેખાયા.

CJI-Suryakant
tarunmitra.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, CJI સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પાર પર ત્યારે ગુસ્સે થયા જ્યારે તેમણે ટિપ્પણી કરી કે 'અદાણી અને અંબાણી' માટે બંધારણીય બેન્ચ બનાવવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ (NSAG)ને પડકારતી અરજીઓની સુનાવણી કરવામાં આવતી નથી. એ નોંધવું જોઈએ કે મોદી સરકારે ન્યાયતંત્રની નિમણૂકો માટે કોલેજિયમ સિસ્ટમને NSAG સાથે બદલી નાખી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

CJI-Suryakant3
thestatesman.com

હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં મેન્શન રાઉન્ડ દરમિયાન, મેથ્યુઝ નેદુમ્પરા કોલેજિયમ સિસ્ટમને પડકારતી અને રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની પુનઃસ્થાપનાની માંગ કરતી અરજીની સુનાવણી માટે ઉલ્લેખ કરવા માંગતા હતા. આના પર CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રી પાસે આવી કોઈ અરજી નથી. નેદુમ્પરાએ વળતો જવાબ આપ્યો, 'અદાણી અને અંબાણી માટે બંધારણીય બેન્ચ બનાવવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય લોકોને અસર કરતા કેસોની સુનાવણી કરવામાં આવી રહી નથી.'

CJI-Suryakant4
x.com

CJI સૂર્યકાંતે નેદુમ્પરાને કડક ચેતવણી આપતા કહ્યું, 'શ્રી નેદુમ્પરા, મારી કોર્ટમાં તમે જે કઈ પણ કહો છો તેની કાળજી રાખો. તમે મને ચંદીગઢમાં, દિલ્હીમાં જોયો છે... હું તમને ચેતવણી આપી રહ્યો છું, સાવચેત રહો. એવું ન માનો કે તમે અન્ય બેન્ચ પર જેમ ખરાબ વર્તન કરો છો તેમ કરવાનું ચાલુ રાખી શકો છો. હું તમને ચેતવણી આપી રહ્યો છું.'

CJI-Suryakant2
msn.com

ખરેખર, 2024માં, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ નેદુમ્પરાની અરજી નોંધવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે, આ મામલે નવી રિટ અરજી પર વિચાર કરી શકાતો નથી, કારણ કે NJACનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે, તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પણ નેદુમ્પારાને આ જ અરજી પર સુનાવણીની માંગ કરવા બદલ ઠપકો આપતા કહ્યું હતું કે, 'કોર્ટમાં રાજકીય ભાષણો ન આપો.'

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.