SIR પર સુપ્રીમ કોર્ટમાં મહા-સુનાવણી, મમતા બેનર્જીએ શું દલીલો કરી, CJIએ શું આદેશ આપ્યો?

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પર ચાલી રહેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેપોતે કોરટમાં પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)એ તેમને અટકાવતા કહ્યું કે, તેમના વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને શ્યામ દિવાન પહેલાથી જ બધી દલીલો રજૂ કરી ચૂક્યા છે. આ કેસમાં આગામી સુનાવણી સોમવાર 9 ફેબ્રુઆરીના રોજ થશે.

બુધવારે, સુપ્રીમ કોર્ટમાં, મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ તમામ હકીકતો રજૂ કરી હતી, પરંતુ તેમને સાંભળવામાં ન આવ્યા. CJIએ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તેમની નવી અરજીમાં કેટલાક નવા મુદ્દાઓ જરૂર છે, પરંતુ જે વાતો તમે કહી રહ્યા છો, તે તમારા વકીલો પહેલાથી જ દ્વારા કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન, મમતા બેનર્જીએ રવિન્દ્રનાથ ટાગોરની જોડણીમાં ફેરફારનો ઉલ્લેખ કરતા લોકશાહી અને નાગરિક અધિકારોની વાત કરી, જેમાં. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, અને મતદારોના નામ મોટા પાયે યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.

વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કોર્ટને માહિતી આપી હતી કે, અંતિમ મતદાર યાદી માટે માત્ર 11 દિવસ બાકી છે, જે 14 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની છે, જ્યારે કેસની સુનાવણી માટે માત્ર ચાર દિવસનો સમય બાકી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 21 લાખ અનમેપ્ડ મતદારો છે અને લગભગ 3.26 કરોડ નામોમાં તાર્કિક વિસંગતતાઓ મળી આવી છે, જે કુલ મતદારોના લગભગ 20 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

Mamata1
indiatoday.in

શ્યામ દિવાને માંગ કરી હતી કે ચૂંટણી પંચે તાર્કિક વિસંગતતા યાદીમાં સમાવિષ્ટ દરેક મતદારના નામ જાહેર કરવા જોઈએ. તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશો છતા ઘણા કિસ્સાઓમાં માત્ર નામ, ઉંમર અને લિંગ નોંધાયેલ છે, પરંતુ મતદારનું નામ યાદીમાંથી કેમ દૂર કરવામાં આવ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ મતદાર યાદીમાં કેમ નથી.

આના પર CJIએ કહ્યું કે તેમને જાણ કરવામાં આવી છે કે આ પ્રક્રિયા માત્ર એક સામાન્ય સૂચના નથી, પરંતુ સંબંધિત લોકોને વ્યક્તિગત નોટિસ પણ આપવામાં આવી રહી છે. કોર્ટે એમ પણ ટિપ્પણી કરી કે આ ખેતી અને તહેવારોનો સમય છે, એવામાં ઘણા લોકો તેમના ગૃહ જનપદથી બહાર છે. CJIએ પ્રશ્ન કર્યો કે, જ્યારે બંગાળમાં BLO પર દબાણ અને જીવ જવાની વાતો સામે આવી રહી છે, ત્યારે આસામ જેવા રાજ્યોમાં આવું કેમ નથી થઈ રહ્યું?

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે અન્ય રાજ્યોમાં, ચૂંટણી પંચ બધા દસ્તાવેજો સ્વીકારી રહ્યું છે, પરંતુ પશ્ચિમ બંગાળના મામલે તેમને રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે તહેવારો અને લણણીની મોસમ છે, અને મોટી સંખ્યામાં લોકો રાજ્યની બહાર છે. આ દરમિયાન, મમતા બેનર્જીએ ચૂંટણી પંચને વોટ્સએપ કમિશન પણ કહી દીધું. તેમણે કહ્યું, ‘ચૂંટણી પંચ... માફ કરશો, વોટ્સએપ કમિશન આ બધું કરી રહ્યું છે. લોકોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે. બંગાળને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

સુનાવણીના અંતે, CJIએ કહ્યું કે કોર્ટ મુદત લંબાવવાનો આદેશ આપી શકે છે. તેમણે મમતા બેનર્જીને કહ્યું કે કોર્ટને તેમના વકીલ શ્યામ દિવાનની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે પોતાના માટે શ્રેષ્ઠ વકીલ પસંદ કર્યા છે. કોર્ટે આગામી સુનાવણી સોમવારે નક્કી કરી છે. CJIએ કહ્યું કે ચૂંટણી પંચ આજે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સૂચનાઓ સાથે કોર્ટ સમક્ષ આવે. પશ્ચિમ બંગાળ સરકારને ઉપલબ્ધ ગ્રુપ B અધિકારીઓની યાદી રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે ચૂંટણી પંચે વતી અધિકારીઓ પ્રત્યે હોસ્ટેલિટીને લઈને લેખિતમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

અહીં કોર્ટમાં શું-શું થયું, અહી જુઓ

ECI વકીલ: મારા સૂચનો હતા કે નાની જોડણીની ભૂલ માટે નોટિસ જાહેર કરવામાં નહીં આવે.;

CJI:રાજ્યના કાર્યકારી વડા પણ આજે અહીં હાજર છે. શું રાજ્ય માટે બંગાળી ભાષાના નિષ્ણાતો પૂરા પાડવાનું શક્ય નથી જે સમિતિ સાથે બેસીને સ્થાનિક ઉચ્ચારણ અને જોડણી પર સલાહ આપે?’

