એક જ ઘરમાં 233 મતદારો! હિન્દુ-મુસ્લિમ-શીખ બધા જ સામેલ, ગોરખપુરની SIR યાદી પર હોબાળો

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચોંકાવનારી વિસંગતતાઓ સામે આવી છે. ચૂંટણી પંચ દ્વારા 6 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં ઘણી ચોંકાવનારી વિસંગતતાઓ સામે આવી છે. આ ડ્રાફ્ટ યાદી, ખાસ કરીને મહાનગરના વોર્ડ નંબર 16માં, એક જ ઘર નંબર પર 233 મતદારોના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સહિત વિવિધ સમુદાયોના લોકો સામેલ છે, જે અલગ-અલગ પરિવારોમાંથી છે.

NDTVના અહેવાલ મુજબ, આ ઘટના ગોરખપુર જિલ્લાના દિગ્વિજયનગર વિસ્તારમાં બૂથ નંબર 260 સાથે જોડાયેલી છે. અહી ઘર નંબર-617માં મતદાર યાદીમાં 378 થી 610 નંબર સુધી કુલ 233 નામો નોંધાયેલા છે. આમાં જાવેદ, રઝાક, સુદર્શન સિંહ, ગરિમા સિંહ, મહફૂઝ, હાશ્મી અને શાહનવાઝ જેવા નામોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોનું  કહેવું  છે કે આ સ્પષ્ટપણે ટેક્નિકલ અથવા ડેટા એન્ટ્રીની ભૂલ છે, કારણ કે આટલા બધા લોકો એક જ ઘરમાં નહીં રહી શકે.

SIR1
indiatoday.in

આ અંગે પર પ્રતિક્રિયા આપતા સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઋષિ મોહન બર્માએ કહ્યું કે, યાદીમાં ગંભીર વિસંગતતાઓ છે. ઘર નંબર-617ની કોઈ ઇમારત જનપ્રિયા વિહાર કોલોનીમાં અસ્તિત્વમાં નથી. અહેવાલો અનુસાર, આ સમસ્યા 2003ની જૂની મતદાર યાદીમાં પણ હતી, જ્યારે 550થી વધુ નામો એ જ રીતે નોંધાયેલા હતા. કાઉન્સિલરે કહ્યું કે, SIR દરમિયાન ગણતરી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફીડિંગ કરાવવામાં આવી હતી, પરંતુ ભૂલો સુધારવાની તક ચૂકી ગઈ. હવે, મતદારોએ ફરીથી તેને સુધારવા પડશે.

નોંધનીય છે કે, ગોરખપુરમાં SIR દરમિયાન, કુલ 6.45 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ એવા ઘણાં લોકો છે, જેમણે 2022 અને 2024ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને હવે કાઢી નાખવામાં આવ્યા છે. કાઉન્સિલર બર્માએ ભાર મૂક્યો હતો કે 100% મતદાન સુનિશ્ચિત કરવા માટે સચોટ અને સાચી મતદાર યાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ હંમેશાં મતદાનમાં વધારો દર્શાવે છે, પરંતુ સાચી મતદાર યાદી વિના આ શક્ય નથી.

SIR2
thehindu.com

હાલમાં, દાવાઓ-આપત્તિઓ માટે 6 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, મતદાર ગણતરી ફોર્મ ભરીને બદલાવ કરી શકાય છે. ભાજપના કાઉન્સિલરે જણાવ્યું કે તેઓ ઘરે ઘર જઇને લોકોને જાગૃત કરી રહ્યા છે અને સુધારા માટે ફોર્મ ભરવાની સલાહ આપી રહ્યા છે. આ સમગ્ર મામલો મતદાર યાદીની ચોકસાઈ પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે આખા ઉત્તર પ્રદેશમાં SIR બાદ લગભગ 2.89 કરોડ નામો કાઢી નાખવામાં આવ્યા છે અને ઘણા જિલ્લાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

About The Author

Related Posts

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.