ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ઘૂસખોર પંડતના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ મુદ્દો ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષા સાથે જોડાયેલો છે. પરીક્ષાની પ્રથમ શિફ્ટમાં હિન્દી વિભાગમાં પૂછાયેલા એક પ્રશ્નના વિકલ્પને લઇને વિવાદ ઊભો થઈ ગયો છે. આ પ્રશ્ન માટે આપવામાં આવેલા વિકલ્પો અંગે આપત્તિ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સમાજના વિવિધ વર્ગોમાં બહેસ તેજ થઈ ગઈ છે.

હિન્દી વિભાગમાં પૂછવામાં આવેલો પ્રશ્ન હતો- અવસર અનુસાર બદલાઈ જનાર આ વાક્યાંશ માટે એક શબ્દ પસંદ કરો. આ પ્રશ્નના 4 વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં A. પંડિત, B. અવસરવાદી, C. નિષ્ઠાવાન અને D. સદાચારી સામેલ હતા. આ પ્રશ્નપત્રમાં આ સવાલ પૂછવાની પુષ્ટિ ભરતી બોર્ડે પણ કરી છે.

પ્રશ્નના વિકલ્પોમાં 'પંડિત' શબ્દનો સમાવેશ કરવાને લઇને આપત્તિ દર્શાવવામાં આવી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે આવા વિકલ્પથી સમાજના ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આ કારણે, આ મામલો તેજીથી ચર્ચામાં આવી ગયો છે. વિવાદ વધ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે પણ આ બાબતની નોંધ લીધી છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ પ્રશ્ન દ્વારા કોઈ ચોક્કસ સમાજ અથવા સામાજિક જૂથની ગરિમાને નુકસાન પહોંચાડવું અસ્વીકાર્ય છે.

UP1
ndtv.in

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આ બાબતે ભારે આપત્તિ દર્શાવી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં પ્રશ્ન માટે આપવામાં આવેલા વિકલ્પો અંગે ગંભીર આપત્તિ દર્શાવવામાં આવી છે, અને સરકારે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લીધો છે. તેમણે કહ્યું કે જો કોઈ પ્રશ્નને કારણે કોઈપણ સમાજ અથવા સામાજિક જૂથની ગરિમાને ઠેસ પહોંચે છે, તો તે બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આવી પરીક્ષાઓમાં કોઈપણ જાતિ, સમુદાય અથવા પરંપરા પ્રત્યે અપમાનજનક શબ્દોને કોઈ સ્થાન ન મળવું જોઈએ.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ભૂલ માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર સમાજના તમામ વર્ગો પ્રત્યે આદર, સમાનતા અને સંવેદનશીલતાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. રાજ્યના દરેક નાગરિકનું ગૌરવ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાલમાં, આ મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, અને તપાસ અહેવાલના તારણોને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

UP2
x.com/mydurgeshshukla

તો, જૌનપુરના બદલાપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય રમેશ ચંદ્ર મિશ્રાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં એક વિવાદાસ્પદ પ્રશ્ન પર આપત્તિ દર્શાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકલ્પોમાં 'પંડિત' શબ્દનો સમાવેશ કરવો એ બૌદ્ધિક સમુદાયનું અપમાન છે અને ચોક્કસ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ધારાસભ્યએ પ્રશ્ન રદ કરવાની માંગ કરી છે, તેમજ વિભાગીય તપાસ અને પેપર સેટ કરવા માટે જવાબદાર સમિતિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય રમેશ ચંદ્ર મિશ્રા બાદ, દેવરિયાના ભાજપના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષામાં પ્રશ્નના વિકલ્પોમાં 'પંડિત' શબ્દનો સમાવેશ કરવા સામે આપત્તિ દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રશ્નપત્રમાં આવો વિકલ્પ રજૂ કરવો એ એક ઇરાદાપૂર્વકનું કાવતરું અને ગુનાહિત કૃત્ય લાગે છે. ધારાસભ્યએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ મામલાની તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે 14 માર્ચ, 2026ના રોજ યોજાયેલી ઉપ-નિરીક્ષક નાગરિક પોલીસ અને સમકક્ષ પોસ્ટ્સ માટેની ભરતી પરીક્ષાના પ્રથમ શિફ્ટના એક પ્રશ્નને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા વચ્ચે સ્પષ્ટતા જાહેર કરી છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે પ્રશ્નપત્રો સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવતા નથી; પરંતુ ગોપનીય સંસ્થાઓના માધ્યમથી બનાવવામાં આવે ચે, જેથી ગુપ્તતા જળવાઈ રહે. બોર્ડના કોઈપણ અધિકારી કે કર્મચારીને અગાઉથી પ્રશ્નપત્રો જોવાની પરવાનગી હોતી નથી. સીલબંધ પેકેટો પરીક્ષા કેન્દ્રો પર ફક્ત ઉમેદવારોની હાજરીમાં જ ખોલવામાં આવે છે. આ વિવાદાસ્પદ પ્રશ્ન અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, અને દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.