મમતા બેનર્જી: હું આ સ્પષ્ટ કરી શકું છું, કારણ કે હું તે રાજ્યથી છું.

CJI:તમે ત્યાંથી છો તેમાં કોઈ શંકા નથી.

Mamata
indiatoday.in

મમતા બેનર્જી: મને બોલવાની મંજૂરી આપવા બદલ બેન્ચનો આભાર. સમસ્યા એ છે કે વકીલો બધું પૂર્ણ થયા પછી જ લડે છે. જ્યારે અમને ન્યાય મળતો નથી ત્યારે દરવાજા પાછળ ન્યાય રડતો રહે છે. મેં ચૂંટણી પંચને 6 પત્રો લખ્યા છે, પરંતુ એક પણ પત્રનો જવાબ મળ્યો નથી. હું કોઈ ખાસ વ્યક્તિ નથી. હું એક... બંધુઆ મજૂર જેવી છું. હું મારી પાર્ટી માટે લડી રહી નથી; હું એક સામાન્ય નાગરિક છું.

CJI:પશ્ચિમ બંગાળ સરકારે પણ એક અરજી દાખલ કરી છે. રાજ્યનું પ્રતિનિધિત્વ સુપ્રીમ કોર્ટના શ્રેષ્ઠ વકીલો - કપિલ સિબ્બલ, ગોપાલ અને શ્યામ દિવાન કરી રહ્યા છે. અમારી મદદ માટે સર્વશ્રેષ્ઠ લીગલ ટીમ છે. જ્યારે 19 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો, ત્યારે શ્રી સિબ્બલે પશ્ચિમ બંગાળ સરકાર અને તેના નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ખૂબ જ સ્પષ્ટ રૂપરેખા આપી હતી. બધા મુદ્દાઓ ઓળખી કાઢવામાં આવ્યા છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. આપણે ખાતરી કરવી જોઈએ કે કોઈ નિર્દોષ નાગરિક બાકાત ન રહે.

માત્ર ત્રણ આધાર છે જેના પર કોઈ આપત્તિ નહીં થાય

પહેલો, દોષિત વ્યક્તિઓ. બીજો, રાજ્ય કે દેશ છોડી ગયેલા લોકો. ત્રીજો, બિન-નાગરિક. પરંતુ બંગાળમાં નામો અલગ રીતે ઉચ્ચારવામાં આવે છે. આજકાલ, AI-આધારિત રેકોર્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. આવી તકનીકી અથવા ભાષાકીય ભૂલોને કારણે કોઈપણ સાચા નાગરિકને બાકાત રાખવો જોઈએ નહીં.

ECI: અમને અત્યાર સુધી અરજીની નકલ મળી નથી. અમને ખબર પણ નથી કે વાસ્તવિક સમસ્યા શું છે. અમને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપો.

CJI:આ કેસ આજે પહેલી વાર સામે આવ્યો હોવાથી તમને નકલ આપવામાં આવી નથી. પરંતુ સત્ય એ છે કે, આ સમગ્ર પ્રક્રિયા ટાઈમલાઇન પર છે. અમે વધારાના 10 દિવસ આપ્યા હતા, હવે તેમાં માત્ર 4 દિવસ બાકી છે. સૈદ્ધાંતિક રીતે, ‘રોય’, ‘દત્તા’, ‘ગાંગુલીજેવા નામોની જોડલી અલગ-અલગ લખવામાં આવી રહી છે. અમે પોતે નથી જાણતા કે ટેગોરની આજકાલ સ્પેલિંગ કેવી રીતે લખવામાં આવી રહી છે, કેટલાક 'E' લગાવે, કેટલાક નહીં.

મમતા બેનર્જી: જો તમે પરવાનગી આપો, તો હું તમને મુખ્ય બંગાળી અખબારોમાં પ્રકાશિત થયેલા કેટલાક તસવીરો બતાવી શકું છું. તેમની આખી પ્રક્રિયા માત્ર કાઢી નાખવાની છે. જ્યારે કોઈ પુત્રી લગ્ન બાદ તેના સાસરિયાના ઘરે જાય છે અને તેના પતિની અટક અપનાવે છે, ત્યારે તેનું નામ 'મિસમચ' બતાવીને કાઢી નાખવામાં આવે છે. જે લોકો કામ માટે પોતાનું સરનામું બદલે છે તેમને 'તાર્કિક વિસંગતતા' બતાવીને કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ વિસંગતતા નથી, તે વિસંગતતા મેપિંગ છે. જ્યારે આ કોર્ટના આદેશ દ્વારા આધાર કાર્ડ, ડોમિસાઇલ પ્રમાણપત્રો અને સરકારી આવાસ કાર્ડ સ્વીકારવામાં આવ્યા, ત્યારે બંગાળના લોકો ખુશ હતા. પરંતુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ, માત્ર બંગાળને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

મમતા બેનર્જી: 24 વર્ષ પછી ચાર મહિનામાં અચાનક આ બધું કરવાની ઉતાવળ શું હતી? પાકનો સમય હતો, પૂજાનો સમય હતો - જ્યારે લોકો શહેરમાં નહોતા, ત્યારે નોટિસ જાહેર કરવામાં આવી હતી.

