પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

પ્રયાગરાજમાં એક નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ GRP પોલીસ સ્ટેશનની પોલીસે કરી છે. આરોપી ઘણા દિવસોથી ટ્રેનોમાં મફત મુસાફરી કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેના પરિવારજનો તેને નોકરી શોધવા માટે પરેશાન કરી રહ્યા હતા; એવામાં તે નકલી RPF સબ-ઇન્સ્પેક્ટર બની ગયો કારણ કે તેનાથી તેની મફતમાં ટ્રેનોમાં મુસાફરી થઇ જતી હતી.

Fake RPF
aajtak.in

નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ઓળખ 22 વર્ષીય દિવ્યાંશુ કુમાર તરીકે થઈ છે, જેની પ્રયાગરાજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેના પર પરિવારજનો નોકરી માટે દબાણ કરી રહ્યા હતા અને નોકરી ન મળવાને કારણે મફતમાં ટ્રેનોમાં આવવા જવા માટે અને તેના પરિવારના સભ્યોને ખુશ કરવા માટે આ યુક્તિ અપનાવી હતી.

Fake RPF
etvbharat.com

દિવ્યાંશુ ગાઝીપુર જિલ્લાના બરેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેંગા ગામનો રહેવાસી છે. અધિકારીઓએ આરોપી પાસેથી પહેરેલી વર્દી, તેના પર લાગેલા સ્ટાર્સ, બેજ, મોનોગ્રામ, બેલ્ટ, વાદળી દોરી, લાલ રંગના જૂતા અને ખાખી મોજા જપ્ત કર્યા છે. આરોપીની તપાસમાં 650 રૂપિયા રોકડા, એક આધાર કાર્ડ અને એક ATM કાર્ડ પણ મળી આવ્યો હતો. હાલમાં ધરપકડ કરાયેલા આરોપી સામે GRP દ્વારા વધુ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

Fake RPF
livehindustan.com

આ ધરપકડ RPF ઈન્સ્પેક્ટર અકલેશ કુમાર સિંહ અને સબ-ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર કુમારની આગેવાની હેઠળ RPF કર્મચારીઓ અને GRPની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. આરોપી લગભગ 3 મહિનાથી ટિકિટ વિના અને વર્દી પહેરીને ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ શંકા જતા જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે બધું કબૂલી લીધું. આરોપીઓ સામે પ્રયાગરાજના GRP પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.