મમતા બેનર્જી (પરવાનગી માંગતા): જો તમે મને પરવાનગી આપો, તો હું કંઈક કહેવા માંગુ છું.

મમતા બેનર્જી: અમે ન્યાય માટે આવ્યા છીએ. અમે ચૂંટણી પંચને બધું કહ્યું, પરંતુ કોઈ સાંભળતું નથી.

CJI (ટોકતા): મેડમ મમતા, કપિલ સિબ્બલ અને અન્ય વરિષ્ઠ વકીલોએ તમારા વતી તમારી દલીલો રજૂ કરી ચૂક્યા છે.

CJI: તમારી નવી અરજીમાં કેટલાક વધારાના મુદ્દાઓ છે. લાયક મતદારોના નામ યાદીમાં શામેલ હોવા જોઈએ. કમિશને આ માટે પગલાં લેવા જોઈએ.

શ્યામ દિવાન:મતદાર યાદીના અંતિમ પ્રકાશન માટે 11 દિવસ બાકી છે- 14 ફેબ્રુઆરી સુધી. સુનાવણી પૂર્ણ કરવા માટે માત્ર 4 દિવસ બાકી છે. 32 લાખ અનમેપડ મતદારો છે. 3.26 કરોડ નામોમાં તાર્કિક વિસંગતતાઓ છે- જે કુલ મતદારોના 20% છે. ચૂંટણી પંચે તાર્કિક વિસંગતતા યાદીમાં દરેક નામ અપલોડ કરવું જોઈએ અને નામ કેમ દૂર કરવામાં આવ્યું તે જણાવવું જોઈએ.

CJI:અમને કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત એક સામાન્ય સૂચના નથી, પણ એક વ્યક્તિગત સૂચના પણ છે.

Mamata3
ndtv.com

મમતા બેનર્જી: તેમને ERO અને AEROની શક્તિઓ ખાતાં કરી દીધી છે. 3,800 માઇક્રો-ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે - મોટાભાગે ભાજપ શાસિત રાજ્યોમાંથી. આ લોકો EC ઓફિસમાં બેસીને નામો કાઢી રહ્યા છે. પ્રથમ તબક્કામાં, 58 લાખ નામોને 'મૃત' જાહેર કરીને દૂર કરવામાં આવ્યા હતા. આટલી બધી મહિલાઓના નામ કાઢી નાખવામાં આવ્યા - આ મહિલા વિરોધી છે.

CJI:જો જરૂરી હોય તો, અમે નિર્દેશ આપીશું કે દરેક નોટિસ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની પરવાનગીથી જ જાહેર કરવામાં આવે.

ECI:રાજ્ય સરકારે પૂરતા વર્ગ-2 અધિકારીઓ પૂરા પાડ્યા ન હતા. અમને માઇક્રો-ઓબ્ઝર્વર્સ લગાવવા પડ્યા

સોલિસિટર જનરલ:જે રીતે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટપણે દુશ્મનાવટ દર્શાવે છે.

મમતા બેનર્જી: ‘150 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. બંગાળને કેમ નિશાન બનાવવામાં આવ્યું? આસામ કે ઉત્તરપૂર્વને કેમ નહીં?’

CJI:અમે સોમવારે આ કેસની ફરી સુનાવણી કરીશું. ECI આજે ​​ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્દેશ લઈને આવે.

CJI:પશ્ચિમ બંગાળ સરકારે વર્ગ-2 અધિકારીઓ અને SDMની યાદી આપે.

મમતા બેનર્જી: હું વિનમ્ર વિનંતી કરું છું– કૃપયા લોકશાહીને બચાવો.

CJI:એક જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખકને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. દરેક રાજ્યમાં નવા મુદ્દાઓ આવે છે.

મમતા બેનર્જી: ચૂંટણી પંચ... માફ કરશો- વોટ્સએપ કમિશન આ બધું કરી રહ્યું છે. લોકોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. બંગાળને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

કોર્ટ: મમતા બેનર્જીની અરજી પર ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ અપાઈ. ચૂંટણી પંચ સોમવારે પોતાનો જવાબ દાખલ કરશે.

About The Author

Related Posts

Top News

BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યની 'આધી આબાદી' એટલે કે મહિલા મતદારોને રીઝવવા...
Politics 
BJP જાહેરાત કરે તે પહેલા સમાજવાદી પાર્ટીનો મોટો દાવ, દર વર્ષે મહિલાઓને ₹40,000 આપશે, ડિમ્પલ યાદવની જાહેરાત

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.